કોર્પોરેટ વેરો 25 ટકાથી ઘટીને 20 ટકા કરાશે ?

પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર બજેટ પહેલા સૌથી વધારે ચર્ચા કોર્પોરેટ ટેક્સમાં કાપને લઇને થઇ રહી છે. ઉદ્યોગમંડળ સીઆઈઆઈએ આને ઘટાડીને ૨૦૨૩ સુધી ૧૫ ટકા કરવાની માંગ કરી છે. આ પગલાથી મૂડીરોકાણમાં તેજી આવવાની શક્યતા દેખાઈ રહી છે.

પહેલી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે બજેટ ૨૦૧૮-૧૯માં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ કોર્પોરેટ ટેક્સમાં કાપની જાહેરાત કરી હતી.

૨૫૦ કરોડ રૂપિયા સુધી ટર્નઓવરવાળી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સના દરને ૩૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરવાની જાહેરાત કરી હતી તે પહેલા બજેટ ૨૦૧૭માં ૫૦ કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સના દર ૩૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરવામાં આવ્યા હતા.

કોર્પોરેટ ટેક્સ કંપનીઓ પર લગાવવામાં આવે છે. આ કોઇ પ્રાઇવેટ, લિમિટેડ, લિસ્ટેડ અને અનલિસ્ટેડ તમામ રીતની કંપનીઓ પર લગાવવામાં આવે છે. કોર્પોરેટ ટેક્સ સરકારને દર વર્ષના રેવન્યૂનો એક મહત્વનો ભાગ હોય છે. મહત્વપૂર્ણ છે કે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત તમામ ઘરેલુ કંપનીઓ અને નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ઉપર લાગુ થાય છે.

કોર્પોરેટ ટેક્સમાં કાપથી કંપનીઓ પર ટેક્સનો બોજ ઘટશે, તેનાથી કંપનીઓના નફામાં વધારો થશે. સાથે જ કંપનીઓ હવે ફરી પોતાનું ઇન્વેસ્ટમેન્ટ વધારી શકે છે. વિસ્તારની નવી યોજનાઓની શરૂઆત કરી શકે છે.

અત્યારે ઘરેલુ કંપનીઓએ 30 ટકા કોર્પોરેટ ટેક્સ આપવાનો હોય છે. આ સિવાય તેમણે સરચાર્જ પણ આપવાનું હોય છે. હવે આ કંપનીઓએ 22 ટકા ટેક્સ આપવો પડશે. અત્યારે કંપનીઓએ બેસિક રીતે 30 ટકા કોર્પોરેટ ટેક્સ આપવાનો હોય છે. સરચાર્જ મળીને તે 31.2 ટકા થાય છે. હવે આ કંપનીઓએ 22 ટકા કોર્પોરેટ ટેક્સ આપવો પડશે. પ્રભાવી દરથી ટેક્સ 25.17 ટકા હશે, જેમાં સરચાર્જ અને સેસ પણ શામેલ છે.