કોલસા આયાતમાં અદાણીનું 29,000 કરોડનું કૌભાંડ

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો છે કે ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સે કોલસા આયાતના મામલે 29 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ શોધી કાઢ્યું છે. જ્યાં દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી આ કૌભાંડની માગણી કરી રહી છે ત્યારે જયરામ રમેશનો દાવો છે કે અદાણી જૂથની વિરૂદ્ધ તમામ પુરાવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સિંગાપુર બ્રાન્ચમાં મોજૂદ છે. જયરામે દાવો કર્યો કે કેન્દ્રીય સચિવ હસમુખ અઢીયાએ એસબીઆઇના પૂર્વ ચેરમેન અરૂંધતિ ભટ્ટાચાર્યને એક પત્ર લખીને સિંગાપુર બ્રાન્ચ પાસે આ પુરાવા મંગાવવાની વાત કહી હતી. 20 મે, 2016ના રોજ લખાયેલા આ પત્રના જવાબમાં ચાર દિવસ બાદ સિંગાપુરની એસબીઆઇ બ્રાંચે જવાબ આપ્યો હતો કે સિંગાપુરના કાયદા મુજબ આ દસ્તાવેજ કોઇને આપી શકાય નહીં. કોંગ્રેસના જયરામ રમેશે સવાલ કર્યો છે કે જ્યારે ભારતીય કંપની અને ભારતીય બેંકની વચ્ચે કૌભાંડ આચરવામાં આવ્યું છે કે કેસને કઇ રીતે સિંગાપુરના કાયદા અંતર્ગત જોવામાં આવી શકે. જયરામ રમેશનો એ પણ દાવો છે કે આ દરમિયાન અદાણી જૂથના ગૌતમ અદાણી સિંગાપુરની કોર્ટના દરવાજા ખટખટાવતા અપીલ કરી ચુક્યા છે. કે કેસના દસ્તાવેજને ભારત સરકારને ન સોંપવામાં આવે. જે બાદ કેટલાક મહિનાની સુનાવણી પછી સિંગાપુર હાઇકોર્ટે ગૌતમ અદાણીની અરજી ફગાવી દીધી. જે બાદ અદાણીએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી અને તેની સુનાવણી બુધવારે થવાની છે. ત્યારે કોંગ્રેસે માગણી કરી છે કે કેન્દ્ર સરકારે કોઇ મોટા વકીલની નિમણૂક કરીને હાઇકોર્ટમાં અદાણીની અરજીનો વિરોધ કરવો જોઇએ. જેનાથી 29 હજાર કરોડના આ કૌભાંડ પરથી પરદો ઉંચકાઇ શકે છે. 17 સપ્ટેમ્બરે આ ઘટના બહાર આવ્યા છતાં ભાજપની મોદી સરકારે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. નરેન્દ્ર મોદીની સરકાર આ અંગે ભેદી મૌન ધારણ કરી લીધું છે.