કૌભાંડોની કૂખે જન્મેલી સરકારની “મા”નું અકાળે મોત

કૌભાંડોની કૂખે જન્મેલી સરકારની “મા”નું અકાળે મોત

ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે શરૂ કરેલી આરોગ્ય અને ઓપરેશન યોજનાઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર બહાર આવેલો છે. જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, અમદાવાદ જેવા સ્થળોએ ભાજપના નેતાઓની હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં ઓપરેશનો થયા છે. ત્યાં બાળકોની જન્મવાની સંખ્યા ઊંચી છે ત્યારે આવા કૌભાંડો સરકાર સમક્ષ આવતાં આ યોજના પર બ્રેક મારીને હવે આવા ઓપરેશનો કરતાં પહેલાં સરકારની મંજૂરી લેવાનો નિર્ણય કર્યો છે. જે અંગેના આદેશો કરતાં તેનો અમલ 11 મે 2019થી કરી દેવામાં આવ્યો છે. આમ કૌભાંડના કાણરણે હવે ‘મા’ યોજનાનું મોત આઘાતથી થઈ રહ્યું છે.

ગુજરાત સરકારના તબીબી સેવાના અધિક નિયામક ડો. એચ કે ભાવસારને આદેશ આપવામાં આવ્યો છે કે, મા અમૃતમ યોજના અને મા વાત્સલ્ય અને પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદી આયોગ્ય યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું જાહેર કરીને તે યોજના ખાનગી તબીબો પાસેથી આંચકી લઈને હવે માત્ર સરકારી હોસ્પિટલોમાં જ તેના ઓપરેશનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જનરલ મેડિસીન, મેન્ટલ ડિસોર્ડર પેકેજીસ, પિડિયાટ્રીક મેડિકલ મેનેજમેન્ટ અને નીઓનેટલ પેકેજીસનો સમાવેશ થાય છે. ઓબસ્ટ્રેટિક અને ગાયનેકોલોજી સ્પેશ્યાલીટિમાં હિસ્ટોરેક્ટોમીની પ્રોસિજરોની ખોટી પ્રેક્ટિસને અટકાવવા માટે મહિલાઓના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને મા યોજના અને પીએમજેએવાય યોજના હેઠળ હિસ્ટેરેક્ટોમીની પ્રોસિજરને હાલમાં ગવર્નમેન્ટ રિઝર્વ કરવામાં આવે છે. જેમની નોંધણી થઈ ગઈ છે તેમના ઓપરેશનો થશે. બાકીના ઓપરેશનો સરકારી સોસ્પિટલો કે સરકારના અધિકારીની મંજૂરીથી કરાશે એમ અધિક નિયામક દ્વારા આદેશો 9 મેના દિવસથી કરી દેવામાં આવ્યા છે. વળી કૂલ 1805 પ્રોસિજરો માટે વાર્ષિક રૂ.5 લાખ સુધીનો કેશલેસ લાભ આપવામાં આવે છે.

ઘુંટણના રિપ્લેશ કરાવવા માટે ઓપરેશન કરાવવું હોય તેમણે હવેથી જિલ્લાના મુખ્ય તબીબી અધિકારી કે તબીબી અધીક્ષક પાસેથી મંજૂરી લેવી પડશે. સારવાર કે ઓપરેશનની જરૂર છે કે કેમ તે આ અધિકારી તપાસ કરશે અને તે જ ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન માટે મંજૂરી આપશે. જેનું પ્રમાણપત્ર પણ તેઓ જ આપશે. ઘૂંટણના રિપ્લેસમેન્ટ દાવાઓ માંથી રેન્ડમ 10 ટકા લાભાર્થી દાવાઓનું વેરીફિકેશન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે મ્યુનિસિપલ આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા કરવામાં વર્ષે જેનો અહેવાલ દરેક મહિને રાજ્ય સરકારને આપવાનો રહેશે.

ઘૂંટણના ઓપરેશનમાં રૂ. 5 લાખ સુધીનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા લાભાર્થીઓએ જીલ્લા આરોગ્ય અધિકારી અથવા તો મ્યુનિસિપલ આરોગ્ય અધિકારી પાસેથી સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. મા વાત્સલ્ય યોજના હેઠળ જોડાયેલી તમામ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાંથી લાભાર્થી પોતાના ઘૂંટણ કે પછી થાપાનું રિપ્લેસમેન્ટ કરાવી શકશે તેમ આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. આમ થતાં અધિકારી રાજ ફરી એક વખત શરૂ થયું છે અને જે અધિકારી મંજૂરી આપશે તે અધિકારી કાંતો દર્દી પાસેથી ભ્રષ્ટાચારના નાણાં લેશે અથવા જે હોસ્પિટલમાં ઓપરેશન થવાના છે તે હોસ્પિટલ પાસેથી ઊંચું કમિશન લઈને ભ્રષ્ટાચારને કેન્દ્રીત કરશે. વળી ઈન્યુરંસ કંપની પણ આ અધિકારી સાથે શોદાબાજી કરીને ઓપરેશન ઓછા મંજૂર થાય એવું ખેડૂતોના વીમા યોજના જેવો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર રૂપાણી અને નીતિન પટેલની સરકારમાં કરી શકે તેવી પૂરી શક્યતા છે.

મુખ્યમત્રી અમૃતમ “માં” અને “માં વાત્સલ્ય” યોજના હેઠળ સહાય મળવા પાત્ર “મુખ્ય” હોસ્પિટલોની યાદી નીચે મુજબા છે.

અમદાવાદની હોસ્પિટલો

1 આરના સુપર સ્પે.હોસ્પિટલ.  2 નારાયણ હદયાલય પ્રા.લી,  3 HCG કેન્સર સેન્ટર સોલા,  4 બોડી લાઈન હોસ્પિટલ,  7 રાજસ્થાન હોસ્પિટલ,  6 પુષ્પા ચિલ્ડ્રન હોસ્પિટલ,  7 HCG મલ્ટી સ્પે. હોસ્પિટલ,  8 મેડીલીંક હોસ્પિટલ,  9 GCS મેડીકલ કોલેજ,  10 સંજીવની સુપેર સ્પે હોસ્પિટલ,  11 જયદીપ હોસ્પિટલ,  12 પારેખ હોસ્પિટલ,  13 ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ,  14 ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ સેન્ટર,  15 કીડની ડાયા.એન્ડ રિસર્ચ સેન્ટર,  16 સિવિલ હોસ્પિટલ,  17 યુ.એન.મહેતા કાર્ડીઓલોજી,  18 શેઠ વી એસ જનરલ હોસ્પિટલ,  19 L.G મ્યુનિસિપલ હોસ્પિટલ,  20 મ્યુની.કોર્પો.હોસ્પિટલ,  21 જનરલ હોસ્પિટલ સોલા,  22 સ્પિન ઇન્સ્ટીટયુટ એન્ડ હોસ્પિટલ,

અમદાવાદ સિવાયની હોસ્પિટલ

23 ક્રિષ્ના હોસ્પિટલ, આણંદ 24 M.M પરીખ કાર્દી.કેર સેન્ટર, આણંદ /ખંભાત 25 હનુમંત હોસ્પિટલ, ભાવનગર 26 HCG હોસ્પિટલ, ભાવનગર 27 ભાવનગર સિવિલ હોસ્પિટલ, ભાવનગર 28 ગુજરાત અદાણી હોસ્પિટલ, ભુજ 29 સ્ટલિંગ રામકૃષ્ણના હોસ્પિટલ, ગાંધીનગર 30 GOENKA હોસ્પિટલ, ગાંધીનગર 31 GMERS મેડીકલ કોલેજ હોસ્પિટલ, ગાંધીનગર 32 ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ, જામનગર 33 પ્રેમ સ્વરૂપ સ્વામી મલ્ટી હોસ્પિટલ, કલોલ 34 DDMM કાર્ડ ઇન્સ્ટીટયુટ, ખેડા 35 AIMS હોસ્પિટલ, કચ્છ 36 બા કેન્સર હોસ્પીટલ, નવસારી 37 ઓરેન્જ હોસ્પિટલ, નવસારી 38 યેશા સુપર સ્પે હોસ્પિટલ, નવસારી 39 યશકીન હોસ્પિટલ, નવસારી 40 માવજત મલ્ટી સ્પે.હોસ્પિટલ, પાલનપુર 41 પાટણ જનતા હોસ્પિટલ, પાટણ 42 GMERS મેડીકલમેડીકલ કોલેજ હોસ્પિટલ, પાટણ 43 સ્ટલિંગ એન્ડ લાઈફ ઇન્ડિયા લીમીટેડ, રાજકોટ 44 બી ટી સવાણી કીડની હોસ્પિટલ, રાજકોટ 45 શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ 46 ક્રિષ્ના મલ્ટી સ્પે.હોસ્પિટલ, રાજકોટ 47 એન.પી.કેન્સર હોસ્પિટલ, રાજકોટ 48 યુનિકેર હોસ્પિટલ, રાજકોટ 49 એચ જે દોશી હોસ્પિટલ, રાજકોટ 50 સિવિલ હોસ્પિટલ, રાજકોટ 51 મેડીસ્ટાર હોસ્પિટલ પ્રા.લી., બનાસકાંઠા

સુરતની હોસ્પિટલ

52 ભારત કેન્સર હોસ્પિટલ,  53 શ્રી બી ડી મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટીટયુટ,  54 પ્રભુ જનરલ હોસ્પિટલ,  55 પી પી સવાણી હાર્ટ ઇન્સ એન્ડ મલ્ટી હોસ્પિટલ,  56 સીતા સુપર સ્પેશિયલ હોસ્પિટલ,  57 લાઈફ લાઈન હોસ્પિટલ,  58 લિઓન્સ હોસ્પિટલ,  59 સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ,  60 યુંનીકેર હોસ્પિટલ,  61 વોકહાર્ટ હોસ્પિટલ,  62 સુરત મ્યુનિ કોર્પો મેડી કોલેજ એન્ડ હોસ્પિટલ,  63 સિવિલ હોસ્પિટલ,

વડોદરાની હોસ્પિટલ

64 શ્રીજી હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર,  65 સ્ટરલિંગ એન્ડ લાઈફ ઇન્ડિયા લીમીટેડ,  66 ધીરજ હોસ્પિટલ એન્ડ એન્ડ સુમનદીપ વિદ્યાપીઠ,  67 બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટીટયુટ,  68 બરોડા હાર્ટ ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટર,  69 મુની સેવા આશ્રમ,  70 પ્રેમદાસ જલારામ હોસ્પિટલ,  71 હિમાલયા કેન્સર હોસ્પિટલ,  72 વિરોક સુપર સ્પે.હોસ્પિટલ,  73 પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ,  74 રીધમ હોસ્પિટલ,  75 નાનક સુપર સ્પે.હોસ્પિટલ,  76 મેટ્રો હોસ્પિટલ,  77 SCHVIJK હોસ્પિટલ,  78 બેન્કર્સ હાર્ટ એન્ડ મલ્ટી સ્પે.હોસ્પિટલ,  79 એસ.એસ.જી.સિવિલ હોસ્પિટલ, 80 MERS મેડીકલ વલસાડ,

81 નાડકારની હોસ્પિટલ, વલસાડ 82 GMERS હોસ્પિટલ, વલસાડ