ગાંધીનગરમાં વિશ્વ બટાટા કોન્કલોવ 28 જાન્યુઆરી 2020થી શરૂં થયું છે. જેમાં જે રીતે વેફર બનાવવાની ટેકનિક બાદ બટાટાને સૂકા હાથવગા નાસ્તા કરીને ગુજરાતમાં ગાંઠીયા પછી માન્યતા મળી છે તે રીતે બટાટા સંશોધન કેન્દ્ર દ્વારા તૈયાર કરેલી નવી પદ્ધતિ ઘર અને રેસ્ટોરામાં શાક બનાવવામાં ક્રાંતિ લાવી દેશે. બટાટાની ક્યૂબ અને થ્રેડની શોધથી ભોજનમાં નવી ક્રાંતિ આવશે. બટાટા ક્યુબ અને થ્રેડ બટાટા એક એવી વસ્તુ છે કે જે તાજા બટાટા વાપરવાના બદલે તેને ખાસ પદ્ધતિથી સૂકવવવામાં આવે છે અને પછી જરૂર પડે ત્યારે તેને પાણીમાં પલાળી દેવાથી તે તાજા બટાટા જેવો ટેસ્ટ, રંગ અને ગુણવત્તા આપે છે. જે આજ સુધી શક્ય ન હતું. પણ બટાટા સંશોધન સંસ્થાનના વિજ્ઞાનીઓએ આ ટેકનિક વિકસાવી છે.
સૂપ અને નાસ્તામાં તે ઝડપથી વાપરી શકાય છે.
ચોરસ કાપીને અથવા નુડલ્સ – સેવાની જેમ બનાવીને સૂકવવામાં આવે છે. સેવનો ઉપયોગ લોટ, પરાંઠા, પીઠી, ખીર, નુડલ્સ બનાવવામાં વાપરી શકાય છે.
વિશ્વમાં બટાટાના ઉત્પાદનમાંથી 3 ટકા સ્ટાર્ચ બનાવવા વાપરવામાં આવે છે. જેનો ઉપયોગ બેકરીની બનાવટોમાં થાય છે. કાગળ બનાવવા માટે વપરાય છે. હોટેલો અને ઘરે ભોજન બનાવવામાં સ્ટાર્ચનો ઉપયોગ વધી રહ્યો છે. તરી-ગ્રેવીને જાડી બનાવવા વપરાય છે. સ્ટાર્ચ નાના, નકામા બટાટાનો ઉપયોગ કરી શકાય છે. તેનો ઉપયોગ કરતી વખતે થોડી વાર પાણીમાં પલાળી રાખવાથી તે તાજા બટાટા બની જાય છે.