ક્રિક્ટના સટ્ટામાં 57 બોબડી સીમ કાર્ડ અમદાવાદમાં મળી આવ્યા

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાંથી હાઈપ્રોફાઈલ બાંગ્લાદેશ પ્રિમિયર લીગની મેચ પર સટ્ટો રમતા ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ કર્યો થયો છે. આ ઘટનામાં  ક્રિકેટ પર સટ્ટો રમતાં 10 લોકોને ઝડપી પાળ્યા છે.  88 મોબાઇલ, 5 લેપટોપ, 2 એલસીટી ટીવી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઓર્ચિડ એલિગન્સમાં ઇ-બ્લોકના 603 નંબરના ફ્લેટમાં ક્રિકેટ સટ્ટાનું કૌભાંડ ચાલી રહ્યું છે તેવી બાતમી હેડ કોન્સ્ટેબલ મુકેશ દેસાઇને મળી હતી. ઉભું કરાયેલું નેટવર્ક જોઈને પોલીસ પણ ડઘાઈ ગઈ હતી.
57 જેટલા બોબડી લાઇનના ફોન, 31 સ્માર્ટ ફોન મળી 88 ફોન કબ્જે કર્યા હતા. જ્યારે 5 લેપટોપ, એલસીટી ટીવીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપી ધવલ ઠક્કર આ સટ્ટા રેકેટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઝડપેલા બુકીઓ દુબઈ અને પાકિસ્તાનના સટ્ટાને લઈને પણ કનેક્શન હોવાની સંભાવના સેવાઈ રહી છે.

નવકાર ગ્રુપનો કાળુ ઉર્ફે કિશોર સમગ્ર સટ્ટાનું સંચાલન કરતો હોવાનું સામે આવ્યું છે. સાઉથ બોપલ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓ – રાહુલ ઠક્કર, ધવલ ઠક્કર, ધિમંત સિલુ, મિહિર ઠક્કર, અનમોલ ઠક્કર, કૃણાલ ઠક્કર, કલ્પેશ ઠક્કર, નરસંગ બ્રાહ્મણ, ધિરેન ઠક્કર અને કિશોર ગંગવાણી