અમદાવાદ : 2019નો વન અને પર્યાવરણ વિભાગે ડિસેમ્બર 209ના બહાર પાડેલા અહેવાલમાં જાહેર થયું છે કે, દરિયા કાંઠે થતાં ચેરના વૃક્ષોનું આવરણ ગુજરાતમાં વધી ગયું છે. ચેરના પાન પશુ આહાર તરીકે ઉપયોગી થાય છે. સ્થાનિક લોકો દ્વારા આજીવિકાના સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવતા મેંગ્રોવ વાવેતર થાય છે. જે ઊંટ અને પાલતું પશુનો ચારો છે.
ગુજરાત સરકારી સંસ્થા, ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા હાથ ધરવામાં આવેલા મેન્ગ્રોવ વાવેતરના સામાજિક-આર્થિક અને ઇકોલોજીકલ બેનિફિટ્સ સરવેમાં બહાર આવ્યું હતું કે, જ્યાં ચેર ન હતા ત્યાં ચેર ઉગાડવાથી પશુઓનો ચારો મળતો થયો હતો.
પાંદડા, ઘાસચારો અને બળતણ માટે ચેર કામ આવે છે. ચેર નજીક રહેતાં 46 ટકા લોકો તેનો ઉપયોગ કરે છે. જે મોટા ભાગે પશુઓને ચારા માટે દૂધના ઉત્પાદન વધારવા કરે છે. ચેરના કારણે મછલીઓ વધતી હોવાથી રોજગારી વધે છે.
જમીનની અંદર ખારાશ જતી અટકાવે છે તેથી ખેતરોની સિંચાઈ માટેના ભૂગર્ભ જળનું પાણી મીઠું રાખે છે. ચેર એ ઈકોલોજીની જીવતી લેબોરેટરી છે. દરિયા કાંઠે ઉગતી આ વનસ્પિતીના પાંદડા દરિયામાં પડે છે. જેનાથી અનેક પ્રકારના જીવોને ખોરાક મળે છે. તેમાંથી માછલીઓ અને બીજી દરિયાઈ સૃષ્ટિ જીવે છે.
ચેરના મુળ પાણીની બહાર નિકળીને હવાથી ખોરાક મેળવે છે. દુષ્કાળના સમયે તે પશુપાલનો માટે મોટો ચારો બની રહે છે.
મેન્ગ્રોવ વૃક્ષો પરવાળાના ખડકો, સમુદ્રી ઘાસ વિગેરે માટે અનુકૂળ વાતાવરણ પુરું પાડે છે. તેમાંથી મધ મેળવે છે.
સમુદ્રી કિનારાના આર્થિક-સામાજિક સુરક્ષા માટે મેન્ગ્રોવસનો વિકાસ અને હરિયાળું આવરણ ખૂબ જ મહત્વનું છે. ચેરના વૃક્ષોમાં સામાન્ય વૃક્ષ કરતાં કાર્બન સ્ટોરેજ વેલ્યુ 10 ટકા વધુ હોય છે, એટલે પર્યાવરણ પ્રદૂષણ અને ગ્લોબલ ર્વોમિંગને આગળ વધતાં અટકાવવામાં ચેરના વૃક્ષો ખૂબજ મહત્વનું પ્રદાન આપે છે.
ખંભાતના અખાતમાં ખતરો
ચેર વનસ્પતિ તટવર્તી પર્યાવરણને જાળવી રાખવામાં, દરિયાઇ વિસ્તારના તીવ્ર મોજાઓ અને ધોવાણની અસરોને ઘટાડવામાં, આંતરિક કૃષિ વિસ્તારોમાં ખારાશ અને દરિયાઈ પાણીના સંચયને રોકવા અને દરિયાઈ ચક્રવાતો સામે દરિયાકાંઠાને રક્ષણ આપવા માટે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
જમીનના ધોવાણ અને દરિયાઈ મોજાઓ સામે જૈવ-ઢાળ તરીકે કામ કરે છે.
કચ્છના અખાતમાં સ્થિતી સુધરી છે તેથી ત્યાં ખેતરો, ખેતી અને ખેડને ઓછું નુકસાન થઈ શકે છે. જ્યારે ખંભાતના અખાતમાં સ્થિતી અત્યંત ખરાબ છે. ત્યાં ચેરનો વિનાશ થવાથી ખેતીને ભારે નુકસાન થઈ શકે છે.
2017ની સરખામણીએ ચેરના વૃક્ષમાં વધઘટ
2019માં ચેરના વૃક્ષો ઘટ્યા કે વધ્યા
ગુજરાતમાં જિલ્લા પ્રમાણે ચેરના વૃક્ષો
જિલ્લો – ગાઢ – પાંખા – ખુલ્લા – કૂલ – વધ-ઘટ
ખંભાતના અખાતમાં સ્થિતી
અમદાવાદ – 00 – 0.87 – 30.18 – 31.05 – -0.95
સુરત – 00 – 3.87 – 16.40 – 20.27 – -0.73
આણંદ – 00 – 00 – 7.25 – 7.25 – -0.75
ભરૂચ – 00 – 13.35 – 31.09 – 44.44 – -0.56
નવસારી – 00 – 00 – 12.97 – 12.97 – -1.03
અમરેલી – 00 – 00 – 2.37 – 2.37 – 0.37
ભાવનગર – 00 – 5.90 – 15.73 – 21.63 – -0.37
વડોદરા – 00 – 00 – 03 – 03 – 00
વલસાડ – 00 – 00 – 03 – 03 – 00
જુનાગઢ – 00 – 00 – 3.33 – 3.33 – 0.33
કચ્છનો અખાત
જામનગર – 00 – 28.06 – 201.44 – 229.50 – 45.50
કચ્છ – 00 – 00 – 3.33 – 3.33 – 0.33
પોરબંદર – 00 – 00 – 01 – 01 – 00
રાજકોટ – 00 – 0.90 – 2.63 – 3.53 – -0.47
કૂલ રાજ્ય – 00 – 163.36 – 1007.91 – 1177.27 – 37.27
દેશના બીજા રાજ્યોમાં શું સ્થિતી
રાજ્ય – ગાઢ – પાંખા – ખુલ્લા – કૂલ – વધ-ઘટ
આંધ્ર પ્રદેશ – 00 – 213 – 191 – 404 – 00
ગોવા – 00 – 20 – 06 – 26 – 00
ગુજરાત – 00 – 169 – 1008 – 1177 – 37
કર્ણાટકા – 00 – 02 – 08 – 10 – 00
કેરાલા – 00 – 05 – 04 – 09 – 00
મહારાષ્ટ્ર – 00 88 – 232 – 320 – 16
ઓડિસા – 81 – 94 – 76 – 251 – 08
તમીલ નાડુ – 01 – 27 – 17 – 45 – -4
પશ્ચિમ બંગાળ – 996 – 692 – 424 – 2112 – -2
આંદામાન-નિકોબાર ટાપુ – 398 – 169 – 49 – 626 – -1
દીવ-દમણ – 00 – 00 – 03 – 00
પોંડીચેરી – 00 – 00 – 03 – 03 – 00
કૂલ ભારત – 1476 – 1479 – 2020 – 5975 – 54