સુઈગામ, તા.૦૩
સુઇગામ તાલુકાના ખડોલ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ખડોલ ઉપરાંત આજુબાજુના ગામોના 898 અરજદારોએ વિવિધ યોજનાનો લાભ લીધો હતો. જેમાં સુઇગામ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ અરજીઓનો સ્થળ પર નિકાલ કરાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વાવ ધારાસભ્યએ પણ આરોગ્ય ચકાસણી કરાવી હતી. સુઇગામ તાલુકાના ખડોલ ખાતે ચોથા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ખડોલ, બેણપ, ભટાસણા, રડકા, ચાળા, ધનાણા, મોતીપુરા ગામોમાંથી કુલ 898 અરજદારોએ રેશનકાર્ડમાં કાર્ડ, આધારકાર્ડ, આરોગ્ય ચકાસણી, વિદ્યુત બોર્ડ, જાતિ આવકના દાખલા સહિતની સરકારી યોજનાઓ અંગે અરજી કરી હતી. તે તમામનો સ્થળ પર નિકાલ કરાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ આરોગ્ય ચકાસણી કરાવી હતી.
ગુજરાતી
English


