અમદાવાદની સીબીઆઈ કોર્ટ દ્વારા 20 ઓગષ્ટ 2010ના રોજ ગુજરાત હાઈકોર્ટ સામે જાહેરમાં અમીત જેઠવાની થયેલી હત્યાના કેસમાં ભાજપના પુર્વ સાંસદ દિનુ બોધા સોંલકી સહિત તમામ સાત આરોપીઓ કસુરવાર હોવાની ઠરાવ્યુ છે. આ તમામની કસ્ટડી લઈ તેમને સાબરમતી જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો, આ તમામ આરોપીને આજીવન કેદની સજા થઈ થઈ છે તેનો ચુકાદો તા 11 જુલાઈ 2019ના રોજ આવ્યો છે. કોર્ટની બહાર મોટી સંખ્યા દિનુ સોંલકીના સમર્થકો ઉમટી પડયા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ઈનકેમેરા કેસ ચાલ્યો હતો.
કોડીનાર અને આસપાસના વિસ્તારમાં થઈ રહેલી ગેરકાયદે ખનીજ ચોરી સહિત ભ્રષ્ટાચારના મુદ્દે અમીત જેઠવા દિનુ સોંલકી સામે લડી રહ્યા હતા જેના પગલે અમીત ઉપર હુમલાઓ પણ થયા હતા આમ છતાં અમીત જેઠવાએ પોતાની લડાઈ ચાલુ રાખી હતી અને અનેક વિભાગોમાં માહિતી અધિકારી હેઠળ માહિતી માંગી હતી અને ગુજરાત હાઈકોર્ટમાં પણ દિનુ સોંલકી વિરૂધ્ધમાં રીટ પીટીશન કરી હતી, જેના કારણે નારાજ દિનુ સોંલકીએ રૂપિયા 11 લાખમાં અમીત જેઠવાની હત્યા કરવાની સોપારી આપી હતી અને તા 20 ઓગષ્ટ 2010ના રોજ ગુજરાત હાઈકોર્ટ સામે સત્યમેવ જયતે બીલ્ડીંગ બહાર ઉભા રહેલા અમીત જેઠવા ઉપર અજાણ્યા બાઈક સવારોએ આવુ આંધાધુધ ગોળી છોડી હતી જેમાં અમીત જેઠવાનુ્ં સ્થળ ઉપર જ મોત નિપજયુ હતું.
હત્યાની ઘટના
૨૦ જુલાઈ ૨૦૧૦માં દિનુ સોલંકી વિરુદ્ધના કેસના તેમના વકીલને મળવા અમદાવાદ ગુજરાત હાઈકોર્ટ સામે સત્યમેવ બિલ્ડીંગમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની ઓફિસ જ્યાં છે તેના આગળના ભાગે બીજા માળે એડ્વોકેટ વિજય નાંગેશની ઓફિસમાંથી પરત ફરતાં હતા ત્યારે પોતાની જિપ્સી કારમાં જવા પહોંચ્યા ત્યારે સીડીની પાછળ બે શખ્સ સ્પ્લેન્ડર બાઈક (જીજે-૧-પીક્યુ-૨૪૮૨)પર બેસીને રાહ જોતા હતા. બંને પાસે તમંચા હતા. ત્યારે બે શખ્શોએ નજીકથી તેમની પર ગોળીબાર કર્યો હતો. રાત્રે ૮:૪૫ કલાકે હત્યા થઈ હતી. બાઈક પડી ગયું અને હુમલાખોરો વિશ્વાસ સીટી-૨ તરફ નાસી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અમીત જેઠવા પણ છેલ્લા એક વર્ષથી વિશ્વાસ સીટીમાં રહેતા હતા.
આ મામલે પહેલા સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો પરંતુ ત્યાર બાદ ગુનાની ગંભીરતા જોતા તરત આ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ શુકલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. બાઈકના ચેસીસ નંબરના આધારે તપાસ શરૂ કરી તે બાઈક સુરેન્દ્રનગરના જાંબુ ગામના સમીર વોરાનું હોવાનું બહાર આવ્યું હતું પોલીસે સમીરની પુછપરછ કરતા તેણે પોતાનું બાઈક ગીર ગઢડાના પોલીસ કોન્સટેબલ બહાદુરસિંહને આપ્યાુ હોવાનું જણાવ્યુ હતું.
સાત આરોપીઓ
ભાજપના પૂર્વ સાસંદ દિનુ બોઘા સોલંકી સહિતના 7 આરોપીઓની આ હત્યા કેસમાં ધરપકડ થઇ હતી. જેમાં આરોપી તરીકે શૈલેશ પંડયા, ઉદાજી ઠાકોર, શિવા પંચાલ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કૉન્સ્ટેબલ), સંજય ચૌહાણ, દિનુ બોઘા સોલંકી છે
ભાજપનો શીવા સોલંકી પકડાયો
ક્રાઈમ બ્રાન્ચના હાથમાં સમીર વોરા અને કોન્સટેબલ બહાદુરસિંહ વાઢેર આવી જતાં એક પછી એક આરોપીના નામ ખુલવા લાગ્યા હતા અને ક્રાઈમ બ્રાન્ચ દિનુ સોંલકીના ભત્રીજા અને કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શીવા સોંલકી સુધી પહોંચી હતી. શીવા સોંલકીને પકડયા બાદ શીવાએ ગુનાની કબુલાત કરી લેતા ક્રાઈમ બ્રાન્ચે અન્ય આરોપી શીવા પાચણ, શૈલેષ પંડયા અને ઉદાજી ઠાકોરને ઝડપી લીધા હતા, જેમાં હત્યાના દિવસે બે કારનો પણ ઉપયોગ થયો હતો જેમાં એક કાર કોન્સટેબલ બહાદુરસિંહની હતી અને જ બનાવના દિવસે પોતાની કારમાં હત્યા માટે શૈલેષ પંડયા, શીવા પાચણ અને સંજય ચૌહાણને લઈ આવ્યો હતો આમ ક્રાઈમ બ્રાન્ચે છ આરોપી પકડી કેસ પુરો થઈ ગયો હોવાની જાહેરાંત કરી હતી.
શર્ટના આધારે આરોપી પકડાયા
ગીર વન્ય ક્ષેત્રમાં માઇનીંગ સહિતની ગેરકાયદે ખનન સહિતની પ્રવૃત્તિઓ સામે લડાયક ઝુંબેશ ચલાવનાર આરટીઆઇ એકટીવીસ્ટ અમિત જેઠવાની પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ થયું હતું. તેમાં તેઓ ઘાયલ થયા હતા. ઘાયલ હોવા છતાં તેમણે હુમલાખોરોને પકડવા પ્રયાસ કર્યો હતો જેમાં એક હુમલાખોરનો કુર્તો તેમના હાથમાં આવી ગયો હતો જેમાં જૂનાગઢ ખાતેની લૉન્ડ્રીની દુકાનની નિશાની હતી. જેના આધારે હત્યારા પકડાયા હતા. ૬ સપ્ટેમ્બરે દીનુ સોલંકીના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ અમિતની સોપારી આપવા બદલ થઈ હતી. નવેમ્બર ૨૦૧૩માં સીબીઆઈ દ્વારા જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી, તેમના ભત્રીજા શિવા સોલંકી સહિત છ આરોપીઓના નામો ખુલ્યા હતા અને પોલીસે તમામની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા. બાઈકના ચેસીસના આધારે પણ આરોપીઓ પકડાયા હતા.
દિનુ સોંલકીની ધરપકડ સુધીનો ઘટનાક્રમ
-તા 20મી ઓગષ્ટ 2011ના રોજ અમીત જેઠવાની હાઈકોર્ટ સામે હત્યા થઈ
-17 ઓગષ્ટ 2010ના રોજ સોલા પોલીસ સ્ટેશન પાસેથી તપાસ લઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ
– 16 ઓકટોબર 2010ના રોજ ભીખાભાઈ જેઠવાએ આ કેસ સીબીઆઈને સોંપી દેવામાં આવી તેવી અરજી હાઈકોર્ટ સામે કરી
-12 નવેમ્બર2010ના રોજ હાઈકોર્ટે મોહન ઝાના વડપણ હેઠળ એક ખાસ તપાસ પંચ રચવાનો આદેશ આપ્યો
– પરંતુ ખાસ તપાસ દળના કામથી સંતોષ નહીં છતાં હાઈકોર્ટે 25 ઓકટોબર 2012ના રોજ આ કેસ સીબીઆઈને સુપ્રત કર્યો
– તા 5મી નવેમ્બર2013ના રોજ દિનુ સોંલકી સીબીઆઈ સામે હાજર રહ્યા અને તા 7મીના રોજ તેમની ધરપક઼ડ થઈ
-સીબીઆઈએ ચાર દિવસના રીમાન્ડ લીધા અને રીમાન્ડ પુરા થતાં તા 11મી નવેમ્બરના રોજ કાચા કામના કેદી નંબર 8714 પ્રમાણે તેઓ સાબરમતી જેલમાં આવ્યા
સાક્ષીઓ હોસ્ટાઈલ થયા
દિનુ સોંલકી જેવા બહુબલી હોવાને કારણે કેસ ચલાવવામાં અનેક મુશ્કેલી હતી. ૧૯૫માંથી ૧૦૫ સાક્ષીઓ ફરી જવા લાગ્યા હતા. હોસ્ટાઈલ બનતા ન્યાયાધીશ જેબી પારડીવાલાએ રીટ્રાયલનો આદેશ કર્યો હતો. જેમાં મહત્વના તાજના ૨૬ સાક્ષીઓનો પણ સમાવેશ થતો હતો. આરોપીના દબાણને વશ થઈ સાક્ષીઓ હોસ્ટાઈલ બન્યા હોવાની અરજી અમીત જેઠવાના પિતાએ કોર્ટમાં કરી હતી તા.૨ ઓગષ્ટથી હાઈકોર્ટમાં સુનાવણી હોવાથી જસ્ટીસ સોનીયા ગોકાણીએ બે દિવસમાં પબ્લીક પ્રોસીકયટર બદલવા કે નહી તેવો નિર્ણય લઈ લેવા સીબીઆઈને આદેશ કર્યો હતો.
સાક્ષીઓની સુરક્ષાનો મોટો પ્રશ્ન હતો આ અંગે ટ્રાયલ કોર્ટમાં રજુઆત કરવા છતાં કોર્ટે તે બાબત ધ્યાનમાં લીધી નહીં જેના કારણે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને સુપ્રીમ કોર્ટે સાક્ષીઓને પોલીસ રક્ષણ આપવાનો આદેશ કરી કારણ ટ્રાયલ દરમિયાન 105 સાક્ષીઓએ નિવેદન ફેરવી નાખ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર 19 સાક્ષીઓને પોલીસ રક્ષણ આપવામાં આવ્યુ હતું અને હાઈકોર્ટના આદેશ અનુસાર જે સાક્ષીઓના નિવેદન થઈ ગયા છે તેમને ફરી બોલવાવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેના કારણે પોલીસ રક્ષણ હેઠળ આવી રહેલા સાક્ષીઓ ડર્યા વગર પોતાના નિવેદન આપવા લાગ્યા હતા.
રીટ્રાયલ થઈ હતી
સુપ્રીમ કોર્ટ દ્વારા કેસની રીટ્રાયલ કરવામાં આવતા કેસ સાથે જોડાયેલ 18 જેટલા સાક્ષીઓને પોલીસ પ્રોટેક્શનનો હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં ગુજરાત પોલીસે તમામ સાક્ષીઓને બે ગનમેન 24 કલાક સુરક્ષામા તહેનાત કરવામાં આવ્યા હતા. ત્યારે કેસના ઘણા સાક્ષીઓએ પોલીસ પ્રોટેક્શન લેવાની ના પાડવામાં આવી હતી. પોલીસ પ્રોટક્શન આપવામાં વનરાજભાઈ પ્રજાપતિ, વિજયભાઈ પાંડે, જયેશ પટેલ, ધર્મેશ પ્રજાપતિ, યોગેશભાઈ પંડ્યા, મહંમદ ઉસ્માન શેખ, ભૂપતસિંહ ઝાલા સહિતનો સમાવેશ થાય છે. સીબીઆઇએ હાઇકોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી છે કે, આ કેસની સુનાવણી ફરીથી કરવાની આવશ્યકતા નથી. જો કે સીબીઆઇએ નજરે જોનાર 8 સાક્ષીઓની પુન: ઊલટ તપાસ માટે બોલાવવાની રજૂઆત ગ્રાહ્ય રાખવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.
દિનુ બોઘાનું આત્મસમર્પણ
7 નવેમ્બર 2013માં સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળતાં ભાજપના નેતા દીનુ સાબરતી જેલ સત્તાવાળાઓ સમક્ષ શરણાગતિ સ્વીકારી લેવી પડી હતી અને જેલભેગા થવાનો વારો આવ્યો હતો. 3 વર્ષ બાદ ધરપકડ હતી. સીબીઆઈ સામે હાજર થયા હતા જ્યાં તેમની સાત કલાકની લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. 5 નવેમ્બર 2013ના રોજ હાજર થયા ત્યારે તેઓ સીબીઆઈના પ્રશ્નનો જવાબ આપી શકયા ન્હોતા. એટલે તા 7મી નવવેમ્બર2013ના રોજ તેમની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી આમ કુલ સાત આરોપીઓ સામે સીબીઆઈ કોર્ટ માં તહોમતનામુ ફરમાવવામાં આવ્યુ હતું, જેનો ચુકાદો જાહેર થતાં સીબીઆઈ તમામને દોષીત જાહેર કર્યા છે.
પુત્ર માટે પિતાની લડાઈ
જો કે અમીત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવાનો આરોપ હતો કે ખરેખર હત્યા પાછળ ભાજપના સાંસદ દિનુ સોંલકી કારણભુત છે પરંતુ ક્રાઈમ બ્રાન્ચનો દાવો હતો કે તેમને દિનુ સોંલકીની ભુમીકાના કોઈ પુરાવા મળ્યા નથી જેના કારણે ભીખાભાઈએ આ મામલો સીબીઆઈને સોંપવા હાઈકોર્ટમા અરજી કરતા હાઈકોર્ટે આ મામલે ખાસ તપાસ દળ રચવાનો આદેશ કરતા આ દળના વડા તરીકે મોહન ઝાના વડપણ હેઠળ તપાસ સોંપાઈ હતી અને સુરેન્દ્રનગરના એસપી રાઘવેન્દ્ર વત્સને તપાસ કરવા આદેશ આપ્યો હતો પરંતુ ખાસ તપાસ દળે પણ હાઈકોર્ટને પોતાની તપાસમાં દિનુ સોંલકી વિરૂધ્ધ કોઈ પુરાવા નથી તેવી રજુઆત કરી હતી, જો કે ભીખાભાઈ જેઠવા દ્વારા તપાસમાં રહેલી ત્રુટીઓ તરફ હાઈકોર્ટનું ધ્યાન દોરતા તા 25 સપ્ટેબર 2012ના રોજ આ તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો.
અમીત શાહ ફરાર થયા ત્યારે દિનુંના ફાર્મ સંતાયા હતા
સોહરાબઉદ્દીન શેખ હત્યા પ્રકરણની તપાસ 2010માં સીબીઆઈ પાસે આવી હતી આ મામલે તપાસ કરી રહેલી સીબીઆઈ અમીત શાહનું નિવેદન નોંધવા માગતી હતી પરંતુ અમીત શાહ ફરાર થઈ ગયા હતા આ દરમિયાન કાનુનવિદોની સલાહ મળે ત્યાં સુઘી તેમણે કોઈ ગુપ્ત સ્થાને રહેવાનું હતું આ વખતે અમીત શાહે દિનુ સોંલકીના કોડીનાર સ્થિત ફાર્મ હાઉસમાં આશ્રય લીધો હોવાની ચર્ચા હતા આ દરમિયાન અમીત જેઠવા કેસનો આરોપી અને સોંલકીનો ભત્રીજો શીવો અમીત શાહની કાર હંકારતો હતો જેઠવા કેસની તપાસમાં સીબીઆઈ અમીત શાહની પણ પુછપરછ કરશે તેવી આશંકા હતી પણ તેવુ થયુ ન્હોતુ.
સિંહ માટે લગતો અમિત સિંહની જેમ મર્યો
૩૧ ડિસેમ્બર ૧૯૭૫માં જન્મ થયો હતો અને યુવાન વયે ૨૦ જુલાઇ ૨૦૧૦માં તેમનું મોત થયું હતું. અમિત જેઠવા સિંહની રક્ષણ માટે તેઓ કાયમ સરકાર સાથે લડી પડતાં હતા. પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર્તા હતા. તેઓ મુખ્યત્ત્વે જૂનાગઢ નજીકના ગીરના જંગલો માટે સક્રિય હતા. ગીર નેચર યુથ ક્લબના પ્રમુખ તરીકે તેઓ જંગલમાં ગેરકાયદેસર દબાણ અને શિકારની પ્રવૃત્તિના વિરોધમાં સક્રિય હતા. બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ચિંકારા શિકારના કેસમાં પાંચ વર્ષની સજા થઈ તે કેસમાં પણ સક્રિય રીતે ભાગ લીધો હતો. જંગલ અને મહેસુલ વિભાગના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો. કુનો અભયારણ્યમાં સિંહને ન મોકલવા અભિયાન ચલાવ્યું હતું. ૨૦૧૦માં સતિષ શેટ્ટી આરટીઆઈ બહાદુરી પુરસ્કાર, એનડીટીવીનો પર્યાવરણ પુરસ્કાર અપાયો હતો. છેલ્લા દોઢ વર્ષથી અમિત જેઠવા તેમના પત્ની તથા એક પુત્રી અને પુત્રી સાથે અમદાવાદમાં સ્થાયી થયા હતા.
રાજકારણ
૨૦૦૭માં જેઠવા ગુજરાત વિધાનસભાની ચુંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા.
૨૦૧૦માં તેમણે રાજ્ય સરકાર વિરુદ્ધ લોકાયુક્તની નિયુક્તિ કરવામાં નિષ્ક્રિયતા માટે કેસ કરેલો. તેમાં હાઈકોર્ટે સરકારને લોકાયુક્તની નિયુક્તિ માટે આદેશ કરેલો.
દિનુ સોંલકીના ભત્રીજા શીવા સોંલકી તાલુકા પંચાયતના સભ્ય નહીં હોવા છતાં સામાન્ય સભામાં હાજરી આપતા હતા જે અંગે અમીતે વિરોધ કરતા તેમની હાજરી અટકાવી દેવામાં આવી હતી.
આમ તો અમીત જેઠવાની લડાઈની શરૂઆત 2001થી થઈ હતી પરંતુ 2007માં અમીત જેઠવાએ વિધાનસભાની ચુંંટણીમાં ઉમેદવારી કરી હતી અને દિનુ સોંલકી વિરૂધ્ધ થયેલી ફોજદારી ફરિયાદની માગણી ચુંટણી પંચ સામે કરી હતી.
ભાજપ સરકારે સોલંકીને બચાવવા ભરપૂર પ્રયાસો કર્યા હતા. પણ વડી અદાલત અને સીબીઆઈની તપાસના કારણે ભાજપના ટોચના નેતાઓ બચાવી શક્યા ન હતા.
ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ એક નિવેદન આપ્યું હતું. દિનુબોધાએ જાહેર કર્યું હતું કે મને કોંગ્રેસના અહેમદ પટેલ અને શક્તિસિંહ ગોહિલે કાવતરામાં ફસાવ્યો છે. હું અને મારો ભત્રીજો નિર્દોષ છીએ.
અગાઉ તેમણે રાજ્યમાં લેન્ડ સેટલમેન્ટ હાથ ધરવા, ધારાસભ્યો, મંત્રીઓ અને સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારની ફરિયાદો માટે લોકાયુક્તની નિમણૂંક કરવી, રાજ્યમાં માહિતી કમિશ્નરની ખાલી પડેલી જગ્યાઓ ભરવા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર સફળ પીઆઈએલ કરી હતી.
ખાણ માફિયા દીનું સોલંકી
ગેરકાયદે ખાણકામ વિરુદ્ધ તપાસ કરીને પુરાવા એકઠા કરી ૨૦૧૦ના મધ્યમાં તેમણે ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જેમાં પ્રતિવાદી તરીકે દીનુ સોલંકી અને તેના પરિવારના સભ્યો હતા.
ગીર અભ્યારણ્યમાં હડમતિયા વિસ્તારમાં ચાલતી ખાણો અંગે તેમણે માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગી હતી. તે માહિતી ન મળતાં તેમણે ઉચ્ચ સ્તરે લડત આપી હતી.
તેમની અરજીના પગલે એ વિસ્તારમાં વિજિલન્સની તપાસ થઇ હતી અને તેના પગલે દીનુભાઇ સોલંકીને રૂ.૪૦ લાખનો દંડ પણ થયો હતો. અંબુજા સિમેન્ટની બે શીપને કંડલા બંદરે સીલ કરવામાં આવી તે ઘટનામાં પણ અમિત જેઠવાની મહત્વની ભૂમિકા હતી.
તેમણે સિંહના સંરક્ષિત વિસ્તારમાં ગેરકાયદેસર ખાણકામ વિરુદ્ધ અનેક દાવાઓ કોર્ટમાં દાખલ કર્યા હતા. તેમાં ભારતીય જનતા પક્ષના નેતા દીનુ સોલંકી પણ એક પ્રતિવાદી હતા.
2009માં ગીરના હડમતીયા વિસ્તારમાં ચાલતી ખાણો અંગે માહિતી માગતા દિનુ સોંલકીને રૂ.40 લાખ રૂપિયાનો દંડ ભરવો પડયો હતો આ વર્ષે અમીત જેઠવા એક લગ્ન પ્રસંગે કોડીનાર આવ્યો ત્યારે તેની ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અંબુજા સીમેન્ટ અને દિનુ સોંલકી દ્વારા થતા ખનન અંગે અરજી કરતા અંબુજા સીમેન્ટને કરોડો રૂપિયાો દંડ પણ ભરવો પડયો હતો
દિનુ સોંલકીએ ઉનાની આસપાસની ગૌચરની જમીન પચાવી પાડી હોવાનો મુદ્દો ઉપસ્થિત કરતા આ મુદ્દે વિધાનસભા સુધી જતા તેની તપાસ શરૂ થઈ હતી જેના કારણે દિનુ સોંલકીને 500 કરોડનું નુકશાન થયુ હતું.
કોડીનાર પીછવી ગામે દિનુ સોંલકીના સ્ટોન ક્રશર સામે અમીતે હાઈકોર્ટમાં જાહેરહિતની રીટ કરતા હાઈકાર્ટના આદેશને કારણે સ્ટોન ક્રશર બંધ કરાવી દેવામાં આવ્યા હતા.
કોડીનારમાં મોબાઈલ ટાવર ઉભા કરવાનું કામ દિનુ સોંલકીના સગા અને મળતીયાને જ મળી રહ્યુ છે તેવી ફરિયાદ કલેકટર સામે કરવામાં આવતા ચીફ ઓફિસર દ્વારા ટાવરના કામ બંધ કરાવી દેવામાં આવ્યા હતા.
કોડીનારનું સરકારી દવાખાનાનું સંચાલન દિનુ સોંલકીના રાજમોતી નામના ટ્રસ્ટને સોંપી દેવાનો નિર્ણય લેવાયો હતો પણ અમીતે તેનો વિરોધ કરતા કામ અટકી ગયુ હતું આ રીતે કોમ્યુનીટી હોલ અને યાત્રી નિવાસનું સંચાલન પણ રાજમોતી ટ્રસ્ટને સોપી દેવાની વાત હતી પણ અમીતના વિરોધને કારણે તે શકય બન્યુ ન્હોતુ આમ આ પ્રકારના અનેક કારણો હતા જેના કારણે દિનુ સોલકી દ્વારા કાયમી કાંટો કાઢવા અમીતની હત્યા કરાવી હતી.
પયાણ દેસાઈને જામીન મળ્યા
હત્યા માટે શાર્પ શૂટરની વ્યવસ્થા કરી આપનારા આરોપી પચાણ દેસાઈ 5 વર્ષથી જેલમાં હતા. હાઈકોર્ટે કાયમી જામીન આપીને મુખ્ય આરોપી ભૂતપૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી, તેનો ભત્રીજો પ્રતાપ સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર અને અન્ય એક આરોપીને જામીન મળી ચૂક્યા હતા પણ પાયાણ જેલમાં હતા.
જજે સુરક્ષા માગી
સ્પેશિયલ સીબીઆઈ જજ કે.એમ. દવેએ આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાનો કેસ સેન્સિટિવ હોવાથી રાઉન્ડ-ધ-ક્લોક સુરક્ષાની માગ કરી છે. કે.એમ. દવે વતી એ સમયના પ્રિન્સિપાલ સેશન કોર્ટ જજે સીબીઆઈના ડાયરેક્ટરને જૂન મહિનામાં લખેલા પત્રમાં સુરક્ષાની માગ કરી હતી.
અગાઉ હુમલો થયો હતો
અમિત જેઠવાએ ૨૦૦૭માં ખાંભા-કોડીનાર મત વિસ્તારમાં ધારાસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું અને તે સમયે ભાજપના ઉમેદવાર દીનુભાઇ વિરુધ્ધ આચાર સંહિતાની ફરિયાદો કરેલી. સન ૨૦૦૯માં તેઓ તેમના સાળાના લગ્નમાં કોડીનાર ગયા ત્યારે તેમની ઉપર હુમલો થયો હતો અને તે અંગે તેમણે દીનુભાઇના ભત્રીજા શીવાભાઇ સોલંકી સહિતના શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અમિત જેઠવાને પોતાની ઉપર હુમલો થશે એવી દહેશત હતી. અને તે સંદર્ભે તેમણે જુનાગઢ જિલ્લા કલેક્ટર પાસે શસ્ત્રનું લાયસન્સ માંગ્યું હતું. પરંતુ તેમની માગણી ન સ્વીકારાતા તેઓ હાઇકોર્ટમાં ગયા હતા. તેમની દલીલો સાંભળ્યા બાદ તેમને શસ્ત્રનો પરવાનો મળવો જોઇએ તેવો નિદેશ આપ્યા બાદ જુનાગઢ જિલ્લા કલેક્ટરે શસ્ત્રનું લાયસન્સ આપ્યું હતું. અમિત જેઠવા કાયમ પોતાની પાસે રિવોલ્વર રાખતા હતા. જો કે હત્યા થવાની તેમની દહેશત સાચી પડી હતી પરંતુ કમભાગ્યે શસ્ત્ર કામ ન લાગ્યું.
સલમાન કેસ
જો કે, ‘લગાનલ્લ ફિલ્મના ગુજરાતમાં થયેલા શૂટિંગ દરમિયાન નામશેષ થઈ રહેલા પ્રાણીઓમાં જેનો સમાવેશ થયો છે તે ચિંકારા પ્રાણીને મારવામાં આવ્યું હોવાના મુદ્દે આમીર ખાન સામે ક્રિમિનલ કેસ દાખલ કરતાં અમીત જેઠવાનું નામ પર્યાવરણ અને પ્રાણી સુરક્ષાનું હિત હૈયે ધરાવનારાઓમાં લોકપ્રિય બન્યું હતું.
જજની બદલી સામે HCની રોક
12 મે 2019માં ગુજરાત હાઇકોર્ટ જજની બદલી અંગેના હુક્મને હાઇકોર્ટે ૧૪મી જૂન સુધી સ્થગિત કર્યો હતો. સીબીઆઇના ખાસ જજ કે.એમ. દવે તથા સેશન્સ જજ ડી.પી. મહીડા પાસે સંવેદનશીલ કેસ ચાલી રહ્યા છે, બંને ચુકાદા પર હોવાથી તેમની બદલી અટકાવવી જોઇએ તેવી રીટ બાદ હાઇકોર્ટે ઉક્ત હુક્મ કર્યો હતો.
બહાદુરસિંહે સોપારી આપી
જૂનાગઢ જિલ્લાના વગદાર પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર, તેના સંબંધી સંજય અને બાઈક આપનાર હાજીની ક્રાઈમ બ્રાંચે પૂછપરછ કરતાં સમીના વતની એવા શૈલેષ પંડયા નામના શખ્સને ૧૫ લાખની સોપારી દિનુ બોઘાની નજીક ગણાતાં પોલીસ કોન્સેબલ બહાદુરસિંહે અમિત જેઠવાની હત્યા કરાવી હતી. બહાદુરસિંહ, શૈલેષ પંડયા અને તેના મળતિયાની મિટીંગ દિવમાં થઈ હતી. બહાદુરસિંહે દિવમાં શૈલેષ પંડયાને ૧૫ લાખમાં અમિત જેઠવાની સોપારી આપી હોવાની વિગતો મળતાં ક્રાઈમ બ્રાંચે બહાદુરસિંહની સઘન પૂછપરછ શરૃ કરી છે. શૈલેષ પંડયા અને સાગરિતે ફાયરિંગ કર્યું હતું.
મોદી સરકારનો ઢાંકપીછોડો
28 ફેબ્રુઆરી 2011માં અમિત જેઠવાના પિતા ભીખુભાઈ જેઠવા તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે ક્રાઈમ બ્રાન્ચે જે ચાર્જશીટ સુપરત કર્યું છે તેમાં અમિત જેઠવાની હત્યાના આરોપી શિવા સોલંકીને દર્શાવ્યો છે. જે જૂનાગઢના સાંસદ અને સત્તાધારી પક્ષના અગ્રણી નેતા દીનુ બોઘા સોલંકીનો ભત્રીજો છે. રાજ્યની એકપણ તપાસ સંસ્થા દીનુ બોઘાની તપાસ નહીં કરે. બીજી તરફ, અમિત જેઠવાના તમામ પરિવારજનોએ છેલ્લાં ત્રણ વર્ષથી વારંવાર ફરિયાદો કરી હતી કે દીનુ બોઘા તરફથી તેમને ધમકીઓ મળે છે. અમિત જેઠવાની હત્યા થઈ તેના બે વર્ષ પૂર્વે તેના પર હુમલો પણ કરાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો હતો. આ સંજોગોમાં આ નેતાની પૂર્ણ સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જસ્ટિસ એ.એલ. દવે અને જસ્ટિસ આર.એમ. છાયાની ખંડપીઠે રાજ્ય સરકારને એવી પૃચ્છા કરી હતી કે, શું ક્રાઈમ બ્રાન્ચ દીનુ બોઘા સોલંકી સામે કોઈ તપાસ કરી છે ખરી,અને જો કરી હોય તો તે ક્યાં સુધીની છે અને ન કરી હોય તો કેમ નથી કરી તે વિષે સંપૂર્ણ માહિતી એક સોગંદનામા સ્વરૂપે કોર્ટમાં સુપરત કરવાની મૌખિક સૂચના આપી હતી.
જેઠવા સસ્પેન્ડ થયા હતા
૧૯-૩-૧૯૯૬માં ખાંભાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તેઓ જુનિયર ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરી હતી. તેમની વિરૂધ્ધમાં ખાંભા ગામ બંધ રહ્યું હતું અને તે સમયના ખાંભાના ધારાસભ્ય દીનુ બોઘા સોલંકીએ તપાસની ખાત્રી આપી હતી. ૭-૧૦-૨૦૦૦ના રોજ અમિત જેઠવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અમિત જેઠવાએ એ સસ્પેન્સન સામે અપીલ કર્યા બાદ તા.૫-૧-૨૦૦૪ના રોજ તેમને સુરત જિલ્લાના નઝિર સામુહિક કેન્દ્રમાં પુન: નિયુક્તિ આપવામાં આવી હતી. જ્યાં ઝઘડો થતાં પોલીસમાં ફરિયાદ થઈ હતી. રજા મુકીને પુન: ખાંભા આવ્યા હતા અને ત્યાં તેમણે ગીર નેચર યુથ ક્લબની સ્થાપના કરી હતી. જેના સભ્યો ૪૦૦૦ થયા હતા. માહિતી મેળવવાના અધિકારમાં સતત વિવાદમાં રહેતાં હતા. ૨૬-૧-૦૪માં વન ખાતાએ તુલસી શ્યામ રેન્જમાં માલણ-આંબલિયાળા વીડીમાં ગેરકાયદે પ્રવેશ કરી ફોટોગ્રાફી કરવાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. અભ્યારણ્યની હદમાં આવેલ ૭-૧-૦૬ના ખાંભાના હનુમાન ગાળા આશ્રમની ગેરદાયદે શિબિરમાં ભાજપના દિલીપ સંઘાણી સહિતના અગ્રણીઓ સામે ધારી કોર્ટમાં ફરિયાદ કરી હતી.
ફકીર વાઘેલાનો આદેશ
અમિત જેઠવા પોતાના વિરોધીઓ સામે એટ્રોસિટીની ફરિયાદો કરાવતાં હોવાની અમરેલી જિલ્લા ભાજપના અગ્રણીઓએ પૂર્વ મંત્રી ફકીરભાઇ વાઘેલા સમક્ષ રજુઆત બાદ સરકારી સ્તરે તે ફરિયાદની તપાસ થઇ હતી અને તેમાં તથ્ય જણાતા તેમના દ્વારા કરાવાતી ફરિયાદોમાં પુરતી તપાસ કાર્ય બાદ જ ગુનો નોંધવાની સરકારે લેખિત સુચના આપી