રાજ્ય ભરમાં અનેક વિસ્તારોમાં મધ્યાન ભોજન યોજના તથા અનાજ અને અન્ય ખાદ્ય સામગ્રી માટે અવાર-નવાર બહુ મોટો હોબાળો થતો હતો તેમજ અનેક ફરિયાદો ઉઠવા પામી હતી અને સરકારે પણ યોગ્ય પગલાઓ લીધા હતા પરંતુ તેનાથી લોકોને સંતોષ ન હતો આખરે સરકારે ફૂડ રિસર્ચ લેબોરેટરી ઉભી કરતા લોકોમાં વિશ્વાસ પેદા થયો છે.
આજે વિધાનસભામાં ધારાસભ્ય શ્રીમતી ઝંખના પટેલ દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ દ્વારા વિતરણ કરાતા અનાજ તથા અન્ય ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની ચકાસણી અનુસંધાને લેખિત પ્રશ્ન કરેલ જેના જવાબમાં ગૃહ મંત્રીશ્રીએ લેખીતમાં જણાવેલ છે કે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ગાંધીનગર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવીકે મધ્યાન ભોજન યોજના, સંકલિત બાળ વિકાસ યોજના તથા અન્ન ત્રિવેણી યોજનાઓ અંતર્ગત ખરીદ કરવામાં આવતી અનાજ અને અન્ય ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની ચકાસણી માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ફૂડ રિસર્ચ લેબોરેટરીની સવલત ઉભી કરવામાં આવેલ છે.