ગુજરાત સરકાર પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (PDC) દ્રારા સસ્તા ભાવે 60 લાખ પરિવારોને એક કિલો ખાંડ ઉપલબ્ધ કરાવવા વિચારી રહી છે. કેન્દ્ર સરકાર દેશભરમાં અમલ કરી રહી હોવાથી આનાથી લોકોને રૂ.4,747 કરોડનો ફાયદો થશે. જેમાં ગુજરાતમાં 25 ટકા બોગસ કાર્ડ કાઢી નાંખવામાં આવે તો રૂ.250 કરોડનો ફાયદો લોકોને થશે. કેન્દ્ર સરકાર આ લોકોના હિતમાં કરી રહી હોય એવું માનવાને કોઈ કારણ નથી કારણ કે સરકારનો કુલ રૂ.10 હજાર કરોડનો ખાડ, અનાજનો જથ્થો ખૂલ્લામાં પડી રહ્યો છે. જો વરસાદ થાય તો તે બગડી જાય તેમ છે. તેથી તે લોકોને આ જથ્થો આપવા માંગે છે. જોકે તેમાંનો મોટા ભાગનો જથ્થો તો કાળા બજારમાં પગ કરીને ખાનગી ગોડાઉનોમાં પહોંચી જશે.
સાથે જ સરકાર ચોમાસા પહેલા સંગ્રહ ઓછો કરવાના હેતુથી વધુ અનાજ ઉપલબ્ધ કરવવા બાબતે વિચારી રહી છે. ગયા અઠવાડિયે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સબસિડી દરે ખાંડ આપવા ફૂડ મિનિસ્ટ્રીના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ કોઈ નિર્ણય નથી થયો. બેઠકમાં કેબિનેટે મંત્રાલયને પ્રસ્તાવ પર પુનઃવિચાર કરવા તથા વધુ અનાજ (ઘઉ અને ચોખા) વિતરણ પર વિચાર કરવા જણાવ્યું.
હાલમાં અંત્યોદય અન્ન યોજના (AAYE) હેઠળ 2.5 કરોડ પરિવારોને 13.5 રૂપિયે કિલો ખાંડ દેશમાં આપવામાં આવી રહી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ સરકાર 80 કરોડ લોકોને 5 કિલો અનાજ પ્રતિ માસ ઘણાં સસ્તા દરે આપી રહી છે.
ઘઉં 2 રૂપિયે કિલો અને ચોખા 3 રૂપિયે કિલો આપવામાં આવી રહ્યા છે. જાહેર ક્ષેત્રની કંપની ભારતીય ખાદ્ય નિગમ (FCI)ના ગોડાઉનમાં ઘઉં અને ચોખાનો ભંડાર છે, એવામાં પબ્લિક ડ્રીસ્ટ્રીબ્યુશન સિસ્ટમ દ્રારા વધુ અનાજનું વિતરણ કરવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.
કુલ ભંડાર ખુલ્લી જગ્યામાં રાખ્યો છે. જેથી FCI પર ચોમાસુ શરૂ થયા પહેલા આની વહેંચણી કરી દેવાનું દબાણ છે. દક્ષિણ પશ્વિમ ચોમાસું 5 જૂને કેરળ આવવાની સંભાવના છે. બંપર પેદાશ સાથે ઘઉં અને ચોખાની ખરીદીને કારણે સરકાર પાસે બફર સ્ટોક ઘણો વધુ થઈ ગયો છે. FCIએ હોલસેલ ગ્રાહકોને ઘઉં વેચવાનું શરૂ કર્યું છે પરંતુ ઉચ્ચા દરોને કારણે કારોબારી એવા સમયે આને ખરીદવા અંગે ગંભીર નથી જ્યારે અનાજ ઓછા ભાવે ખુલ્લા બજારમાં મળી રહ્યું છે.