[:gj]અમપામાં સુપર કમિશ્નર ને સુપર મેયર મળો, કામ થઈ જશે [:]

[:gj]અમપા કમિશનરની કચેરીમાં સુપર કમિશનરનો દબદબો જાવા મળી રહ્યો છે. ત્યાં શહેરના પ્રથમ નાગરીક એવા મેયરની ઓફીસમાં પણ કોન્ટ્રાકટરોનો દબદબો જાવા મળી રહ્યો છે. આ બંને કમિશનર કે મેયર પાસે ધારે એ નિર્ણય કરાવી પણ શકે છે. જે અમદાવાદના ભાજપના વગદાર મેયર બિજલ પટેલ ન કરાવી શકે તે આ સુપરમેન કરાવી શકે છે.

અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં પણ સર્જાયેલી પરિસ્થતિ મામલે ચાર ઝોનના એડીશનલ સિટી ઈજનેરોને શો-કોઝ નોટીસ ફટકારવામાં અમપા કમિશનરની કચેરીના ઈજનેરની મુખ્ય ભૂમિકા હતી. તેમને સિટી ઈજનેર બનવાની મહેચ્છા હોઈ વર્તમાન એડી.સીઈના સીઆર બગાડવા માટે કમિશનરને ગેરમાર્ગે દોરીને નોટીસ ફટકારવામાં આવી હતી.

સિટી ઈજનેર જગદીશ પટેલ આગામી વર્ષે  વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. આ સમયે સિટી ઈજનેરની ખાલી જગ્યાએ સ્થાન મેળવવા તલપાપડ એવા કમિશનર ઓફિસમાં ફરજ બજાવતા નયનેશ દોશી વર્ષ-૨૦૧૨માં આસીસ્ટન્ટ સિટી ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા. માત્ર ત્રણ જ વર્ષમાં ભાજપના શાસનમાં તેમને ખાસ બઢતી આપીને વર્ષ-૨૦૧૫માં ડેપ્યુટી સિટી ઈજનેર બનાવવામાં આવ્યા હતા.

છ મહીના ઉત્તર ઝોનમાં ફરજ બજાવ્યા બાદ તેમને શહેરના બે પૂર્વ મેયર, એક ધારાસભ્ય અને અમપાના એક અધિકારીના સીધા આશીર્વાદને પગલે ઉત્તરઝોનમાંથી સીધી મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં ફરજ સોંપી દેવામાં આવી હતી.

આ તરફ શહેરના પૂર્વ મેયર ગૌતમ શાહના સમયે જીમીત શાહ નામના કાર્યકર મેયર ઓફીસમાં બેસતા તે સમયે વર્તમાન મેયર દ્વારા એવી કોમેન્ટ કરવામાં આવતી હતી કે, શહેરના આ છે બીજા મેયર. આજે પરિસ્થતિ અને સમય બદલાયા છે. વર્તમાન મેયર તરીકે બિજલ પટેલ તેમની કચેરીના ભાગ્યેશ દેસાઈ નામના કોન્ટ્રાકટરનો દબદબો છે.

મેયર ઓફીસમાં આવતી ફાઈલો પણ પહેલા તેમના દ્વારા ચેક કરવામા આવે પછી મેયર સુધી પહોંચતી હોય છે. આમ પારદર્શી વહીવટ આપવાની વાતો કરનારા ભાજપના શાસનમાં સુપર કમિશનર અને સુપર મેયરની ઈચ્છા હોય તો જ પાંદડુ હલે, નહીં પણ આખુ વૃક્ષ હાલી શકે એવી પરિસ્થતિ છે.[:]