ખેડા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે બિમલ શાહના નામની જાહેરાત કરતાં પહેલાં કોંગ્રેસના નેતા દિનશા પટેલના નિવાસ સ્થાને એક બેઠક મળી હતી. જેમાં બિમલ શાહ ઉમેદવાર બને તો ભાજપને હરાવી શકાય તેમ છે. એવું સ્પષ્ટ કહેવામાં આવ્યા બાદ બિમલ શાહની ટિકિટ જાહેરાત કરવામાં આવી હતી.
ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર સહિતના હોદ્દેદારો અને કોંગ્રેસ સમર્થકોએ પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલના ઘરે બંધ બારણે બેઠક કરી જેમાં આ વ્યૂહરચના ગોઠવવામાં આવી હતી.
ખેડા જિલ્લા પ્રમુખ રાજેશ ઝાલા પહેલા બિમલ શાહનો વિરોધ કરતાં હતા. તે પહેલા જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્રારા ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ મળે તેવી માંગ કરી હતી. કપડવંજના બિમલ શાહના નામની મહોર લાગતા કોંગ્રેસે એવી માંગ કરી છે કે ભાજપમાંથી ક્ષત્રિય ઉમેદવાર જાહેરાત કરતા કોંગ્રેસ પણ ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપે એવી પક્ષમાં રાજુવાત કરી હતી.
પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલના ઘરે બિમલ શાહના વિરોધમાં ભેગા થયા હતા. જેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય કાળુસિંહ ડાભી અને સાથી સમર્થકોએ બિમલ શાહ ન જોઈએ એવા સૂત્રો પોકાર્યા હતા.
પૂર્વ વાહન વ્યવહાર મંત્રી બિમલ શાહ કેશુભાઇ પટેલની સરકારમાં ખેડાની કપડવંજ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીતીને મંત્રી બન્યા હતા. તેઓ સાચુ કહેવા માટે જાણિતા હોવાથી અને શંકરસિંહ તથા કેશુભાઈ સાથે રહ્યાં હોવાથી નરેન્દ્ર મોદી તેમને પસંદ કરતાં ન હતા, તેથી બિમલ શાહને નજર અંદાજ કરાઇ રહ્યાં હતા.
ખેડાના કપડવંજમાં પ્રજાલક્ષી કામોને પ્રાધાન્ય આપતાં રહેલાં બિમલ શાહને નજર અંદાજ કરીને ભાજપે કનુ ડાભીને ટિકિટ આપી હતી. તેથી બિમલ શાહે અપક્ષ ઉમેદવારી નોંધાવતા કપડવંજ વિધાનસભામાં 47000 જેટલા મત મેળવ્યાં હતા અને ભાજપને મોટું નુકસાન થયું હતું. બિમલ શાહને શિસ્તભંગના પગલા બદલ ભાજપમાંથી 1 ડિસેમ્બર 2017માં સસ્પેન્ડ કરાયા હતા. તેઓ તેઓ કોંગ્રસમાં જોડાઈ ગયા હતા. તેઓ જાન્યુઆરીમાં કોંગ્રેસમાં જોડાયા ત્યારે જ નક્કી હતું કે લોકસભામાં ખેડા બેઠક પરથી ઉમેદવારી કરવી. અહેમદ પટેલ, અમિત ચાવડા અને કોંગ્રેસના તમામ ટોચના નેતાઓએ બિમલ શાહને આવકાર આપ્યો હતો. અહેમદ પટેલે ખાતરી આપી હતી કે તેમની સાથે કોઈ ભેદભાવ નહીં રાખવામાં આવે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય અમદાવાદથી બિમલ શાહ કોંગ્રેસમાં જોડાયા હતી. ભાજપની સતત અવગણના બાદ બિમલ શાહ હવે કોંગ્રેસમાં જોડાઇ રહ્યાં છે. ખેડા જિલ્લામાં પહેલાથી જ નુકસાન ભોગવી રહેલા ભાજપને અહીં લોકસભા જીતવામાં મુશ્કેલી થશે તે નક્કી છે. કપડવંજ પહેલેથી જ સ્વતંત્ર મિજાજ ધરાવતો મત વિસ્તાર છે. શંકરસિંહ વાઘેલા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારથી આ વિસ્તારના ગ્રામ્ય લોકોને ભાજપ સરકારે સુવિધા આપવાનું બંધ કરી દીધું છે. અહીં વિકાસના બદલે વિનાશ જોવા મળે છે એમ ભાજપ છોડી ગયેલાં એક નેતાએ જણાવ્યું હતું.
દાઉદની ધમકી
રવિ પુજારી બાદ દાઉદ ગેંગ સક્રિય બની ગુજરાતના રાજકારણીઓને ખંડણી માટે ધમકી આપે છે. પહેલા ઉત્તર પ્રદેશના 14 નેતાઓ પાસે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની ગેંગે ખંડણી માંગ્યા બાદ ગુજરાતના કપડવંજના અપક્ષ ઉમેદવાર અને ભાજપના પૂર્વ મંત્રી બિમલ શાહને ફોન કરી રૂ.15 લાખની માંગણી કરી હતી. ધમકીભર્યો ફોન આવતા બિમલ શાહે ક્રાઈમ બ્રાન્ચના શરણે પહોંચી સુરક્ષા લીધી હતી. ત્રણ દિવસ અગાઉ બિમલ શાહને વોટ્સએપના માધ્યમથી ધમકી મળી હતી. રૂ.15 લાખ ખંડણી માંગવામાં આવી હતી. બિમલ શાહના ઘરે સુરક્ષા વધારી દેવાઈ હતી. બિમલ શાહને એ વાતનો અંદાજો પણ નહોતો કે ડોન દ્વારા ધમકી મળી હતી. ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ત્યારે બિમલ શાહને વાતનો ખ્યાલ આવ્યો કે દાઉદના સાગરિત દ્વારા ધમકી આપી ખંડણી માંગવામાં આવી હતી. પછી તે ગુનામાં શું થયું તેની વિગતો ગુજરાતની ભાજપ સરકારે જાહેર કરી નથી.