Friday, August 8, 2025

ખેડામાં કોંગ્રેસે બાજી સુધારી, બિમલ શાહની જીત તરફ કૂચ

 કોંગ્રેસનો ગઢ ગણાતી ખેડા લોકસભા પર 2014માં મોદી વેવની અસર જોવા મળી હતી અને કેન્દ્રિય મંત્રી- સાંસદ દિનશા પટેલ સામે ભાજપના દેવુસિંહ ચૌહાણનો વિજય થયો હતો. પરતું વીઆરએસએચ 2019માં જ્યારે કોંગ્રેસ-ભાજપ બંને કાંટે કી ટક્કરના મૂળમાં છે અને રાજકીય ગણિત અને પરિસ્થિતી જોતાં ફરી એક વખત ખેડા લોકસભા બેઠક કોંગ્રેસના ફાળે આવે એવા ગણિત સામે આવી રહ્યા છે.

ખેડા લોક્સભા બેઠકમાં કૂલ સાત વિધાનસભા બેઠકો આવે  છે જેમાં 1- ધોળકા, 2- દ્સ્ક્રોઈ, 3- માતર, 4- મહેમદાવાદ, 5- કપડવંજ, 6- નડિયાદ અને 7- મહુધા બેઠક આવે છે જેમાં હવે એન્ટિ-ઇંકબનસી ફેક્ટર અને કોંગ્રેસ ધ્વારા મૂકવામાં આવેલ પીઢ-મૂળ ભાજપાઇ અને અનુભવી નેતા બિમલ શાહને ટિકિટ આપવામાં આવી છે જેથી રણનીતિના સહારે હવે કોંગ્રેસ આ બેઠક પીઆર કબ્જો કરી શકે તેવી શક્યતાઓ સામે આવી રહી છે.

બિમલ શાહ 2017 વિધાનસભામાં અપક્ષ છૂટની લડ્યા હતા અને તેના કારણે તેનો સીધો ફાયદો કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભને મ્દ્યો હતો તેઓ કપડવંજ બેઠક પર વિજયી બન્યા હતા. આ ગણિત બાદ હવે ખેડા જિલ્લા લોકસભામાં પીઢ નેતા દિનશા પટેલ, ધારાસભ્ય કાળુસિંહ ડાભી, મહુધાના ધારાસભ્ય ઇંદ્રજીત પરમાર, કપડવંજ શહેર, નડિયાદ-ખેડા કોંગ્રેસના પીઢ નેતાઓ અને કાર્યકરોની મદદથી બિમલ શાહ મેદાન મારે તેવું રાજકીય ગણિત સામે આવી રહ્યું છે.