ખેડામાં પાણી આપવા રજૂઆત

વિરપુર અને બાલાસિનોરની કેનાલોમાં પાણી છોડવા ખેડૂતોએ માગણી કરી છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદના રિસામણાને કારણે તળાવો અને નદીઓમાં પાણી નથી. જેથી ખેડૂતોએ વાવેતર કરેલા પાકને નુકશાન થાય તેવી ભિતી સેવાઇ રહી છે. સરકાર દ્વારા પાણી છોડવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું કે, ભાદરવાના આરંભે વીરપુર તાલુકામાં આખો બળતી ગરમીનો અહેસાસ થયો હતો. છેલ્લા કેટલાય દિવસોથી વરસાદી માહોલ વિખરાતા અને ગરમી પડતા તાલુકાના ખેડૂતો ચિંતિત થયા છે. એકબાજુ વરસાદ ખેંચાતા ભેજનું પ્રમાણ સતત ધટતા પાક સુકાવાની ભીતિ તો બીજીબાજુ સવારે ઝાકળ અને દિવસે વાદળિયો તડકો પડવાથી ખેતરોના પાકમાં જીવાત પાડવાની ભીતિ સેવાઇ રહી છે.  જો વરસાદ ન પડે તો ખેડૂતોના મોંઘા ભાવના ખાતર, બિયારણ, ખેતરોમાં ખેડ, દવા તથા મહેનત કરરીને તૈયાર કરેલા પાકમાં દાણા ભરવાના સમયે સુકાઈ જાય તો રાતા પાણી રોવાનો વારો આવે તેવી સ્થિતી  સર્જાય તેવી શક્યતા રહેલી છે. વીરપુર,બાલાસિનોર અને ખાનપુર તાલુકાના ખેડૂતો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.