[:gj]ગુજરાતમાં અફીણની ગેરકાયદે ખેતી[:]

[:gj]દુનિયામાં જો ન કરવા જેવી કોઇ ખેતી હોય તો તે અફીણની છે. છતાં ગુજરાતમાં ગેરકાયદેસર ખેતી થાય છે. વર્ષે આવા અનેક બનાવો બને છે. સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં ખેતી થાય છે. સુરેન્દ્રનગરમાં તો અનેક ખેતર પકડાયા છે. જો ગુનો સાબિત થાય તો 10 વર્ષની જેલ થઈ શકે છે.

ગાંજો ગુજરાત બહારથી ગંજેરીઓ મંગાવી રહ્યાં છે, એવી એક માન્યતા હતી. પણ ગુજરાતમાં 2017માં 2300 કિલો ગાંજો પકડાયો હતો. તેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધારે પકડાયો હતો. ગુજરાતમાં પંજાબ કરતાં પણ વધારે નશીલા પાંદડા ગાંજાનો વપરાશ વધારે છે. 2017માં ગુજરાતમાં 2300 કિલો ગાંજાની સામે  પંજાબમાં 1,711 કિલો ગાંજો ઝડપાયો હતો. તેમાં સુરેન્દ્રનગર એક એવો વિસ્તાર છે કે ત્યાં ગુજરાતનું સૌથી વધુ નશો કરતું ક્ષેત્ર છે. દરબાર દ્વારા કસુંબો લેવાની પ્રથા છે. અહીં અફીણ પીવાના લાયસંસ પણ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે છે. ઉડતાં સુરેન્દ્રનગર તરીકે પણ જાણીતું છે. દેશમાં 12 લાખ ગાંજા-પોશડોડાનો કાયદેસર નશો કરનારા બંધાણીની સામે ગુજરાતમાં 28,000 બંધાણી હતા. હવે તેમાં ઓછા થયા છે. ગુજરાતમાં આ લાયસન્સ ધારકો મુખ્યત્વે સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છે. આજે ઘણાં લોકો પાસે નશો કરવાનો પરવાનો છે.

4 જાન્યુઆરી 2019માં સુરેન્દ્રનગરના કુવાડવા રોડ પરથી 1,000 કિલો લીલા ગાંજાનું ખેતર ચોટીલાના ખેરડી ગામે મળી આવ્યું હતું. વાલજી સાર્દુલ બાવળિયાની વાડીમાં લીલા ગાંજાનાં વાવેતર કરેલા 201 છોડ વાલજી મૌની બાપુ તરીકે ઓળખાય છે. 2 વીઘા જમીનમાં કપાસ અને તુવેરના પાકના વાવેતર વચ્ચે 23 ચાસમાં ગાંજો વાવ્યો હતો. મૌની બાપુ પાસેથી ચીરોડાનો જીલા ચૌહાણ 1300 ગ્રામ ગાંજો લઈને જતો હતો ત્યારે તેને પકડી લીધા બાદ ખેતર પકડાયું હતું. મૌની બાપુએ ગયા વર્ષે પણ ગાંજાનું થોડું વાવેતર કર્યું હતું. મૌની બાબા પોતે પણ ગાંજાનો બંધાણી છે. તેની વાડીએ આવતા અન્ય લોકોને પણ તે ગાંજો પાતો હતો. દરેકને પ્રસાદીમાં ગાંજો આપતો હતો, તેથી લોકો તેને મળવા વાડીએ આવતાં હતા. 2011માં પત્નીએ આત્મહત્યા કરતાં તે સીધું બની ગયો અને ખેતરમાં ઝુંપડું બાંધી રહેતો હતો. મૌની બાપુ પોલીસ પાસે પણ મૌન રહ્યા, લખીને જવાબ આપ્યા હતા.

ખેતી થાય છે

એક વ્યક્તિ અફીણ અને ગાંજાની ખેતી કરતો 27 ફેબ્રુઆરી 2018માં ઝડપાયો હતો. આ માણસ દર વર્ષે લાંબો સમયથી અફીણની ખેતી ચાર વિઘાની જમીન પર કરી હતી. કોકો, અફીણ અને ગાંજા (કૈનબિસ) અન્ય લોકપ્રિય કાળા બજારમાં વેચાતા રોકડીયા પાક છે. અમેરિકામાં સૌથી અધિક મૂલ્યવાન રોકડીયો પાક ગાંજાનો પાક ગણાય છે.

ભાજપના નેતાનું ગાંજાનું ખેતર

26 ફેબ્રુઆરી 2018માં સુરેન્દ્રનગરના મૂળી તાલુકા પંચાયતના ભાજપના સભ્ય મુકેશ ઝેઝરીયાના 40 વર્ષના મોટા ભાઈ ભરત ગોરધન ઝેઝરીયા અફીણની લત લાગી જતાં 4-6 વીઘા જમીન ભાડે રાખીને ખેતી શરૂ કરી દીધી હતી. શાકભાજીના વાવેતર સાથે ગાંજો ઉગાડેલો હતો. ભાજપ કુળના આ નેતાએ ખેતરમાં નશીલું અફીણ ઉગાડેલું હોવા અંગે એક વિડિયો ત્રણ મહિનાથી બહાર આવ્યો હોવા છતાં મોડાં પગલાં ભરાયા હતા. 2367.5 કિલો અફીણના લીલા છોડ વાઢીને પોલીસે એકઠા કર્યા છે. જેની કિંમત રૂ.2થી 2.30 કરોડ થતી હતી.

2011નાં રોજ પણ આવો કિસ્સો આવ્યો હતો સામે

માંજલપુર વિસ્તારના પારસનગરમાં ઘરના વાડામાં ગાંજો પકવડાં પિતા – પુત્રની પોલીસે ધરપકડ કરી હતી. માંજલપુર વિસ્તારમાં કોતરતલાવડી પાસે આવેલા પારસનગરમાં રહેતાં મૂળ ઉત્તરપ્રદેશના વતનીરામશંકરગીરી ઉફ મુચ્છડ બલવાનગિરી ગિરી માદકદ્રવ્યનું વેચાણ કરતો 4 ફેબ્રુઆરી 2011માં પકડાયો હતો. જેમાં મકાનમાંથી રૂ. 16,200ની કિંમતનો 2,700 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

47 લાખના ગાંજાનું ખેતર પકડાયું

મહિસાગરના માવાની મુવાડી ગામેથી પોલીસે ગાંજાની ખેતી સહિત રૂ.47,40,000નો માલ જપ્ત કર્યો હતો.  રૂપા ધીરા પગી તેમજ ખાતુ માના પગી નામના ઈસમોના ખેતરોમાંથી આ માલ પકડાયો હતો.

અમદાવાદ સુધી ગાંજો પહોંચે છે

16 ઓગસ્ટ 2018માં ગોતામાં બોલબાલા હનુમાન મંદિરના આશ્રમમાં રૂ.13,468નો 1.914 કિલો ગાંજો પકડાયો હતો. આશ્રમમાં રહેતા પુજારી મહેન્દ્ર નરસિંહ સાધુ અને તેમનો 21 વર્ષનો પુત્ર દશરથ સાધુ સહિત ત્રણની ધરપકડ કરી હતી. પુજારી મહેન્દ્ર મુળ સુરેન્દ્રનગરના ધારીયાળા ગામનો હતો. ગંજો સુરેન્દ્રનગરથી આવતો હતો.

ખેતી કાયદેસર કરો

વૈચારિક ક્રાંતિ માટે જાણીતા શશી થરૂરે માંગણી કરી છે કે ગાંજાની ખેતીને કાયદેસર કરો. તેનો ઉપયોગ પણ માન્ય કરો. તેથી તેની નુકસાની ઓછી થશે, લાસસંયની ફીથી સરકાર અને ખેડૂતની આવક વધશે, ભ્રષ્ટાચાર નહીં રહે, ગુના ઘટશે. વૈશ્વિક સ્તરે કરવામાં આવેલા સંશોધનમાં જણાયું કે ગાંજો અને ભાંગને કાયદાકિય માન્યતા આપવાથી દેશને અને તમામને લાભ થશે. ગાંજાના ફળ( પોશ ડોડવા)માંથી બનતો પવાડર નશાકારક છે જો આ ઉત્પાદનોને લેબોરેટરી ટેસ્ટિંગ કરીને નક્કી કરેલી માત્રામાં જ લોકો સમક્ષ મૂકાય તો તે અન્ય નશાકારક વસ્તુઓની સરખામણીમાં ઓછી નુકસાન કારક છે. જ્યારે ગાંજાના પાનમાંથી બનતું પીણું અનેક પ્રકારના સંક્રમણ રોગ સામે રક્ષણ આપે છે. ભારતીય કાયદામાં 1985માં પહેલી વાર ભાંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. 1961માં ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સ્તર પર નાર્કોટિક્સ ડ્રગ સંઘિ પર હસ્તાક્ષર કર્યા હતા. ગાંજો અને ભાંગ કરતાં ગંભીર વસ્તુ ડ્રગ્સ, તમાકુ, દારૂ છે. તેની સરખામણીમાં ગાંજો અને ભાંગ સ્વાસ્થ્યને ઓછું નુકસાન કરે છે. ખેતી અને વેપાર પરના પ્રતિબંધથી ભારત નુકસાન વેંઠી રહ્યાં છીએ. જવાબદાર ખેડૂતો દ્વારા ખેતી કરાવવી જોઈએ. પાકનું લેબોરેટરી ચકાસણી કરી નક્કી કરેલાં કેન્દ્રો પરથી વેચાણ થવું જોઈએ. હાલમાં આ ઉત્પાદનો મળે તો છે પણ તેની ગુણવત્તાની કોઈ ગેરન્ટી હોતી નથી. આમ થતાં કેટલી માત્રામાં લેવું એ જોખમકારક નથી તે નક્કી થઈ શકશે. ભાંગ અને ગાંજા થકી એક નવા ઉદ્યોગને ઉભો કરી શકાશે. અમેરિકાના કોલોરાડો રાજ્યમાં વર્ષ 2017માં 1.5 બિલિયન ડોલર ખેતપેદાશોનું ઉત્પાદન અને વેચાણ થયું હતું. અમેરિકા અને કેનેડા પણ આ ખેત પેદાશોના ઉત્પાદન અને વેચાણને કાનૂની માન્યતા આપવા કવાયત હાથ ધરી છે. ત્યારે વિશ્વભરમાં આ છોડ સૌથી પહેલા ભારતીય ઉપ મહાદ્વિપમાંથી મળી આવ્યા. તે પછી તેને દુનિયાભરમાં ઉગાડવામાં આવ્યા. તો ભારત આ ક્ષેત્રમાં અગ્રેસર રહેવાની મસમોટી તક ગુમાવી રહ્યું છે.

અન્ય રાજ્યોમાં ખેતી ગુજરાતમાં કેમ નહીં

ભારતમાં તેમ છતાં અનેક રાજ્યોમાં ભાંગ ઉગાડાય છે. જે દવા બનાવવા માટે વપરાય છે. ગુજરાતમાં ખેડૂતોને ઉગાડવાની છુટ નથી તે છૂટ આપવી જોઈએ એવું ગુજરાતના ખેડૂતો કહી રહ્યાં છે.

ગાંજા (કેનાબિસ)ના છોડમાંથી ભાંગ અને ચરસ બને છે.

વૈજ્ઞાનિક નામ

ગાંજાના છોડનું વૈજ્ઞાનિક નામ કેનાબિસ સટાઇવા છે. છોડમાંના સક્રિય રાસાયણિક ઘટકોને કેનાબિનોઇસ કહે છે. કેનાબિસ (ગાંજા)માં 3 મહત્ત્વના કેનાબિનોઇડસ હોય છે, જેમાં ટેટ્રા હાઇડ્રોકેનાબિનોલ, કેનાબિડીઓલ અને કેનાબિનોનો સમાવેશ થાય છે. ગાંજાના છોડામાંથી ભાંગ અને ચરસ પણ મળે છે.

——————–

સરકારો ખેતીના વિકાસ માટે અનેક પ્રકારની સહાયોની જાહેરાતોની બૂમરાણ કરે છે પણ આ એક માત્ર ખેતી એવી છે જે ભૂલથી પણ ખેડૂત કરે તો જેલના સળિયા પાછળ ધકેલાઇ જાય છે. અમેરિકાએ અફીણની ઉત્પાદન અને તસ્કરી કરતા ગણાવેલા પ્રમુખ દેશોમાં ભારતનું પણ સ્થાન છે. અફધાનિસ્તાનને અફીણની ખાણ કહેવામાં આવે છે. કારણ કે, ૯૦ ટકા જથ્થાનું ઉત્પાદન માત્ર અફધાનિસ્તાનમાં જ થાય છે. અફીણની ખેતી અફધાનિસ્તાનના આતંકવાદીઓને મનીપાવર પૂરો પાડવામાં સૌથી મોટું હથિયાર બની ગયું છે. હવે સમય એવો આવી ગયો છે કે, તાલિબાનને ખતમ કરવો હશે તો પૈસારૃપી ઝાડ ગણાતી અફીણની ખેતીને બંધ કરાવવી પડશે. યુનોના અંદાજ પ્રમાણે અફધાનિસ્તાનનો અફીણનો ર્વાિષેક કારોબાર ૩.૪થી ૪.૬ અબજ અમેરિકી ડોલર છે. પરિણામે આતંકવાદીઓની સંખ્યા દિવસે ન વધે તેટલી રાત્રે વધતી જાય છે. બ્રિટીશ નિષ્ણાતોના મતે તાલીબાનો અફિણના ધંધામાં જ વર્ષે ૧૦૦ મિલિયન ડોલર કમાણી કરે છે.

પ્રથમ અફિણ વિગ્રહ ૧૮૩૯ થી ૧૯૪૨ વચ્ચે બ્રીટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને ચીનના કિંવીગ સામ્રાજ્ય વચ્ચે થયું હતુંઃ અફીણથી ભારતના વિદેશ વિભાગને લગભગ ૩૦૦ મિલિયનની કમાણીનો અંદાજઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાપુરમાં ૧૫૦ વર્ષ જૂની ગાઝિયાપુરમાં ફેક્ટરીઃ મંદસોરમાં અફીણની વધતી જતી ખેતી ભારત માટે ચિંતાજનક

અફઘાનિસ્તાન અફિણનું સૌથી મોટું ઉત્પાદક
અફધાનિસ્તાન અફીણનું સૌથી મોટું ઉત્પાદક અફધાનિસ્તાનનો યુદ્ધગ્રસ્ત દક્ષિણપ્રાંત હજુપણ દુનિયાના સૌથી મોટા અફીણના ઉત્પાદક તરીકે ઓળખાય છે. અહીં થનારી અફીણની ખેતી તાલીબાનો માટે આવકનું મુખ્ય સાધન છે. અફધાનિસ્તાનના હેલમંદ પ્રાંતને પણ અફીણનો ગઢ કહેવામાં આવે છે. સામાન્ય રીતે તાલિબાનના કબજાવાળા અફધાનિસ્તાનમાં અફિણની મોટાભાગની ખેતી થાય છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાના નારકોટિક્સ કંટ્રોલ બોર્ડે એવો દાવો કર્યાે હતો કે, અફધાનિસ્તાનમાં અફીણની ૫૦ હજાર હેક્ટરમાં થતી ખેતીને રોકવા પ્રયાસ કર્યેા હતો પરંતુ માત્ર સુરક્ષાના કારણોસર માત્ર ૫૪૮૦ હેક્ટરમાં જ સફળતા મળી હતી.

તાલિબાનને વર્ષે ૨૦૦૦ કરોડની કમાણી
સંયુક્ત રાષ્ટ્ર સંધના અપરાધ કાર્યાલયના અહેલાવો અનુસાર અફદાનિસ્તાનમાં અફીણની ખેતીના ગેરકાયદે ધંધા પર તાલીબાનો દ્વારા લાગતા ફરજિયાત ટેકસથી તેમને વર્ષે ૧૫૦૦થી ૨૦૦૦ કરોડની કમાણી થાય છે. અફીણની ખેતી યુએનનો રિપોર્ટ પણ એ જણાવે છે કે, અફધાનિસ્તાનમાં ૨૦૦૫માં ૨.૫૭ લાખ એકરમાં, ૨૦૦૬માં ૪.૦૭ લાખ એકરમાં,૨૦૦૭માં ૬.૧૦લાખ એકરમાં વાવેતર થયું હતું. જ્યારે ૨૦૦૮માં ૭,૭૦૦ટન અફીણનું ઉત્પાદન થયું હતું. જે ૨૦૦૭માં ૮૨૦૦ ટન કરતાં માત્ર ૬ ટકા ઓછું હતું ૨૦૦૮માં અફિણનું ઉત્પાદન કરતા ૩૪ પ્રાંન્તોમાંથી અફીણની પાંચ પ્રાંન્તોએ ખેતી બંધ કરી હોવાના પણ દાવા કરાયા હતા.

મેક્સિકોમાંથી રૃ. ૭૦૦ કરોડનો જથ્થો પકડાયો હતો
મેક્સીકોમાં માદક દ્વવ્યોની એમાંયે ખાસ કરીને અફીણની ખેતીની હેરાફેરી મોટા પ્રમાણમાં થાય છે. મેક્સીકોમાં થોડા વર્ષેા પૂર્વે ૧.૨ ચોરસ કિલોમીટર એટલે ૩૦૦ એકરમાં ફેલાયેલું એક ખેતર લશ્કરની ટુકડીના પેટ્રોલીંગમાં ઉત્તરના બાજા કોલોફોનિયા વિસ્તારમાંથી મળી આવ્યું હતું. જેની બજાર કિંમત ૭૦૦ કરોડથી પણ વધુની થતી હતી. કોલર્ફોિનયાની ઉત્તરી સરહદે આવેલા આ ખેતરને પ્લાસ્ટિકની ચાદર નીચે ઢાંકી દેવામાં આવ્યું હતું. જેથી હવાઇમાર્ગે પણ તપાસ કરાય તો પમ તે હાથમાં ન આવે અને તેની આજુબાજુગીચ ઝાડીઓ હતી.

વિશ્વના કયા કયા દેશોમાં અફીણની ખેતી..
અફીણની ખેતીમાં અફધાનિસ્તાન વિશ્વમાં મોખરે છે. ત્યારબાદ મ્યાનમાર, લાઓસ, મેક્સીકો, કોલમ્બીયા,બહામાસ, ભારત, પાકિસ્તાન, બોલીવીયા, કોસ્ટારિકા, ડોમિનિક રિપબ્લીકન, ઇક્વાડોક, ગ્વાટેમાલા, હૈતી, હોંડુરસ, જમૈકા, નિકારગુઆ, પનામા, પેરૃ અને વેનેઝુએલા જેવા દેશોમાં થાય છે. મેક્સીકોમાં તો એટલી હદે પરિસ્થીતી ખરાબ છે કે, નશીલા પદાર્થોની તસ્કરી અને તેની સાથે સંડોવાયેલી હિંસામાં અનેકના મોત થઇ ચૂક્યા છે.

અફીણની ખેતીમાં મધ્યપ્રદેશના મંદસોર જિલ્લાનો દબદબો
ભારતમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અફીણની ખેતી થાય છે પણ દેશમાં ઉત્પાદીત થતા કુલ અફીણનો બે તૃતિયાંશ હિસ્સો એકમાત્ર મંદસોર જિલ્લાનો હોય છે. મંદસોરમાં રાત પડતાં જ અફીણમાંથી બનતાં હેરોઇન, બ્રાઉન સુગર અને કોકીનના પદાર્થેા સાથે સંકળાયેલા ગેંન્ગસ્ટરોના ધાડેધાડા મંદસોર જિલ્લામાં ઉતરી પડે છે. મંદસોરમાં પોપીનો પાક લેતા ૩૫ હજાર ખેડૂતોમાંના મોટાભાગના ખેડૂતો પાસે અફીણની ખેતી કરવાના પરવાના છે. અફીણના ખેડૂતોને સરકાર કિલોના માત્ર રૃ.૧૨૦૦ આપવાની વાત કરે છે ત્યાં ડ્રગ માફિયા ખેડૂતો પાસેથી તેના દસ ગણા ભાવે અફિણની ખરીદી કરે છે. ડ્રગ માફિયાઓ પોતાના ગેરકાયદે ધંધા માટે મંદસોરની કંગાળ આદિવાસી જાતીના કંજારના લોકોનો ઉપયોગ કરે છે.
આદીવાસીઓ અફીણ માટે હિંસા પર પમ ઉતરી આવે છે. અને ખેડૂતોની હત્યા કરતાં પણ અચકાતા નથી. હવે ધીમેધીમે મંદસોર જિલ્લામાં પણ અફિણની ખેતી વધી રહી છે.

વિશ્વમાં મંદસોરનું અફિણ ઉત્તમ, અમેરિકામાં મોટાપાયે નિકાસ
અફીણની ખેતી મંદસોરમાં વધી રહી હોવાનું મુખ્ય કારણ એ પણ છે કે, વિશ્વમાં મંદસોરમાં થતા અફિણની તુલના શ્રેષ્ઠમાં ગણાય છે. જેથી અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપનીઓ મોટાભાગનું અફિણ બારોબાર ખરીદી લે છે. જીવન રક્ષક દવાઓ અને અન્ય ઔષધોમાં મંદસોરનું જ અફીણ વપરાય છે કારણ કે અફિણની ગુણવત્તા ધણી સારી હોવાની સાથે ખેડૂતો પોપીના પળમાંથી રસ કાઢવાની પંરપરાગત પદ્ધતિનો ઉપયોગ કરે છે. જેમાં ફળને બે બાજુથી દબાવીને રસને બહાર કાઢવામાં આવે છે. જેમાં ત્રણથી ચાર સપ્તાહનો સમય નીકળી જાય છે.
ઓસ્ટ્રેલીયામાં પણ ભારત જેટલી જ ખેતી થાય છે. પણ ઓસ્ટ્રેલીયમાં પોપીના છોડને મૂળમાંથી મશીનથી કાપી લેવાની પદ્ધતિ છે. પરિણામે ડાળી જે દવાઓની બનાવટમાં ઉપયોગી હોય છે તે કપાઇ જવાથી અમેરિકામાં ભારતનું જ અફિણનો ઉપયોગ વધારે થાય છે.

મંદસોરમાંથી ગેરકાયદે કારોબાર રૃ. ૨૦૦ થી ૩૦૦ કરોડનો
મંદસોરમાં પરવાનેદાર ખેડૂતોએ હેક્ટરદીઠ ફરજિયાત ૫૦ કિલો અફીણનો જથ્થો સરકારનેં વેચવો પડતો હોય છે બાદમાં એક હેક્ટરે એક કિલો પણ વધારે ્ફીણનું ઉત્પાદન થાય તો ખેડૂતો ગેરકાયદે રીતે અફિણ માફિયાઓને વેચી દેતા હોય છે. નાર્કેાટીક્સ વિભાગના તારણ મુજબ એક હેક્ટરે ૬૦થી ૮૦ કિલોગ્રામ સુધીનો પાક પણ મેળવી શકાય છે. આમ ઘણા બધા ખેડૂતો સરકારને ફરજિયાત પણે ૫૦ કિલો અફીણ વેચ્યા બાદ પણ વઘારે ભાવે બાકી અફિણ વેચી શકે છે. જેનો ગ્રકાયદે આંક ૨૦૦થી ૩૦૦ કરોડને પણ પાર કરી જાય છે.

અફિણ માટે પ્રથમ યુદ્ધચીન અને બ્રિટન વચ્ચે થયું હતું
પ્રથમ અફિણ વિગ્રહ ૧૮૩૯ થી ૧૯૪૨ વચ્ચે બ્રીટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને ચીનના કિંવીગ સામ્રાજ્ય વચ્ચે થયું હતું. જેમાં અંગ્રેજો મોટાપાયે અફિણની આયાત કરતા હોવાથી ચીનની મોટાબાગની પ્રજા અફિણની બંધાણી થઇ ગઇ હતી. દરિમયાન ૧૮૩૯માં ચીની સરકારે અંગ્રેજોના કેંટોન ખાતે આવેલા ગોંડાઉનો કબજે લઇ લીધા હતા. પરિણામે અંગ્રેજોએ નૌ સેનાના એક દળને મોકલી આપી યુદ્ધ જાહેર કરી દેતાં ચીનનો પરાજય થયો હતો. જેમાં વધુ પાંચ બંદરો પર વેપાર કરવાની પરવાનગી આપવી પડી હતી. બાદમાં ૧૮૫૬માં ચીન સામે બ્રીટને યુદ્ધ જાહેર કરી દેતાં તેમાં બ્રિટનનો ફાંસે પણ સાથે આપતાં આખરે ચીને બીજી વાર પરાજય સહન કરવો પડયો હતો.

ભારતમાં અફિણની સરકારી ફેક્ટરી ગાઝિયાપુરમાં
ઉત્તરપ્રદેશના ગાઝીયાપુરામાં ૧૫૦ વર્ષ જૂની સરકારી ફેક્ટરી છે. જેમાં પોશડોડામાંથી અફીણને કાઢવામાં આવે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ અફીણના મુખ્ય ઉત્પાદક રાજ્યો હોવાથી ગ્લાલિયરમાં નાકોટિક્સ ડિપાર્ટમેન્ટની મુખ્ય ઓફિસ આવેલી છે. જ્યાં બ્રિટીશ શાસનથી અફિણનું ઉત્પાદન થાય છે.ઉત્તર પ્રદેશના ગાઝીપુર અને મધ્યપ્રદેશના નીમ્બુચમાંથી દર વર્ષે અમેરિકા, જાપાન ઇંગ્લેન્ડ અને ફ્રાન્સમાં અફીણનું રો મટીરીયલ એક્સપોર્ટ થાય છે. પરિણામે ભારતના વિદેશ વિભાગને લગભગ ૩૦૦ મિલિયનની કમાણી થાય છે.

ગુજરાતમાં પોસ ડોડાના વહેપારી

ગુજરાતમાં અફીણ જેમાંથી મેળવાય છે તે પોશ ડોડાની ખેતી પર પ્રતિબંધ છે. એટલે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પોષડોડા અને અફીણ મેળવી સત્તાવાર લાઇન્સધારકોને અફીણ કાઢી લીધા બાદ પોશ ડોડા અપાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં ૧૨ લાખ બંધાણી સામે ગુજરાતમાં ૨૮ હજાર હતા હવે ધીમેધીમે આ આંક ઘટી રહ્યો છે. ગુજરાતમાં આ લાયસન્સ ધારકો મુખ્યત્વે સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છે. – કરણ રાજપુત[:]