ખેડા કોંગ્રેસમાં 25 વર્ષથી એક હથ્થુ શાસાન દિનશા પટેલનું

પણ આ બધું નક્કી કરનારી રાજકીય ટોળકી છે. છેલ્લા 25 વર્ષથી ગુરુ દિનશા અને ચેલો પંકજ દેસાઈ સાથે મળીને નક્કી કરે છે, કે ખેડામાં શું કરવું. કોને મત મળવા જોઈએ અને કોને ન મળવા જોઈએ. દિનશા પટેલ સતત એવું માને છે કે તે સરદાર પટેલના માનસ પુત્ર છે, પણ તે તેનો દંભ છે. સરદાર પટેલ પાસે કોંગ્રેસને માટે મરીફીટવાની તાકાત હતી અને દેશ માટે જીવી બતાવવાની હિંમત હતી. આ બન્નેનો અભાવ દિનશા પટેલમાં છે. તેમણે સરદારની જેટલી સંસ્થાઓ છે તેના હિસાબ જાહેર કરવા જોઈએ અને અમદાવાદના સરદાર સ્મારક સંગ્રહાલયમાં સરદારની કેટલી અસલી ચીજો સચવાયેલી છે તેની યાદી જનતા વચ્ચે વેબસાઈટ પર મૂકવી જોઈએ. જો જ તે સરદારના સાચા વારસદાર કહેવાય છે. બાકી તો તેઓ તમામ અખબારોના માલિકોને ફોન કરીને તેના પત્રકારોને ધમકાવવા માટે જાણીતા છે.

બિમલ શાહ જીતશે તો તેની તાકાત પર

બિમલ શાહને મળવા માટે 45 ઉદ્યોગપતિઓ અને ભાજપ પીડિત લોકો ગયા હતા. આ રીતે પ્રજામાં પણ બિમલ શાહને સરકાર વિરોધી પ્રવાહ હાલ ચાલી રહ્યો છે તે મદદ કરે તેમ છે. અમદાવાદની બે વિધાનસભા બેઠકોના સારા એવા મત હાર્દિક પટેલ અને આશા પટેલ અપાવી શકે તેમ છે. તેથી બિમલ જીતશે તો તેની તાકાતના આધારે પણ દિનશાની તાકાતના આધારે નહીં. અર્બન મતદાર આ વખતે બિમલને મદદ કરશે. દિલીપ મણિ આ વખતે ભરતસિંહ જીતે અંદરથી ઈચ્છી રહ્યાં છે. જેનો સીધો ફાયદો બિમલને મળી શકે છે.

કોંગ્રેસમાં પોતે કહે તે ન કરે એવા કોઈ નવા કે જુના માણસો ન રહેવા જોઈએ એવું દિનશા પટેલ ઈચ્છી રહ્યાં છે. મતદાર આ વધી ખંધી ચાલ સમજી શકતાં નથી. પોતાની મંડળી બંધબારણે નક્કી કરે તે રીતે જ મતનું ગણિત માંડવામાં આવે છે. જેમાં કોંગ્રેસનો ખો નિકળે છે અને દિનશાની ચાલ સફળ થાય છે.

સમાપ્ત

(દિલીપ પટેલ)