ગાંધીનગર ખાતે ધ ડેક્કન સુગર ટેક્નોલોજીસ્ટ એસોસિએશનના 64માં વાર્ષિક સંમેલનનું ઉદઘાટન કરતા રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અને નાણા મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યે ખાંડના ઉત્પાદનમાં રાજ્ય સરકારે ખાંડના ઉત્પાદનમાં સહકારી પ્રવૃત્તિને જ પ્રાધાન્ય આપ્યું છે. ખાનગી ક્ષેત્રને ગુજરાતી ક્યારેય સ્વીકાર્યું નથી. દૂધ અને ખાંડના ઉત્પાદનમાં સહકારી ક્ષેત્રની સફળતા દ્વારા ગુજરાતે દેશભરમાં રાહ ચિંધ્યો છે. દેશભરમાં ખાંડ મીલો પાસે અંદાજે રૂા.23 હજાર કરોડનું ખેડૂતોનું લેણું છે ત્યારે ગુજરાતની એક પણ ખાંડ મીલ પાસે ખેડૂતોનું એક પણ રૂપિયાનું બાકી લેણું નથી. આજ તો ગુજરાતનું વિકાસ મોડેલ છે.
ડી.એસ.ટી.એ. દ્વારા શેરડી અને ખાંડ ઉદ્યોગ માટે સંશોધનાત્મક કાર્યવાહી થઇ રહી છે. દક્ષિણ ગુજરાતમાં ખાંડની મીલો વધુ છે. ખેડૂતોને વેચાણ ભાવ વધુ મળી રહ્યા છે. ગણદેવીની સુગર મીલની 3260 એફ.આર.સી. સામે 3630 પ્રતિ મેટ્રિક ટન વેચાણ ભાવ તથા બારોડોલીની મીલને 2705 એફ.આર.સી. સામે 3302 એફ.આર.સી. મળે છે.
શુક્ષ્મ સિંચાઈ કરીશું
સરકાર દ્વારા માઇક્રો ઇરીગેશનને પ્રાધાન્ય આપીને ડ્રીપ ઇરીગેશન માટે 95 ટકાની સહાય રાજ્ય સરકાર આપી રહી છે. એસોસિએશનના આ 64મા વાર્ષિક સંમેલનમાં 56 જેટલા ટેકનોલોજીકલ સંશોધન પેપર્સ રજૂ થયા છે. શેરડીના ટકાઉ ઉત્પાદનના પ્રયાસોમાં આધુનિક ટેકનોલોજી વિષયક પુસ્તકનું તથા ડી.એસ.ટી.એ. દ્વારા 64થી વધુ રીસર્ચ પેપર્સને સમાવિષ્ટ કરાયેલ પુસ્તકોનું વિમોચન કરાયું હતું. ખેતરોમાં ઘટતી જતી ફળદ્રુપતા અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવાની સમસ્યા છતાં ખેડૂતોએ મહેનત કરી શેરડીનું ઉત્પાદન પ્રતિ એકર 30-35 ટનથી વધારી 45-50 ટન સુધી પહોંચાડ્યું છે. એસોસિએશન ખેડૂતોનું આ ઉત્પાદન 100 ટન પ્રતિ એકર થાય તે માટેના સંશોધન-પ્રયાસો થઇ રહ્યા છે. ખાંડના ઉત્પાદન માટે શેરડી પકવતા ખેડૂતો માટે સંશોધનો, શ્રેષ્ઠ ટેકનોલોજી અને ઓછા પાણીથી વધુ ઉત્પાદન આપતી કૃષિ પદ્ધતિને આપણે અપનાવવી પડશે. તેમણે શેરડીના ઉત્પાદનમાં ઇઝરાયેલ મોડલ આધારિત ખેત પધ્ધતિ અને સૂક્ષ્મ પિયત પદ્ધતિના વધુને વધુ ઉપયોગ પર ભાર મૂક્યો હતો.
ખેડૂતોએ શેરડીનું ઉત્પાદન પ્રતિ એકર 30-35 ટનથી વધારી 45-50 ટન સુધી પહોંચાડ્યું
એક પણ રૂપિયો બાકી નથી
ગાંધીનગર ખાતે ધ ડેક્કન સુગર ટેક્નોલોજીસ્ટ એસોસિએશનના 64માં વાર્ષિક સંમેલનનું ઉદઘાટન કરતા રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અને નાણા મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યે ખાંડના ઉત્પાદનમાં રાજ્ય સરકારે ખાંડના ઉત્પાદનમાં સહકારી પ્રવૃત્તિને જ પ્રાધાન્ય આપ્યું છે. ખાનગી ક્ષેત્રને ગુજરાતી ક્યારેય સ્વીકાર્યું નથી. દૂધ અને ખાંડના ઉત્પાદનમાં સહકારી ક્ષેત્રની સફળતા દ્વારા ગુજરાતે દેશભરમાં રાહ ચિંધ્યો છે. દેશભરમાં ખાંડ મીલો પાસે અંદાજે રૂા.23 હજાર કરોડનું ખેડૂતોનું લેણું છે ત્યારે ગુજરાતની એક પણ ખાંડ મીલ પાસે ખેડૂતોનું એક પણ રૂપિયાનું બાકી લેણું નથી. આજ તો ગુજરાતનું વિકાસ મોડેલ છે.
ગુજરાતમાં એકાદ કરોડ મેટ્રિક ટન શેરડીનું પિલાણ થાય છે અને દસ લાખ મેટ્રિક ટન ખાંડ બને છે.
ઈથેનોલ-સ્પીરીટનો ઉપયોગ વધારીશું
ખાંડ ઉદ્યોગમાં શેરડીના પિલાણ બાદ ખાંડ ઉપરાંત જે ઈથેનોલ – સ્પીરીટ જેવી બાયપ્રોડક્ટ મળે છે તેના શ્રેષ્ઠ ઉપયોગ અને અન્ય વેલ્યુ એડિશન દ્વારા ખેડૂતોને વધુ ને વધુ વળતર મળે તેવા પ્રયાસો થશે.
ગુજરાતની બારડોલીની સુગર મીલ એશિયાની સૌથી મોટી મીલ છે.
ઓર્ગેનીક ખાંડ પેદા કરો
લોકોમાં ઓર્ગેનીક ખાંડનો વપરાશ વધે અને ખેડૂતો ઉત્પાદન વધારે તો ચોક્કસ ફાયદો થશે અને આવક વધશે. ડી.એસ.ટી.એ. દ્વારા શેરડી અને ખાંડ ઉદ્યોગ માટે સંશોધનાત્મક કાર્યવાહી થઇ રહી છે. દક્ષિણ ગુજરાતમાં ખાંડની મીલો વધુ છે. ખેડૂતોને વેચાણ ભાવ વધુ મળી રહ્યા છે. ગણદેવીની સુગર મીલની 3260 એફ.આર.સી. સામે 3630 પ્રતિ મેટ્રિક ટન વેચાણ ભાવ તથા બારોડોલીની મીલને 2705 એફ.આર.સી. સામે 3302 એફ.આર.સી. મળે છે.
ઉત્પાદન 100 ટન પ્રતિ એકર કરીશું
સરકાર દ્વારા માઇક્રો ઇરીગેશનને પ્રાધાન્ય આપીને ડ્રીપ ઇરીગેશન માટે 95 ટકાની સહાય રાજ્ય સરકાર આપી રહી છે. એસોસિએશનના આ 64મા વાર્ષિક સંમેલનમાં 56 જેટલા ટેકનોલોજીકલ સંશોધન પેપર્સ રજૂ થયા છે. શેરડીના ટકાઉ ઉત્પાદનના પ્રયાસોમાં આધુનિક ટેકનોલોજી વિષયક પુસ્તકનું તથા ડી.એસ.ટી.એ. દ્વારા 64થી વધુ રીસર્ચ પેપર્સને સમાવિષ્ટ કરાયેલ પુસ્તકોનું વિમોચન કરાયું હતું. ખેતરોમાં ઘટતી જતી ફળદ્રુપતા અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવાની સમસ્યા છતાં ખેડૂતોએ મહેનત કરી શેરડીનું ઉત્પાદન પ્રતિ એકર 30-35 ટનથી વધારી 45-50 ટન સુધી પહોંચાડ્યું છે. એસોસિએશન ખેડૂતોનું આ ઉત્પાદન 100 ટન પ્રતિ એકર થાય તે માટેના સંશોધન-પ્રયાસો થઇ રહ્યા છે. તેમ આ કાર્યક્મમાં જણાવ્યું હતું.
સરકાર અને સહકારી ક્ષેત્રના આ દાવા કરતાં ખેડૂતોની અત્યંત ખરાબ હાલત જોવા મળે છે.
સરકારના દાવાથી વાસ્તવિકતા સાવ જૂદી છે
રાજ્ય સરકાર વિકાસનો દાવો કરી રહી છે. પણ વાસ્તવિકતા તો સાવ જૂદી જોવા મળી રહી છે. દેશના 3 ટકા 1.8 લાખ હેક્ટરમાંશેરડી ગુજરાત પકવે છે. નવસારી, વલસાડ, ભરૂચ, જૂનાગઢ, ભાવનગરમાં સૌથી વધારે શેરડી પાકે છે. 9.5 મીલીયન ટન શેરડી પકવીને ગુજરાત 7માં નંબરનું રાજ્ય સમગ્ર દેશમાં છે.
બારડોલી- દક્ષિણ ગુજરાતની 12 શુગર ફેકટરીઓમાં બારડોલી અને ગણદેવી શુગર ફેકટરીએ 134 દિવસ શેરડી પિલાણ સાથે સૌથી વધુ શેરડી પિલાણ અને રીકવરી મેળવી છે. ગણદેવી શુગર અને બારડોલી શુગર ફેકટરીએ 143 દિવસ શેરડી પિલાણ થયું હતું. અન્ય 10 શુગર ફેકટરીમાં અગાઉથી શેરડી પિલાણ પૂર્ણ થઇ ગયું હતું. ગયા વર્ષે ચોમાસુ અનિયમિત રહેતા શેરડી ઉત્પાદન સરેરાશ ઓછું રહ્યું છે. શેરડીનું એકર દીઠ ઉતાર ઓછો રહેતા તમામ શુગર ફેકટરીએ દિવાળીના તહેવાર બાદ શરૃ કરેલા શેરડી પિલાણ સમયે નક્કી કરેલા લક્ષ્યાંક પૂર્ણ થઇ શક્યો નથી. તમામ શુગર ફેકટરીને શેરડી પુરવઠો ઓછો મળ્યો છે. શેરડી ઉત્પાદન સાથે બળેલી શેરડીનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધી ગયું હતું. જેની સીધી અસર ખાંડના ઉત્પાદનમાં થઈ હતી. ખાંડની રીકવરી જે શુગર ફેકટરીની નીચી રહી છે તે શુગર ફેકટરી શેરડીના ભાવમાં પણ મોટો તફાવત રહેશે તે નિશ્ચિત છે.
2018 માર્ચમાં, ખાંડની કિંમત 23% ઘટી હતી
આ વર્ષે સમગ્ર દેશમાં શેરડીનું બંપર ઉત્પાદન થતાં ખાંડની કિંમતમાં ઘટાડો થયો. ગત વર્ષની સરખામણીમાં ગુજરાતમાં ખાંડનો ભાવ પ્રતિ ક્વિંટલે 900 રૂપિયા એટલે કે 23 ટકા જેટલો ઘટ્યો હતો. ગુજરાત સરકારના અંદાજ પ્રમાણે આ વર્ષે 10 લાખ ટન શેરડીનું ઉત્પાદન થશે. ગયા વર્ષે 7 લાખ ટન શેરડીનું ઉત્પાદન થયું હતું. ગુજરાતના હૉલસેલ માર્કેટમાં ખાંડ 3,000 રૂપિયે વેચાઈ રહી છે. ગયા વર્ષે આ જ સમય દરમિયાન હૉલસેલ માર્કેટમાં ખાંડ પ્રતિ ક્વિંટલ રૂ.3900ના ભાવે વેચાઈ હતી. ભાવ ઘટવાનું કારણ આ વર્ષે સમગ્ર દેશમાં 43 ટકા વધુ થયેલું શેરડીનું ઉત્પાદન છે.
બારડોલી શુગર કૉ-ઓપરેટીવ મીલમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે શેરડીનું ઉત્પાદન વધુ થયું છે. 56 હજાર એકરમાં શેરડી પાકી છે. ખેડૂતોને પ્રતિ 100 કિલોએ 3,954 રૂપિયા ભાવ આપ્યો હતો. 2018માં વધુ ઉત્પાદન થતાં આ કિંમતમાં 700-800 રૂપિયાનો ઘટાડો કરાયો હતો. 300 લાખ ટન ઉત્પાદન સામે 250 લાખ ટન શેરડી થઈ હતી.
શું થયું વીજ મથકનું
ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ દ્વારા રૂ.2200 કરોડનો 450 મેગા વોટ વીજળીનો પ્લાંટ બગાસથી ચાલે તે માટે 2010માં જાહેરાત કરાઈ હતી. જેના હજુ કોઈ ઠેકાણા નથી. રાજ્ય સરકારે તે પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. 3500 ટન શેરડી પીલાણ કરતી સુગર ફેક્ટરી 200 મેગાવોટ વીજળી પેદા કરી શકે છે. 2007માં આ દરખાસ્ત ગુજરાત સરકારને મોકલીને વીજળીના ટેરીફ સુધારી આપવા માટે કહ્યું હતું પણ તેમાં ખેડૂતો અને રાજ્યના હિતમાં કંઈ થયું નથી.
2008-09માં 17 ખાંડ સહકારી ફેક્ટરી હતી. વર્ષે 94.07 લાખ ટન શેરડીનું પીલાણ થતું હતું. 09-10માં 1.30 કરોડ શેરડીનું પીલાણ થયું હતું.
ઈથોલીન પણ નહીં
શેરડીમાંથી બનતા પેટ્રોલિયમ પ્રોડક્ટ ઇથેનોલનું ઉત્પાદન દેશમાં વધી રહ્યુ છે. દેશમાં એક સમયે ઇથેનોલનું માત્ર 40 કરોડ લીટર ઉત્પાદન થતુ હતુ. જે હવે વધીને 160 કરોડ લીટર થયું હતું. ઇથેનોલની કિંમત પ્રતિ લીટર રૂ.2.85 વધીને રૂ.43.70 થઇ છે. ઇથેનોલને પેટ્રોલ અને ડિઝલ સહિતના ઇંધણમાં મિક્સ કરવામાં આવે છે. આપણા દેશમાં 10 ટકા સુધી ઈંધણમાં ઇથેનોલ ઇંધણમાં મિક્સ કરી શકાય છે. જોકે, ઇથેનોલના ઓછા ઉત્પાદનના કારણે હાલ સરેરાશ 4 ટકા ઇથેનોલ જ ઇંધણમાં મિક્સ કરી શકાય છે. ઇથેનોલનું ઉત્પાદન વધે તો ખાંડ ઉદ્યોગની સાથે શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ ફાયદો થઈ શકે પણ કેન્દ્ર અને ગુજરાત સરકાર એવું કરતી નથી.
64 લાખ ટન ખાંડ પડી રહી
ઓક્ટોબર 2017માં 39 લાખ ટન ખાંડનું ઉત્પાદન સાથે 2017 અને 2018નું ઉત્પાદન 295 લાખ ટન થતા કુલ ઉત્પાદન 334 લાખ ટન થયું છે. જેમાં સમગ્ર દેશની જરૂરિયાત 250 લાખ ટન છે. જેમાં 84 લાખ ટનની બચત છે. જેમાં સરકારે એક્ક્ષપોર્ટ માટે માત્ર 20 લાખ ટનની મંજુરી આપી છે. ચોખ્ખી બચત તરીકે બફર સ્ટોક 64 લાખ ટન આવે છે.
ખોટનો ધંધો
ગયા વર્ષે જૂનાગઢના તાલાળા પંથકના શેરડી પકવતા ખેડૂતો રૂ.3500 થી રૂ.4000ના ભાવે કિંમતી બિયારણનું વાવેતર કરી શેરડીનો પાક તૈયાર કર્યો પણ પાક તૈયાર થતા શેરડીના ભાવ તળીયે બેસી ગયા છે. આજે એક ટન શેરડીનો ભાવ માત્ર રૂ. બે હજાર આસપાસ થઇ ગયા છે. જે ખેડૂતોને આર્થિક ફટકો આપે છે. તાલાળા -કોડીનાર અને ઉના તાલુકામાં તૈયાર થતો ગોળ સહિતનો પાકા માલની જોઇએ તેટલી નિકાસ થતી નથી, વ્યાપારી જગતમાં પણ માલ ખરીદવા ઉત્સુકતાનો અભાવ હોય પાકા માલના વેંચાણમાં મંદીના કારણે શેરડીની બજાર ઘટી ગઇ હોવાનું કહેવાય છે. તાલાળા પંથકમાં આ વર્ષ અંદાજે એક લાખ ટન શેરડીના પાક સાથે કોડીનાર અને ઉના તાલુકા સહિત ગિર સોમનાથ જિલ્લામાં ચારથી પાંચ લાખ ટન શેરડીનો પાક તૈયાર થવા અંદાજ હતો. મગફળી અને કપાસમાં સરકારે રાહત આપી પણ શેરડીમાં રાહત આપી ન હતી.
ખાંડ ફેક્ટરીઓ બંધ થઈ
સૌરાષ્ટ્ર ઝોનમાં છ ખાંડ ફેકટરી હતી જે પૈકી ધોરાજી, તળાજા અને ગાવડકા ફેકટરીઓ નામ શેષ થઇ ગઇ બાકી રહેતી તાલાળા-ઉના અને કોડીનાર ત્રણેય ખાંડ ફેકટરીઓ બંધ છે. સરકારે કોઈ જ મદદ ન કરી. ખાંડ ફેકટરીઓ બંધ થતાં માત્ર ગોળ જ બને છે. ગોળમાં મંદી રહે છે.
ગોળનું ઓછું ઉત્પાદન
સૌરાષ્ટ્રમાં ગોળનું ઉત્પાદન અંદાજે 60 ટકા જેટલું ઘટવાનો અંદાજ બહાર આવ્યો છે. તાલાલા, કોડીનાર અને સુરત એમ કુલ મળીને માંડ માંડ 22-25 લાખ ડબા ગોળ બને છે. અગાઉના વર્ષમાં ઉત્પાદનનો આંકડો 60-65 લાખ ડબા જેટલો રહેતો હતો. સૌરાષ્ટ્ર-સુરત લાઇનમાં ગોળ ઉત્પાદકોને ટન દીઠ રૂ. 2800-3000માં શેરડી મળી રહી છે, 2016-17માં રૂ. 1200થી 1400 સુધી મળી હતી. ગોળ ઉત્પાદકો ચેક દ્વારા પેમેન્ટ કરે છે એટલે ખેડૂતોને તે હજુ પસંદ નથી. ખાસ કરીને નાના સેન્ટરો અને પછાત વિસ્તારના ખેડૂતો હજુ ય રોકડાંનો આગ્રહ રાખે છે. ગોળ ઉત્પાદકોની સ્થિતિ આ વખતે કપરી છે. સોમનાથ જિલ્લામાં તાલાલા અને કોડીનાર વિસ્તારમાં આશરે 300 જેટલા કોલા શરું થતા હોય છે તેના સ્થાને ફક્ત 100થી 110 કોલા શરું થયા હતા. એ પણ ફેબ્રુઆરી સુધીમાં ઉત્પાદન બંધ કરી દે એમ છે. સુરત લાઇનમાં પણ સામાન્ય કરતા પચ્ચાસ ટકા કોલા શરું થયા છે. સામાન્ય રીતે સિઝન એપ્રિલ સુધી ચાલતી હોય છે. 2015-16માં ગુજરાતમાં 35 લાખ ડબાનો સ્ટોક થયો હતો. ગોળનો ભાવ જથ્થાબંધ બજારમાં પ્રતિ કિલો રૂ. 28-29માં મળે છે.