લોકસભાની ચૂંટણીમાં મત આપવા માટે પ્રચાર માટે વાંકાનેરના પલાસ ટામે ભાજપના નેતા સાંસદ મોહન કુંડારીયાને પ્રજાના પ્રશ્નોના કારણે ઘણા કડવા અનુભવ થાય છે. રાજકોટના સાંસદ મોહન કુંડારિયા જયારે ખેડૂતો સાથે વાતચીત કરતી રહ્યા હતા ત્યારે ખેડૂતોએ પાક વિમાની વાત કરતા રાજકોટના મોહન કુંડારિયા ભડકી ઉઠયા હતા. તમારે રજૂઆત કરવી હોય તે ગુજરાત સરકારને કરો તેમ કહીને તેઓએ ચાલતી પકડી હતી. ત્યારે ખેડૂતોએ કહ્યું હતું કે, ગુજરાત સરકાર પણ તમારી જ છે. તેમે તેને અમારા પ્રતિનિધિ તરીકે કેમ પસંદ કરી ન શકો. ભાજપ માટે અમે 22 વર્ષથી સાયકલ પર ફરીને તૂટી મર્યા છીએ ત્યારે પાક નિષ્ફળ ગયો હોવાથી તમે અમેને આમારા કાયદેસરના હક્કના પૈસા પણ આપતાં નથી. આવું કહેતાં કુંડારીયા વધું સાંભળવા તૈયાર ન થયા અને તમે આ માટે જ આવ્યા છો એવું કહીને તેમણે ચાલતી પકડી હતી.
મોહન કુંડારિયા અકળાઈ ગયા હતા અને તેઓએ ખેડૂતોને ઉડાવ જવાબ આપ્યો હતો. ખેડૂતોએ પાક વીમાના પ્રશ્ન કર્યા હતા ત્યારે મોહન કુંડારિયાએ કહ્યું કે, તમારે આજ વાત કરવાની છે, આ બધું ગુજરાત સરકારને કહો, વીમો ગુજરાત સરકારે આપવાનો છે મારે નથી આપવાનો. પાક વિમાની જવાબદારી તમારા ધારાસભ્યની છે, ત્યારે અન્ય એક ખેડૂતે કહ્યું હતું કે, 1995 પહેલાની પરિસ્થિતિ અને અત્યારની અમારી પરિસ્થિતિ શું ફરક છે. ત્યારે મોહન કુંડારિયાએ કહ્યું કે, અત્યારની પરિસ્થિતિ સાત ગણી સારી છે. ખેડૂતે કહ્યું કે અમારી હાલત વધું ખરાબ થઈ છે. તેમારા નેતૃત્વના કારણે થયું છે. અમારી વાત સાંભળો. ખેડૂતોના સવાલથી અકળાઈ ગયેલા સંસદે વધુમાં કહ્યું કે, તમે ગાંડાઈ કરવા આવ્યા છો, હું 36 વર્ષથી માણસ ચારુ છું. તમારા બોલવા પરથી મને ખબર પડી જાય કે, શું વાત કરવાની હોય, વાત કરવાની કોઈ થીયરી હોઈ કંઇક.
મોહન કુંડારીયા ગેંગેંફેંફેં થઈ ગયા હતા. ખેડૂતો પાક વિમાનો મુદ્દો ઊઠાવે છે અને બાકી લેણા અંગે કુંડારિયા જવાબદારીમાંથી હાથ ખંખેરતાં દોષનો ટોપલો ગુજરાત સરકાર ઉપર ઢોળી નાખ્યો હતો. પાક વિમો આપવાની જવાબદારી મારી નહીં પણ ગુજરાત સરકારની છે. સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારને રજૂઆત કરવા કહ્યું હતું. ખેડૂતોના પ્રશ્નોથી ભેખડે ભરાયા બાદ કોઈ રસ્તો ન બચતાં મોહન કુંડારિયા ઉભા થઈને ચાલતી પકડી હતી. સાંસદના આવા વર્તનથી ખેડૂતો પણ ડઘાઈ ગયા હતા. સાહેબ આ તમારી રીત છે ? જેના જવાબમાં કુંડારિયા કહે છે કે, તમે ગાંડાઈ કરવા આવ્યા છો. હું માણસનો ચહેરો જોઈ કહી દઉ છું કે, તમારી કહેવાની રીત જ સાચી નહોતી.
આટલું કહીને તેઓ રીતસર અહીંથી ભાગ્યા હતા. ખેડૂતો બુમો પાડતાં રહ્યાં હતા. મોહન કુંડારીયા એ જણાવ્યું હતું કે વાઇરલ થયેલ વિડીયો 4 વર્ષ પહેલાનો છે. તે વિડીયો કલાવડી ગામનો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોહન કુંડારિયાને પ્રધાન બનાવાયા પણ પછી પરસોત્તમ રૂપાલાને રાજ્યસભામાં લઈ જઈને તેમને કૃષિ રાજ્ય પ્રધાન બનાવાયા છે.
મોહન કુંડારિયા ટંકારાથી ચાર વાર ધારાસભ્ય ચૂંટાયા હતા.
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કુંડારિયા ગ્રામ વિકાસ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન હતા. ત્યારે પણ તેમના નામના અનેક વિવાદો થયા હતા.
2014ની લોકસભાની ચૂંટણી અગાઉ એક યોગ પ્રદર્શનમાં રાજકોટમાં એક શાળાના બાળકોની પીઠ પર કુંડારિયા ચાલતા હોય તેવા વિડિયોના પગલે વિવાદ થયો હતો. જેની ચર્ચા સમગ્ર દેશમાં દિવસો સુધી થઈ હતી.