રાજયના જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે ત્યાં ખેડૂતોને વધુ બે કલાક માટે કૃષિલક્ષી વીજ પુરવઠો પુરો પડાશે. જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે ત્યાં જરૂર પડશે ત્યાં સુધી ખેડુતોને હાલ જે વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે એમાં આ બે કલાક નો વધારો કરાયો છે. આ વધારાનો વીજ પુરવઠો ખેડૂતોને આપવા માટે રૂપિયા ૩૦૦ થી ૫૦૦ કરોડની સબસીડી રાજય સરકાર ખેડૂતો વતી ભોગવશે. હાલ કેટલા કલાક વિજળી ગુજરાતના ખેડૂતોને આપવામાં આવે છે તે અંગે ઊર્જા વિભાગે જાહેર કરવાનું ટાળ્યું છે. ખરેખર તો ખેડૂતોને રાતના સમયે માંડ 4 કલાક વીજળી ખેતરોમાં મળે છે. જ્યાં જમીનની અંદર પાણી જ નથી ત્યાં ખેડૂતોને બે કલાક વધું વિજળી આપવાનું કોઈ કારણ નથી.