ખેતીના પાકોને થયેલા ભારે નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો

રાજકોટ,તા.૭ : રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને માહિતી  આપતા જણાવ્યુ  હતું કે, કમોસમી પડેલા તબક્કાવાર વરસાદ અંગે ખેતીના પાકને કુલ કેટલુ નુકશાન થયું છે તેનો  સર્વે શરૂ કરી દેવાયો છે અને એક સપ્તાહમાં રીપોર્ટ આપવા પણ ડીડીઓને જણાવ્યું છે. રાજકોટ જીલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ખેતીના વિવિધ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતુ.  કારણ કે વળતર માટે આજ સુધીમાં કલેકટર તંત્ર સમક્ષ રર હજાર અરજીના ઢગલા થયા છે. કલેકટરે ઉમેર્યું હતું કે રર હજાર અરજી આવી છે, આથી વિમા કંપનીના અધિકારી, ખેતીવાડી ખાતાના અધિકારી, જીલ્લા વિકાસ અધિકારીના પ્રતિનિધિ સાથે રહીને તાલુકા વાઇઝ સર્વે કરી રહ્યા છે, તાલુકા વાઇઝ બાયફરકેશન નુકશાન અંગે હવે થશે. ખેડૂતોના કલેઇમ અંગે તેમણે જણાવેલુ કે એક અઠવાડિયામાં રીપોર્ટ આવ્યા બાદ વધુ કરી શકાશે. પાછલા બે દિવસમાં  મહા વાવાઝોડાને કારણે પડેલા વરસાદથી થયેલુ નુકશાનને પણ આમાં આવરી લેવાશે કે કેમ તે અંગે કલેકટરે જણાવ્યું હતું કે આ અંગે સરકારનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.