ખેતીના વિકાસમાં સિંચાઈ બંધની ભૂમિકા

9 JANUARY 2013
દેશના કૃષિ વિકાસમાં ડેમના પાણીનો ફાળો પણ ખૂબ જ મહત્ત્વનો છે. નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી ગણાય છે. જેના પાણી છેક રાજસ્થાનથી લઈને કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પહોંચી રહ્યા છે. વાવેતરને નવજીવન આપતા ડેમ સિંચાઈની સગવડો, પાણી પૂરી પાડવાની સાથે વીજળી અને પીવાનું પાણી પૂરું પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતના મુખ્ય પાંચ ડેમો કે જે દેશના ૧૪ રાજ્યના કૃષિ વિકાસ સાથે આડકતરી રીતે જોડાયેલા છે. જેનાથી રાજ્યોનો કૃષિ વિકાસ દર ઊંચકાઈ રહ્યો છે.

૬૧ માળની ઊંચાઈ ધરાવતો ભારતનો સૌથી મોટો તહેરી ડેમ
ભાખરાનાંગલ ડેમ જેની ઊંચાઈ ૨૨૫ મીટર એટલે ૭૪૦ ફૂટ છે. જે એશિયાનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ
હીરાકુંડ ઓરિસ્સાના સાંબલપુર વિસ્તારમાં બંધાયેલ ભારતનો ત્રીજા નંબરનો મોટો ડેમ
નાગાર્જૂન સાગર આંધ્રપ્રદેશમાં હૈદરાબાદથી ૧૫૦ કિમી દૂર નાલગોન્ડા જિલ્લાના નાગાર્જુન સાગરમાં ક્રિષ્ણા નદી પર બંધાયેલ છે.
સરદાર સરોવર ડેમ નર્મદા નદી પર બંધાયેલ ગુજરાતનો સૌથી મોટો ડેમ.

૬૧ માળની ઊંચાઈ ધરાવતો ભારતનો સૌથી મોટો તહેરી ડેમ
૬૧ માળની બિલ્ડીંગ સામે ઉભા રરી તેના સૌથી છેલ્લા માળને જોવાની આપણે કોશિશ કરીએ ત્યારે કદાચ એટલી દૂર સુધી આપણી નજર ન પહોંચે તેવી સ્થિતી તહેરી ડેમ જોવા તેની તળેટીમાં ઊભા રહેનારની થાય છે. ઉત્તરાખંડ રાજ્યમાં ઉત્તરાંચલ ટીહરી પાસે ગંગા નદીની પ્રમુખ સહયોગી ભગીરથી નદી પર બાંધવામાં આવેલો તહેરી ડેમ ભારતનો સૌથી મોટો અને વિશ્વનો પાંચમા નંબરનો સૌથી મોટો ડેમ છે. જેની ઊંચાઈ ૨૬૧ મીટર છે. આ બંધમાંથી સરકાર ૨૪૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન સરકાર કરે છે. જ્યારે ૨.૭૦ લાખ હેક્ટર જમીનને સિંચાઈ પૂરી પાડવાની સાથે આ ડેમ રોજ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યને ૧૦૨.૦૨ કરોડ લીટર શુદ્ધ પાણી પૂરું પાડે છે. ડેમની લંબાઈ ૧૮૮૬ ફૂટ છે.જ્યારે ડેમના પાણીનો ઘેરાવો પર સ્ક્વેર કિલોમીટર છે. તહેરી ડેમ માટે સૌથી મોટો વિવાદ એ છે કે તે ભૂકંપગ્રસ્ત ઝોન વિસ્તારાં આવેલો છે. ૧૯૯૧મં આ વિસ્તારમાં ૬.૮ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેનું એપી સેન્ટર ડેમથી ૫૦૦ કિલોમીટર દૂર જ હતું. ડેમની ડિઝાઈન જ એ પ્રકારની છે કે આ વિસ્તારમાં ૮.૪ ની તીવ્રતાનો ભૂકંપ આવે તે પરિસ્થિતિમાં પણ ડેમને અસર ન થાય. તેમ છતાં આ ડેમને લઈને લોકોમાં હજુ પણ છુપો ભય છે.

ભાખરાનાંગલ ડેમ

ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ હિમાચલ પ્રદેશમાં સતલજ નદી પર બિલાસપુરા જિલ્લાના ભાખરા ગામમાં બંધાયેલો ભાખરાનાંગલ ડેમ છે. જેની ઊંચાઈ ૨૨૫ મીટર એટલે ૭૪૦ ફૂટ છે. જે એશિયાનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમ બાંધવાની ૧૯૧૯માં પરિયોજના રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો. પણ તેનો અમલ ભારત આઝાદ થયા બાદ ૧૯૫૪માં જવાહરલાલ નહેરુએ બંધનું ઉદ્ઘાટન કર્યું હતું. અને ૨૨ ઓક્ટોબર ૧૯૬૩માં બંધને રાષ્ટ્રને સર્મિપત કર્યો હતો. આ ડેમના પાણીથી પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનની ૪૦.૪૬ લાખ હેક્ટર જમીનને સિંચાઈની સગવડ પૂરી પાડે છે. જ્યારે ૨૮૦૪ મેગાવોટ વીજળી પૂરી પાડે છે. ભાખરા નાંગલ ડેમથી સાત રાજ્યોને પાણી અને વીજળીનો લાભ મળે છે.