અમદાવાદ, 13 જાન્યુઆરી 2020
ગુજરાતના ખેડૂતો કેટલું ભણેલા છે તે અંગે વ્યાપક સરવે કરાયો હતો તેમાં એવું બહાર આવ્યું હતું કે 1 હેક્ટરથી નીચે જમીન ધરાવતાં 18.14 લાખ ખેડૂતોમાંથી 5.22 લાખ ખેડૂતો અભણ હતા. બીજા ખેડૂતો ભણેલા હતા. કૂલ 49 લાખ જમીન ધારકોમાંછી 13.86 ખેડૂતો અભણ હતા.
આ બધામાં એક બાબત એવી બહાર આવી છે કે, 49 લાખ ખેડૂતોમાંથી 85 હજાર ખેડૂતો જ ગ્રેજ્યુએટ અથવા તેનાથી વધું ભણેલાં જોવા મળ્યા છે. 5 ધોરણ સુધી 15 લાખ, મિડલ શિક્ષણ 11 લાખ, માધ્યમિક શાળા સુધી 4.20 લાખ, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ 3.27 લાખ, ડિપ્લોમાં અને નીચેની ડ્રીગ્રી 40 હજાર ખેડૂતો હતા.
આમ ભણેલા ખેતી કરતાં નથી. તેથી મુશ્કેલી એ આવે છે કે ખેતરમાં વપરાતાં કેમિલક, જંતુનાશક દવા, રાસાયણિક દવા, બિયારણો અને એવા ફેક્ટરીના ઉત્પાદનોની સૂચનાઓ અને કન્ટેન્ટનું લખાણ અંગ્રેજીમાં હોય છે. જે ખેડૂતો સમજી શકતાં નથી. તેથી તેના પરનું લખાણ હિન્દી કે અંગ્રેજી ફરજિયાત કરવું જોઈએ એવું ખેડૂતો માંગણી કરી રહ્યાં છે.
નાની જમીન હોય તે ખેડૂતો ગ્રેજ્યુએટ 1 ટકો ખેડૂત જ છે. મોટી જમીન ધરાવતાં હોય એવા 3 ટકા ખેડૂતો ભણીને ખેતર સંભાળે છે. વસતી ગણતરીના આધારે વિશ્લેષણ કરીને ગુજરાતના કૃષિ વિભાગે તૈયાર કરેલાં અહેવાલ હવે સત્તાવાર રીતે ખેતીમાં કેટલાં ભણેલા અને અભણ કામ કરે છે તે અંગે વિગતો બહાર આવી છે.
આમ અક્ષરજ્ઞાન હોવાના કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. એક હેક્ટરથી ઓછી જમીન ધરાવતાં ખેડૂતો ગરીબ હોવાથી તેઓ ભણી શકતા નથી અને ભણે છે તો તેઓ સારી નોકરી મેળવી શકતા ન હોવાથી અથવા ધંધો ન કરી શકતાં હોવાથી તેઓ વધું ગરીબ બને છે. આવકના અન્ય સાધનો ન હોવાથી જમીનની આવક તેમને પેટનો ખાડો પૂરવામાં જાય છે.
ગુજરાતી
English




