બગસરાના બાલાપુર ગામે ખેતતલાવડી બનાવવાના નામે લાખો રૂપિયાનું કૌભાંડ થયું હોય આરટીઆઈ એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ અમરેલી એસીબીના અધિકારીને પત્ર પાઠવીને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. મળતીયાઓનાં નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર જમીન વિકાસ નિગમનાં હાલ નિવૃત્ત થયેલ અધિકારી સામે ગંભીર આક્ષેપ છે.
પત્રમાં જણાવેલ છે કે, સમગ્ર ગુજરાત રજયમાં જમીન વિકાસ નિગમ લી. (જી.એલ.ડી.સી.)ના દ્વારા ખેત તલાવડીઓ અને ચેકડેમોના તેમજ તળાવ ઉંડા ઉતારવાના અનેક જિલ્લાઓમાં કૌભાંડો અધિકારીઓ અને તેમના મળતિયાઓ દ્વારા આચરવામાં આવેલ જે સબબની ગુજરાત રાજયમાં અનેક ફરિયાદો એસીબી દાખલ કરાયેલ છે. અને આ રાષ્ટ્રીય નાાણાના ભ્રષ્ટાચાર આચરનારની સામે તપાસ ચાલુ હોઈ આવું જ અન્ય જિલ્લાઓની જેમ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોજે બાલાપુરગામમાં ચેકડેમ તલાવડીના કામમાં જમીન વિકાસ નિગમ લી. અમરેલીના અધિકારીઓના મેળાપીપણાની મોજે બાલાપુર તાલુકો બગસરા ગામની ગૌચરની સરકારી જમીન સર્વે નં. ર9ર/1એ, માં સીમ તલાવડી 1 થી 3 માટે તારીખ ર7/7/17ના રોજ ચેક દ્વારા રીટાબેન આર. પાદરીયાને રૂા. 10,30,પ09/- અને એના એજ સર્વે નંબરમાં 3 વોટર હાર્વેસ્ટર માટે મનોજભાઈ પી. પાદરીયાને તારીખ ર0/7/17ના રોજ ચેક દ્વારા રૂા. 11,74,ર9પ/- ચુકવવામાં આવેલા અને સર્વે નં ર73/ઉક્ષ્ માં ત્રણ ચેકડેમ માટે તા.રર/3/18ના રોજ ચેક દ્વારા અજય રમેશભાઈ હીરપરાને રૂા. 11,7ર,0પ4/- અને તેના સર્વે નંબરમાં ત્રણ સીમતલાવડીઓ માટે તા.ર7/7/17ના રોજ ચેક દ્વારા રૂા. 9,48,7ર6/- હીનાબેન પી. પાદરીયાને ચુકવેલ છે. અને સર્વે નં. ર64/1, માં સીમ તલાવડી માટે તા.ર0/4/17ના રોજ ચેક દ્વારા મિલન ભગવાનભાઈ ભૂતને રૂા. 4,49,631/- ચુકવેલા છે. આમ કુલ મળી રૂપિયા 47,7પ,ર1પ/-ની રકમ ચુકવી આપવામાં આવેલી છે. સ્થળ ઉપર તપાસ કરતા આવા પ્રકારના કોઈ કામોનું કોઈ પ્રકારનું અસ્તિત્વ જ નથી. પરંતુ જે સમયના ફિલ્ડ ઓફિસર સરકારી નાણામાં ભ્રષ્ટાચાર કરવાની કોઠાસુજથી ચોખ્ખે ચોખો પોતાના મળતિયા અને ફેમીલી મેમ્બરના નામે ચુકવી અને તેનો સીધો ફાયદો મેળવેલ છે. આમ સમગ્ર જિલ્લાની અંદર તપાસકરવામાં આવે તો બીજા જિલ્લામાં થયેલ આ બાબતના કૌભાંડથી અનેકગણું મોટું કૌભાંડ જેમાં ખેત તલાવડીઓ, ચેકડેમો અને તળાવ ઉંડા ઉતારવાના કામોના અમરેલી જિલ્લાની અંદર સરકારી જી.એલ.ડી.સી.ના વિભાગમાં ફરજ બજાવી ગયેલ અનેક વર્ષોથી કૌભાંડ આચરી કોઈ નિવૃત થયેલ છે અને કોઈ સરકારના નિગમ બંધ કરવાના નિર્ણયથી અન્ય વિભાગમાં ફરજ બજાવી રહેલ છે. આમ અગાઉના વર્ષોમાં પણ આ જિલ્લામાં તળાવ ઉંડા ઉતારવાના વાઉચરોમાં જે.સી.બી. નંબરો દર્શાવેલા અને આ નંબરો આર.ટી.ઓ.માં તપાસ કરાવતા મોટર સાયકલ અને કારના નીકળેલા અને પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં સત્ય હકીકત આર.ટી.આઈ.માં ખુલવા પામેલ તો આ બાબતે તમામ સત્ય હકીકત ઘ્યાને લઈ ઉંડાણ પૂર્વક તપાસ કરવા અને સરકાર અને રાષ્ટ્રના યોજનાકીય નાણાની ગેરરીતિ આદરી સીધો ફાયદો મેળવી ગુન્હો આચરેલ તો તેમના વિરૂઘ્ધ કાયદેસર કરવા અંતમાં માંગ કરેલ છે.