ખેસ કાઢી નાંખ્યો અને કહ્યું 460 માથા પાકિસ્તાનથી લાવો 

વીસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના હોલમાં અલ્પકાલિન વિસ્તારક અભિયાન અંતર્ગત ભાજપના એક કાર્યક્રમ  ભાજપના મહેસાણાના વીસનગર તાલુકાના ભાજપના પૂર્વ મહામંત્રી મનુ પટેલ એકાએક સ્ટેજ પર ચડી ગયા અને ગળામાંથી ભાજપનો ખેસ કાઢીને નેતાઓને આપી દીધો હતી અને રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હવે મોટા મોટા ભાષણોથી લોકોને સંતોષ નથી. હવે પાકિસ્તાનને મુહ તોડ જવાબ આપવાનો સમય પાકી ચૂક્યો છે. એટલા માટે હવે જ્યાં સુધી મોદી સરકાર પાકિસ્તાનના 400 સૈનિકોના માથા વાઢી નહીં લાવે ત્યાં સુધી હું ભાજપનો ખેસ ધારણ કરીશ નહીં. આ ઉપરાંત ભાજપના કોઈ પણ કાર્યક્રમમાં હાજરી પણ નહીં આપું અને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર પણ નહીં કરું.

ઉલ્લેખનીય છે કે, મનુ પટેલ છેલ્લા 28 વર્ષથી ભાજપના સક્રિય સભ્ય છે અને તેઓ વીસનગર તાલુકા ભાજપ મહામંત્રી પણ રહી ચૂક્યા છે. મનુ પટેલ પહેલા વન મંત્રી ગણપત વસાવાએ એક સભા સંબોધતા જણાવ્યું હતુ કે, અમને ચૂંટણી ચાર મહિના મોડી આપશો તો ચાલશે, પણ લોકસભાની ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં મોટી શોક સભા થવી જોઈએ. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, ભાજપના નેતાઓ ભાજપ સરકાર સામે પાકિસ્તાન સામે કડક કાયવાહી કરવાની માગ કરી રહ્યા છે, ત્યારે આગામી દિવસો પહેલા મોદી સરકાર આતંકવાદીઓ સામે લડવા માટે કેવા પ્રકારની રણનીતિ બનાવે છે અને 40 સૈનિકોના મોતનો બદલો પાકિસ્તાન સાથે કેવી રીતે લે છે.

ચૂંટણી રોકી દો અને પાકિસ્તાનને ઠોકી દો – વન પ્રધાન

ગુજરાતની ભાજપ સરકારની વરિષ્ઠ મંત્રી ગણપતસિંહ વસાવાએ શનિવારના રોજ પુલવામા હુમલાને લઇને પાકિસ્તાન વિરુદ્ધ જવાબી કાર્યવાહી જરૂરી છે, તેવું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભલે આની કિંમત આગામી લોકસભા ચૂંટણીમાં વિલંબના રૂપમાં ચૂકવવું પડે. ગુજરાતના વન, આદિવાસી વિકાસ અને પર્યટન મંત્રી ગણપત વસાવાએ સુરતમાં એક જનસભામાં કહ્યું હતું કે, ‘જેવા સાથે તેવા’ થવું પડે. લોકસભા ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં પણ એક શોકસભા થવી જોઇએ. અત્યારે ચૂંટણી રોકી દો અને પાકિસ્તાનને ઠોકી દો. લોકસભાની ચૂંટણીમાં બે મહિનાનું મોડું ભલે થાય, પણ પાકિસ્તાનને એક પાઠ ભણાવવો જરૂરી છે. આપણા 125 કરોડ ભારતીય ઇચ્છે છે કે, આપણા સશસ્ત્ર બળ પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી માટે કંઇક કરે. આપણે આપણા સૈનિકોના મોતનો બદલો જરૂર લઇશું. આપણા જવાનો પર મને પૂરો ભરોસો છે.