આવકવેરાના રિટર્નમાં ખોટો આધારકાર્ડ નંબર આપનારને રૂા. 10,000નો દંડ ફટકારવા માટે મોદી અંકલ નિયમો બનાવી રહી છે. દંડની જોગવાઈ દાખલ કરવાની જાહેરાત ટૂંક સમયમાં થશે. બેન્કમાંથી મોટી રકમના આર્થિક વહેવારો કરવામાં પણ આધારકાર્ડ નંબર લખવાનું ફરજિયાત કરી દેવામાં આવશે. અત્યારે રૂા. 50,000ની રોકડ રકમ કે તેના કરતાં વધું જમા કરાવનારાઓ પાસે પરમેનન્ટ એકાઉન્ટ નંબર લખવાનું ફરજિયાત કરવામાં આવેલું છે. ઘણી બધી બાબતમાં ફરજિયાત કરવાનું આયોજન અમલમાં મૂકવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જેના દ્વારા દેશના કોઈ પણ નાગરિકની આર્થિક અને સામાજિક બાબતો મોદી સરકાર જાસૂસિથી જાણી શકશે. વિદેશી કંપનીઓ તે ડેટા ચોરીછૂપીથી વાપરશે.
આમ થતાં ભારતમાં રહેનારા દરેક વ્યક્તિની બેંક અને સરકાર સાથેની દરેક હિલચાલ પર જાસૂસી શક્ય બનશે. આધારના ડેટા વિદેશની કંપનીઓએ ખરીદી લીધા છે. તેથી તેઓ ભારતના મોટા ગ્રાહક બજારને હવે કબજે કરી શકે છે. દરેકના ફિંગર પ્રિંટ, મોબાઈલ નંબર, અંગત વિગતો હવે આરામથી સરકાર ખાનગીમાં જાણી શકશે અને દરેકની હીલચાલ પર નજર રાખીને જાસૂસી કરી શકે છે.
ભારતમાં 120 કરોડ ભારતીયો પાસે આધારકાર્ડ હોવાથી મહત્તમ લોકોને આ જોગવાઈ હેઠળ આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સામે માત્ર 22 કરોડ લોકો પાસે પરમેનન્ટ એકાઉન્ટ કાર્ડ છે. તેથી જ આધારકાર્ડ નંબરને ક્વોટ કરીને આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. તેથી જ કરદાતાઓની સંખ્યામાં વધારો કરવા માટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર ન ધરાવનારાઓ આધારકાર્ડ નંબરથી રિટર્ન ફાઈલ કરી શકે તેવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે