[:gj]ઓનલાઈન જુગારમાં ઈંગલેન્ડની જીત પર સટ્ટો રમાયો તે જીત્યા [:]

[:gj]ફાઇનલ મેચમાં કેવી રીતે રામયો ક્રિકેટ સટ્ટો ?

વિશ્વ ક્રિકેટ કપની ફાઇનલ મેચના સટ્ટાની શરૂઆત મેચ શરુ થયા પહેલા જ થઇ ગઈ હતી. ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ બંને ટીમ માંથી ટોસ કોણ જીતશે તેના ઉપર પણ સટ્ટો રામયો હતો. ફાઇનલ ક્રિકેટ મેચમાં ટોસ ન્યુઝીલેન્ડએ જીતી બેટિંગનો નિર્ણય લીધા બાદ પ્રથમ સેશન 10 ઓવરનું ખુલ્યું હતું. પ્રથમ સેશનમાં 42ના થાય અને 43 થાય તેવું બુકીઓ દ્વારા તેઓની એપ્લિકેશન ઉપર સેશન ખોલવામાં આવ્યું હતું. પ્રથમ સેશન 33 રને પૂર્ણ થયું હતું. પ્રથમ સેશન ખુલ્યું તેની સાથે ઇંગ્લેન્ડની જીતના ભાવ પણ ખોલવામાં આવ્યા હતા. જેમાં ઇંગ્લેન્ડની જીતના ભાવ 34-35 ખુલ્યા હતા. ત્યાર બાદ 20 ઓવરનું બીજું સેશન ખોલવામાં આવ્યું હતું. બીજા સેશનમાં 76 ના થાય અને 78 થાય તેવા ભાવ ખોલવામાં આવ્યા હતા. જેમાં બીજું સેશન 91 રને પૂર્ણ થયું હતું. બીજા સેશન દરમ્યાન ઇંગ્લેન્ડની જીતના ભાવ 43-44 પૈસા હતા. ત્યાર બાદ ત્રીજું સેશન ખોલવામાં આવ્યું હતું બે સેશન અગાઉ પૂર્ણ થયા બાદ ત્રીજા સેશનના ભાવ 142 ના થાય અને 144 થાય તેવું ખોલવામાં આવ્યું હતું. 30 ઓવર એટલે કે ત્રીજા સેશનમાં 126 રન થયા હતા. ત્યાર પછી ચોથું સેશન 5 ઓવરનું ખોલવામાં આવ્યું હતું એટલે કે,  35 ઓવર પૂર્ણ થતા 150 ન થાય અને 151 થાય તેવું સેશન ખોલવામાં આવ્યું હતું 35 ઓવરનું સેશન  પાસ કરતા 152 રને પૂર્ણ કરવામાં આવ્યું હતું. પાંચમું સેશન 40 ઓવરનું  176-178 રનનું ખોલવામાં આવ્યું હતું. ત્યારબાદ લંબી એટલે કે, છેલ્લું સેશન 50 ઓવરમાં 248 ન થાય અને 249 થાય તે માટેનું સેશન ખોલવામાં આવ્યું હતું જેમાં ન્યુઝીલેન્ડ દ્વારા 241 મારવામાં આવ્યા હતા અને 242 નો ટાર્ગેટ ઇંગ્લેન્ડને આપવામાં આવ્યો હતો. આમ પહેલી ઇનિંગ પૂર્ણ થયા પછી બીજી ઇનિંગમાં પહેલું સેશન 10 ઓવરનું 50 ન થાય અને 52 થાય તેવું ખોલવામાં આવ્યું હતું બીજી ઇનિંગમાં એક જ 10 ઓવરનું સેશન રમાડવામાં આવતું હોય છે. તમામ સેશનના ઉતાર ચડાવ મુજબ ઇંગ્લેન્ડના જીતના ભાવમાં વધ ઘટ જોવા મળી હતી. પહેલી ઇનિંગ બાદ ઇંગ્લેન્ડની જીતના ભાવ 28- 29 પૈસા સટ્ટા બજારમાં ખુલ્યા હતા.[:]