સાબર ડેરીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળતા નથી. જેને લઈને પશુપાલકોમાં ક્યાંકને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સાબર ડેરી ચારસો કરોડના ખર્ચે નવો પાવડર પ્લાન્ટ બનાવાની જાહેરાત કરી છે. જેને લઈને પશુ પાલકોમાં ફરી એકવાર રોષ જાગે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક બાજુ જ્યાં સાબર ડેરી કહી રહી હતી કે મોટા પ્રમાણમાં પાવડરનો જથ્થો ડેરીમાં હોવાથી ડેરી ખોટ ખાઈ રહી છે. ત્યારે હવે સાબરડેરી પોતાનો પાવડર પ્લાન્ટ બનાવા જઈ રહી છે. ત્યારે પશુ પાલકોની હાલત કથળી રહી હોય અને સાબરડેરી દ્વારા પશુપાલકોને વિરોધ નોંધાવા માટે કારણ આપતુ હોય તેવું લાગી રહ્યું છે.
સાબરડેરીના ભાવફેરના મામલે ધમાસાણ મચ્યું હતું અને આંદોલન પણ થયા હતા હવે સાબર ડેરીએ માંડ શાંત થયેલા પશુપાલકોના રોષ ભભૂકે એવી જાહેરાત કરી છે. ભાવફેર ચૂકવણા વેળા પૈસા નથી અને વેશ્વિક મંદી હોવા જેવી વાતો કરાતી હતી અને હવે આજ સાબર ડેરી દ્વારા અધધધ કહી શકાય એવા પોણા ચારસો કરોડ રૂપિયા ખર્ચી રહી છે અને પાવડર પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. નવો પાવડર પ્લાન્ટ ટૂંક સમયમાં જ શરૂ થઇ જશે એવો દાવો પણ સાબરડેરી દ્વારા કરવામાં આવ્યો છે અને જે પાવડરનુ ઉત્પાદન પણ શરૂ કરી દેશે. જોકે સવાલ એ વાતનો છે કે ગુજરાતમાં ૧.૨૦ લાખ મેટ્રીક ટન મિલ્ક પાવડર પડી રહ્યો હતો અને જેમાંથી વીસ ટકા જેટલા પાવડરનું વેચાણ કરી શકાયું છે અને તે માટે સાબર ડેરીના કસ્ટોડીયન સમિતિના અધ્યક્ષ ભાવફેરના આંદોલન વેળા જ પશુપાલકોને સમજાવી મનાવી રહ્યા હતા કે વૈશ્વિક મંદીના કારણે મિલ્ક પાવડર વેચી શકાતો નથી અને હવે એ જ અધ્યક્ષે નવો પાવડર પ્લાન્ટ ટૂંક સમયમાં જ કાર્યરત કરવાની જાહેરાત કરી છે. આમ હવે આવનારા દિવસોમાં વધુ દૂધના પાવડરનુ ઉત્પાદન કરવામાં આવશે અને જેનાથી વધુ પાવડરનો જથ્થો ગોડાઉનમાં ઉભરાવા લાગશે. તો બીજી તરફ પશુપાલકો હાલમાં નવા પાવડર પ્લાન્ટને કાર્યરત કરવા માટેની જરૂરિયાત કરતા દૂધની વેચાણ થઇ શકતી ચીજોના ઉત્પાદન પર ભાર મૂકવા અને ડેરીને વધુ નફો કરવા માટેનો પ્રયાસ કરે એમ ઇચ્છી રહ્યા છે તો પશુપાલકોના દૂધના ઉત્પાદનના ભાવ પર કાપ અને સાબરદાણના ભાવોમાં વધારા જેવો માર પણ ઓછા કરવાની આશા છે. ત્યાં સાબર ડેરી હવે વેચાણમાં મંદી ધરાવતા મિલ્ક પાવડરનું ઉત્પાદન કરશે
પરંતુ હવે જોઇએ તો નવો પાવડર પ્લાન્ટ દૈનિક ૧૨૦ મેટ્રીક ટન નુ ઉત્પાદન કરી શકશે આમ હવે પાવડરનુ ઉત્પાદન પણ વધશે પણ હવે સાબરડેરી સામે સવાલ એ છે કે આ ઉત્પાદીત પાવડર વેચશે ક્યાં .