ગણતરીની મિનીટોમાં બેઠક આટોપીને 25 જેટલી દરખાસ્તોને મંજૂરી અપાઇ

રાજકોટ,તા.27

રાજકોટ મહાનગરપાલિકામાં ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગણતરીની મિનીટમાં આટોપાઇ લેવાઇ  હતી .  સ્થાયી સમિતિની ફારસરૂપ બેઠકમાં ફક્ત એક જ મિનિટમાં 25 જેટલી દરખાસ્તોને મંજૂરી  આપી દેવામાં આવી હતી. આ દરખાસ્તો માં રુપિયા 235.43 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરાયેલી મહત્વપૂર્ણ દરખાસ્તોમાં અમીનમાર્ગ પહોળો કરવા, પ્રિન્ટિંગ અને સ્ટેશનરીનો કોન્ટ્રાક્ટ, કેનાલ રોડ પરની લલુડી વોકળી પહોળી કરવા અને રાજાશાહી સમયનો જૂનો અને જર્જરિતબ્રિજ દુર કરીને નવો બ્રિજ બનાવવા, રામનાથપરા સ્મશાનનું રીનોવેશન કરવા, ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલનો કોન્ટ્રાક્ટ આપવા, વિવિધ વોટર ફિલ્ટર પ્લાન્ટ અને પાણીના ટાંકાના પંપીગ મશીનરીના સંચાલનના કોન્ટ્રાક્ટ આપવા સહિતની 25દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી અને કુલ રુપિયા 235.43કરોડના કામો મંજૂર કરાયા હતા. જોકે ગણતરીની મિનીટોમાં આ દરખાસ્તો મંજૂર થતાં વિપક્ષોએ તેનો સખત વિરોધ કર્યો હતો.