ગરીબી મૂળ સમસ્યા, ગરીબી છે તો ભ્રષ્ટાચાર છે

જો ગરીબી દૂર થઈ જાય તો મોટા ભાગે કોઈ સમસ્યા રહેતી નથી. તેથી પહેલું કામ ગરીબી દૂર કરવાનું કરવું જોઈએ. ગરીબી દૂર કરવાનું સૌથી પહેલું પગથિયું તેમને સારું ઘર આપાવનું છે, પછી તે સારી રીતે જીવશે તો રોજગારી તે જાતે શોધી લેશે. સારા ઘરથી તેનું આરોગ્ય પણ સુધરશે. તેથી ત્યાં સુધી સરકાર ગરીબોને મફત ઘર નહીં આપે ત્યાં સુધી ગરીબી દૂર થઈ શકે તેમ નથી. 20 લાખ ઘર બનાવવા માટે રૂ. 40 હજાર કરોડની જરૂર છે. જે સરકાર આરામથી ઊભા કરી શકે તેમ છે. જો આટલું થાય તો ગુજરાત સરકારને આરોગ્યના જ રૂ. 5,000 કરોડ બચી શકે તેમ છે. તેથી ખરેખર તો સરકારને 20 વર્ષમાં સાવ મફતમાં આ ઘર પડે તેમ છે. ગરીબી છે તો ભ્રષ્ટાચાર છે. જો ભ્રષ્ટાચાર દૂર કરવો હશે તો પહેલાં ગરીબી દૂર કરવી પડશે. ઘર મળતા ઉત્પાદકતા વધશે, ઉત્પાદન પણ વધશે તેથી માથાદીઠ આવક પણ વધી જશે. આમ મકાન આપવા તે જ એક માત્ર સચોટ ઉપાય છે.

શહેરીકરણ સમસ્યા નથી, પરંતુ ગરીબી દૂર કરવાના એક અવસર માનવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, જો કોઈમાં ગરીબી ઘટાડવાની ક્ષમતા હોય, તો તે આપણા શહેરો છે, કારણ કે, ત્યાં કામનો અવસર છે. આ કારણે ગરીબો ગામડાંઓમાંથી નીકળીને શહેરોમાં જાય છે. પરંતુ શું આ સાચું છે? શું ખરેખર શહેરીકરણથી ગરીબી દૂર થઈ શકશે?
વિશ્ર્વ બેન્ક હકીકતોના આધારે દાવો કરે છે કે, શહેરીકરણથી ચીન, ભારત, અનેક આફ્રિકી દેશો તથા દક્ષિણ અમેરિકાના દેશોમાં જીવન-સ્તર સુધર્યું છે. તેના અનુસાર, શહેરીકરણનો મોટો લાભ એ છે કે, લોકોને સારા સંસાધન જેવા કે સ્વચ્છ પાણી અને અન્નની પ્રાપ્તિ વધી જાય છે. ત્યાં અધિક ઉત્પાદન કાર્યોની ઉપલબ્ધતાથી કૌટુંબિક આવકમાં વૃધ્ધિ થાય છે.
સંયુકત રાષ્ટ્રના જણાવવા પ્રમાણે, વિકાસશીલ દેશોની અનેક સમસ્યાઓનું નિરાકરણ શહેરીકરણમાં નથી. તેના એક આનુષાંગિક ઘટક સંયુકત રાષ્ટ્ર જનસંખ્યા કોષ (યુએનએફપીએ) માને છે કે, શહેરીકરણથી જ સંસાધનોને સમ્યક્ ઉપયોગ, આર્થિક ઉન્નતિ અને જન-કલ્યાણનો નવો યુગ શરૂ થઈ શકે છે.