ગરીબોની છાસમાં 5 અને દૂધમાં 2નો ભાવ વાધારો, પણ શ્રીમંતોના ઘીમાં માંડ રૂ.5નો વધારો

દૂધમાં રૂ.2 અને છાસમાં રૂ.5 ભાવ વધારો કરાયો છે. પણ શ્રીમંતો ખાય છે તે ઘીના ભાવમાં માત્ર રૂ.5નો જ વધારો કરાયો છે. ઘી ખરીદીને ગરીબ કે મધ્યમ વર્ગ ખાતો નથી. શ્રીમંત લોકો જ ઘી ઘાય છે. તેમ છતાં ભાવ તો ગરીબ લોકો પાસેથી જ વધારે લેવાની નીતિ ભાજપ સંચાલિત અમૂલ ડેરીએ અપનાવીને ડો.કુરીયનના વિચારોની હત્યા કરી છે. ખરેખર તો દૂધમાં એક રૂપિયો વધારીને, છાસમાં કોઈ વધારો નહીં કરીને અને ઘીમાં રૂ.10થી 15નો એક કિલોએ વધારો કર્યો હોત તો લોકોને રાહત મળી હોત.

અમુલ દ્વારા હંમેશના માફક એકાએક એક લિટરે રૂ.2નો ભાવ વધારો જાહેર કરી દેવાયો છે. અમુલ દ્વારા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દુધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઉનાળાની અસર હવે દુધની આવકમાં પણ જોવા મળી રહી છે. જ્યારે ઉનાળો આવે છે ત્યારે દૂધમાં ભાવ વાધારો કરી દેવામાં આવે છે.

અમુલ ગોલ્ડ અને અમુલ શક્તિના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાના કારણે અમુલ ગોલ્ડ દૂધ જે રૂ.52 લીટરના ભાવે બજારમાં મળતું હતું તે હવે રૂ.54ના ભાવે લીટર મળશે. અમુલ શક્તિ જે રૂ.48 લીટરના ભાવે બજારમાં મળતું હતું તે રૂ.50 રૂપિયા લીટરના ભાવ થઈ ગયા છે.

અમુલ ડેરી દ્વારા પશુ પાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધમાં 11 મે 2019માં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એક કિલો ફેટે રૂ.630 ચૂકવવામાં આવતા હતા તેના હવે રૂ.640 ચૂકવવામાં આવે છે. પરંતુ દાણમાં 1.65 રૂપિયાના વધારો કરાયો હતો.