ગરીબ એટલે દલિત અને મોદી એટલે પલીત – જીજ્ઞેશ

વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, 2019ની ચૂંટણી દેશમાં મનુવાદી અને ફાસીવાદી તાકાતો સામેની આ લડાઈ છે. ગરીબ એટલે દલિત અને મોદી એટલે પલીત જેવા શબ્દો ઉચારતા તાલુકામાં વિવાદ ઉભો થયો હતો જ્યારે મીડિયાને આડે હાથ લઈ બિકાઉ કહ્યા હતા.

આમ તેઓ ઉમેદવારના સમર્થનમાં વડગામની સભામાં મેવાણી ભાષાની મર્યાદા ચુક્યા હતા. પાટણ બેઠકના કોંગ્રેસના ઉમેદવારની જાહેર સભામાં આવેલા વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી.

માત્ર મોદી તેમજ ભાજપ ને હરાવવા દલિતો મુસ્લિમો સહિતના ઓબીસી સમાજ ને એક થઇ હરાવવા આહવાન કર્યું હતું. કોંગ્રેસના સમર્થનમાં આવેલા જીગ્નેશ મેવાણી એ પોતાના ભાષણમાં જગદીશ ઠાકોરને અને કોંગ્રેસને જીતાડવા અપીલ કરી હતી.

‎પાટણ લોકસભાની બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જગદીશ ઠાકોરની એક જન સભા બુધવારે વડગામ ખાતે યોજવામાં આવી હતી જેમાં જગદીશ ઠાકોરે વડાપ્રધાનની છપ્પનની છાતી વિશે જણાવતા કહ્યું હતું કે છપ્પનની છાતી પુરુષને ન હોય તેવું નિવેદન આપ્યું હતું. 56 ઈંચનો તો કબાટ હોય. માણસની છાતી 56 ઈંચની ન હોય.