સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા માટે 6 મહીનામાં 14 લાખ લોકો આવ્યા હતા. હાલ સરેરાશ રોજ 3 હજાર લોકો આવી રહ્યાં છે. જે ચોમાસામાં જો બંધ ઢલકાશે તો વધીને સીધા 10 હજાર થશે તેમાં રજાનો દિવસ હશે ત્યારે 15 હજાર આવશે.
સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને રબ.38 કરોડની આવક થઈ છે. દરેક લોકો રૂ.271 સરદારને જોવા માટે આપે છે. આ નાણાં પ્રજાના ખિસ્સામાંથી ગયા છે. અને પ્રજા પાસેથી તેની ઉંચી ફી લેવામાં આવે છે. ગુજરાતના ગરીબ લોકો ક્યારેય સરકારને અંદરથી જોઈ શકતાં નથી. જ્યારે સરદાર તો ગરીબ લોકોના હતા અને પોતે નાયબ વડાપ્રધાન હોવા છતાં એક ગરીબ તરીકે જ જીવ્યા અને મર્યા હતા. હવે તેમના પુતળાને જોવા માટે ગરીબો દૂરથી દર્શન કરીને નિશાઃ નાંખે છે.
મહિનો – મુસાફરો – આવક રૂ.કરોડ
નવેમ્બર 3,78,562 – 6.48
ડિસેમ્બર 2,50,113 – 5.71
જાન્યુઆરી 2,83,298 – 7.00
ફેબ્રુઆરી 2,10,600 – 5.61
માર્ચ 2,02,312 – 5.21
એપ્રિલ 4,44,522 – 8
ચોમાસાની શરૂઆત થયા પછી દરરોજ 10 હજાર કરતા વધારે પ્રવાસીઓ આ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે તેવી અમારી ધારણા છે અને દર શની-રવી અને જાહેર રજાના દિવશે 15 હજાર કરતા પણ પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું મુલાકાત લેશે તેવો અમારા તરફથી અંદાજ કરવામાં આવ્યો છે.