ગરૂડેશ્વરના ભુમલીયામાં દુર્લભ રેતીયો સાપ મળ્યો

February 11th, 2018 નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા ના ભૂમાલિયા ગામના ઉક્ક્ઙભાઈ કાનજીભાઈ તઙવીના ઘરમાં સાપ દેખાતા તેમણે તાત્કાલિક વાઇલ્ડ સેવિયર ક્લબ ના સભ્યો​ નેં જાણ કરતા અનિલ વસાવા,માઈકલ વસાવા,વિશાલ તડવી, સુનિલ તડવી, સુનિલ શ્રીમાળી સ્થર પર પહોંચી સાપનેં સહીસલામત પકડીનેં વન્ય જીવ માટે જાણીતા એવા શૂલપાણેશ્વરના જંગલ માં સલામત રીતે છોડી મુકાયો હતો.ટીમના સભ્યો ના જણાવ્યા અનુસાર આ સાપ રેતીયો સાપ હતો,આ સાપ ઘણો દુર્લભ હોવાથી નર્મદા​ જીલ્લા માં પ્રથમ વાર પકડવામાં આવ્યો હતો.