ગાંજાનું ખેતર પકડાયું

પાટણના પીપલાણા ગામની સીમમાં જીવણજી ઠાકોર નામના ખેડૂતે પોતાના ખેતરમાં એરંડાનું વાવેતર કર્યું હતુ. ઓછી મહેનતે વધારે પૈસાની લાલચમાં જીવણજી ઠાકોરે એરંડાના ખેતરની આડમાં ગાંજા અને અફીણનું વાવેતર કર્યું હતુ. આ વાતની પોલીસના બાતમીદારને જાણ થતા તેણે આ મામલા અંગે પાટણ SOGને જાણ કરી હતી. બાતમીના આધારે SOGએ સ્થાનિક પોલીસને સાથે રાખીને આ ખેતરમાં બપોરના સમયે દરોડા પાડ્યા હતા, પોલીસ જ્યારે ખેતરમાં પહોંચી ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે, ખેડૂતે ખેતરની ફરતે એરંડાનું વાવેતર કર્યું હતું અને એરંડાની આડમાં બેથી અઢી વીંઘામાં અફીણના ડોડવા અને ગાંજાનું વાવેતર કર્યું હતું.

જેના કારણે પોલીસે ખેડૂત જીવણજી ઠાકોર પર કાર્યવાહી કરીને 500 કિલો લીલા ગાંજા અને અફીણનો મુદ્દામાલ કબજે લીધો હતો.