એસ.ઓ.જી. – ક્રાઈમ બ્રાંચે શહેરકોટડા મીટરગેજ રેલવે સ્ટેશન પાસેથી એક શખ્સને 8.820 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો છે. પીએસઆઈ પી.કે.ભૂત અને સ્ટાફે બાતમીના આધારે મીટર ગેજ સ્ટેશન પાસેથી બાઈક પર જઈ રહેલા મજીદ રહેમાનભાઈ શેખ (રહે. ભઠીયારાની ગલી, હોજવાળી મસ્જીદ સામે, રાજપુર-ગોમતીપુર)ને રોકી તેના થેલામાંથી ગાંજાના બે પેકેટ કબ્જે કર્યા હતા. 1.21 લાખની કિંમતનો 8.820 કિલો ગાંજો તેમજ આરોપીનો મોબાઈલ ફોન, બાઈક અને રોકડ રૂપિયા 420 કબ્જે લઈ મજીદ શેખ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. મજીદ શેખને ગાંજાનો સપ્લાય પૂરો પાડવારા સરવનની એસઓજીએ તપાસ શરૂ કરી છે.