ગાંધીનગર લોકસભા બેઠકમાં રાણીપ, ચાંદલોડિયા, સાબરમતી, ઘાટલોડીયા, નારણપુરા, ગાંધીનગર સીટી અને ગ્રામ્ય, સોલા, નારણપુરા, બોપલ, ઘુમા, અડાલજ વિસ્તારોમાં પાટીદારોની સૌથી વધું વસતી છે. છેલ્લા 30 વર્ષોથી પટેલોના મત અને પૈસાથી આ બેઠક ભાજપ જિતતું આવ્યું છે. ભાજપના શ્રેષ્ઠ નેતા અડવાણીને ટીકીટ કાપીને અને આનંદીબેન પટેલને રાજ્ય બહાર તગેડી મૂકીને હવે પટેલોના પ્રભુત્વ વાળી બેઠક પર અમિત શાહ ચૂંટણી લડી રહ્યાં છે.
પાટીદારો માને છે કે, ગાંધીનગર બેઠક ભાજપમાંથી કોઈ પાટીદાર વ્યક્તિને જ મળવી જોઈતી હતી. પાટીદાર વિરોધી અમિત શાહ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. નીતિન પટેલ, આનંદી પટેલ વગેરેને અપમાનિત કરનાર અમિત શાહે પટેલોને ટીકીટ નહિ આપવા તેમજ સમગ્ર ઉત્તર-ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા સોલા, ઘાટ લોડિયા, સાબરમતીના પટેલોને દાબમાં રાખવા પોતે જ આ બેઠક ઉપર લડે છે. આનંદીબેનને પાડવા પાછળ અમિત શાહ જ જવાબદાર હતા.
જો અમિત શાહ અહીં ચૂંટણી લડવા આવ્યા ન હોત તો પાટીદારોને ટિકિટ મળવાની હતી.
ભાજપ ચૂંટણી જીતશે એટલે અમદાવાદમાં રહેતા, ધંધો કરતા ઉત્તરગુજરાતના તમામ આગેવાનો, મોભીઓ, વડીલો, ઉદયગોપતિઓ, વગેરેને દબાવવાનું અને ડરાવવાનું ચાલુ થશે.