ગાંધીનગર નજીક ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત

બાયોટેકનોલોજી ક્ષેત્રે રિસર્ચ અને ઈનોવેશન માટે રાજય સરકારે ગાંધીનગરના શાહપુર ખાતે રુ. ૩૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારે કર્યું છે. ૧૦ એકર જમીન યુનિવર્સિટીને ફાળવવામાં આવી છે.

યુનિવર્સિટીનું પ્રથમ શૈક્ષણિક સત્ર જુન-જુલાઈ, ૨૦૨૦થી શરુ થશે. ઇન્ડસ્ટ્રીયલ, એનવાયરમેન્ટલ, એગ્રીકલ્ચરલ, એનીમલ અને હ્યુમન લાઇફ સાયન્સ સંલગ્ન જીનેટીક અને બાયોટેકનોલોજી ક્ષેત્રમાં પ્રોડકટ ડેવલપમેન્ટ અને સંશોધન આધારિત માસ્ટર અને પી.એચડીના અભ્યાસક્રમો ચલાવવામાં આવશે. આ રીસર્ચ ડ્રીવન યુનિવર્સિટીમાં ઇન્ડસ્ટ્રી-એકડેમીયાના સહયોગ માટે ઇન્ક્યુબેશન સેન્ટર અને રીસર્ચ પાર્ક પણ સંલગ્ન રહેશે. આ ઉપરાંત, બાયોટેકનોલોજી આધારિત અભ્યાસક્રમ માટે વિવિધ લેબોરેટરી, પ્લાન્ટ હરબેરીયા, એનીમલ હાઉસ, બાયો અને જીન બેન્કીંગ વગેરે સંલગ્ન સુવિધાઓ ઉભી કરવામાં આવશે તેમજ ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા નકકી થયેલ બાયો સેફટી રેગ્યુલેશન મુજબનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરાશે.

આ યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડીંગમાં શૈક્ષણિક અને વહીવટી બ્લોક, જીન એડીટીંગ, જીનોમિકસ, બાયોઇનફોરમેટિકસ, બાયોસેફટી, ટીસ્યુ કલ્ચર વગેરે માટેની અદ્યતન લેબોરેટરીઓ, પાઇલોટ અને પ્રોટો-ટાઇપ ડેવલે૫મેન્ટ માટેની સુવિઘાઓ, ઇન્ક્યુબેશનની સુવિઘાઓ, લાયબ્રેરી, કેન્ટિન અને સ્પોર્ટસ ફેસેલીટીઝ વગેરેનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે .
રાજ્ય સરકારે બાયોટેકનોલોજી ક્ષેત્રે રીસર્ચ આધારિત અભ્યાસક્રમ ધરાવતી નવી ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના કરી છે.