ગાંધીને ગદાર ગણાવતાં સોશિયલ મીડિયા જૂથમાં ગુજરાત ભાજપના નેતાઓ સામેલ

ભાજપના નવસારીના સાંસદ સી આર પાટીલ ‘ગાંધી ગદ્દાર’ નામના સોશિયલ મીડિયા ગૃપની વિવાદાસ્પદ પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા હોવાથી ભાજપમાં વિવાદ ઉભો થયો છે. આ ગૃપના નામ સામે પત્રકાર દ્વારા સવાલો ઊભા કરાંતા ભાજપના સુરતના હર્ષ સંધવીએ આજે સવારે ગૃપ છોડી દેવાનું પસંદ કર્યું હતું.
સી આર પાટીલ, નવસારી સાંસદ, ભાજપ

આ ગૃપના સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની નોંધ મુકાયાને 24 કલાક પછી પણ ગૃપનું નામ બદલવામાં આવ્યું નથી. કે ગૃપ વિખેરી નાંખવામાં આવ્યુ નથી. દુનિયા માટે સન્માનનીય ગાંધીજી માટે અપમાનિત ચળવળ ચલાવવી એ સાયબર ક્રાઇમ છે. આ જૂથના મેમ્બર દ્વારા લાગતા વળગતા પોલીસ અધિકારીઓને વોટ્સએપ પર વિગતો મોકલાવવામાં આવી છે. આ ગૃપનું ધણા સમયથી નિરિક્ષણ કર્યા બાદ સભ્યયે વાંધો ઉઠાવતાં કેટલાંક સભ્યો ગૃપ છોડી ગયા હતાં. તેમ છતાં આજે આ ગૃપ ચાલું છે.

મૂળ આ વોટ્સએપ ગૃપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા કેટલાંક ગાંધી વિરોધી તત્વોના સભ્યો સાથે સંચાલિત છે. છેલ્લા બે વર્ષથી સમગ્ર દેશમાં ગાંધીજી વિરોધી વિચારો ફેલાવવામાં સંધ દ્વારા ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. ગાંધીજી માટે અપમાનજનક બાબતો તોડી મરોડીને સોશિયલ મીડિયા પર સતત રજૂ થઈ રહી હોવા છતાં ગુજરાત પોલીસ આ જૂથોને પંપાળી રહી છે.