ગાંધી આશ્રમમાં વિદ્યાર્થી જીવન કેવું હતું ?

ગાંધીજીએ દેશને આઝાદ કરવા માટે સત્યાગ્રહ આશ્રમને 12 વર્ષ સુધી કર્મભૂમિ બનાવી હતી. આઝાદીના ઈતિહાસમાં સત્યાગ્રહ આશ્રમનું યોગદાન જેટલું હતું એટલું કોંગ્રેસનું પણ ન હતું. સમગ્ર વિશ્વમાં આશ્રમની વિશ્વસનીયતા હતી. ત્યાંથી લેવાતા પ્રત્યેક નિર્ણયોનો સમગ્ર દેશના લોકો અમલ કરતાં હતા. આટલી પવિત્રતા ગાંધીજીના સમયમાં સત્યાગ્રહ આશ્રમની હતી. લોકો આજે પણ આશ્રમને પવિત્ર માને છે. પણ તેમાં થયેલાં ખોટા કામના કારણે ઝાંખપ લાગી છે. કોર્ટ કેસ થયા છે. સત્ય માટે લોકોએ લડત આપી છે. ચૂની ભાઈ વૈદ્ય દ્વારા બિલ્ડર લોબી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લડત સાત ઓરડી માટે લડી હતી. તેઓ આખરે જીત્યા હતા. અહીં મુડીવાદી વિચારધારકો વારંવાર હુમલા કરી રહ્યાં છે. તેથી ચૂનીકાકા જેવી લડત હજુ પણ લડવી પડશે. તેથી આશ્રમમાં જે કંઈ થયું તેનું અહીં પ્રતિબિંબ પાડવાનો પ્રયાસ માત્ર છે. અહીં ગાંધીજીના સિદ્ધાંતોનો કે ગાંધીજીની મિલકતો સાથે ચેડાં કરવાનારા તત્વો ખૂલ્લા પડે એ પ્રયાસ છે. આ અંગે ગાંધીવાદી વિચારકો કંઈ હજુ પણ પ્રકાશ પાડવા માંગતા હોય તો પુરાવા સાથે allgujaratnews.in ને મોકલી આપે. ગાંધીજીમાં માનનારા કોઈ પણ વિગતો આપી શકે છે.

હવે, ગાંધી આશ્રમ એક સમયે કેવો ધમધમતો હતો. દેશ માટે ફના થનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને આશ્રમમાં આઝાદીના લડવૈયાઓ કઈ રીતે રહેતાં હતા તેની વિગતો જાણવા જેવી છે.

સત્યના પ્રયોગોની સાથે સ્વાલંબનના પ્રયોગો

ગાંધીજીએ તેમના જીવનમાં ચાર આશ્રમ સ્થાપેલાં હતા. જેમાં દક્ષિણ આફ્રિકાનો ટોસ્ટોય આશ્રમ અને ફીનીક્સ આશ્રમ હતા. આ બન્ને આશ્રમની મુલાકાત લીધી ત્યારે ગાંધીજીને પુરા સમજી શકાયા હતા. ભારતમાં તો મોટા ભાગે તેઓ સાબરમતી અને વર્ધા આશ્રમમાં તેમનું કામ ચાલતું રહ્યું હતું. આ ચારેય આશ્રમનો જ્યારે સંયુક્ત અભિયાસ કરીએ ત્યારે એક બાબત સામે આવે છે કે, ગાંધીજી માત્ર બોધ આપવા કે સત્ય માટે જ કામ કરતાં હતાં એવું ન હતું. સત્યના પ્રયોગોની સાથે ઉદ્યોગના પ્રયોગો પણ તેઓ કરતાં હતા. જેમાં ખાદી અને ગ્રામોધ્યોગ મહત્વના હતા. ગાંધીજી ચંપલ બનાવવાનું મોચી કામ સારી રીતે જાણતાં હતા.

સાબરમતી આશ્રમમાં 1919માં રહેતાં હતા એવા તનસુખ ભટ્ટે 1981માં પોતાના પુસ્તકમાં ગાંધી આશ્રમનો ગૌરવશાળી ઈતિહાસ જાહેર કર્યો હતો. જે અહીં આપવાનો પ્રયાસ કરીએ છીએ.

ગાંધાજીના નવ રત્નો

1919માં તેઓ બચપણમાં સાબરમતી સત્યાગ્રહ આશ્રમમાં આવ્યા હતા. ગાંધી આશ્રમ કેવો હતો તે અંગે તેમણે કરેલું વર્ણન અદભુત છે. આશ્રમ શાળામાં તેમને ખાદી વણવાનું શિખવવામાં આવતું હતું. ખેતી વાડી શિખવવામાં આવતી હતી. વ્યાયામ શાળામાં કાકા સાહેબ કાલેલકર આચાર્ય હતા. વિદ્યાર્થીઓએ પ્રાર્થનામાં બેસવા માટે પોતાનું આસન ઘરેથી લાવવાનું રહેતું હતું.  ઉપનિષદનો શાંતિપાઠ, સરસ્વતીની સ્તુતિ, ધ્રુવની વિષ્ણું સ્તુતિ થતા હતા. પછી વિદ્યાર્થીઓને હાજરી પુરાતી હતી. આશ્રમમાં સૌથી વધું વિદ્વાન કાકા સાહેબ હતા. સંસ્કૃત શિખવવામાં આવતું હતું. વિનોબા ભાવે બાળકોને ભણાવતાં હતા. તેમના માથામાં લાંબા વાળ હતા તેથી બાળકો તેનાથી ગભરાતાં હતા. નરહરી પરીખ પણ શાળામાં ઈતિહાસના શિક્ષક હતી. કાકાસાહેબના ઘરની સામે કણજી હતી તેના ઉપર બાળકો રમતાં હતા. દ્વારકાનાથ હરકારે સવારની કસરત કરાવતાં હતા. પંડિત નારાયણ મોરેશ્વર ખરે સંગીતના શિક્ષક હતા. જે આશ્રમમાં સવાર સાંજ પ્રાર્થના ભૂમિમાં રોજ પ્રાર્થના કરાવતાં હતા. તેમાં ભજન અને સંગીત તેમના રહેતાં હતા. ગાંધીજી આ ભજન સાંભળીને મગ્ન થઈ જતાં હતા. આપ્પાસાહેબ પટવર્ધન વિજ્ઞાન ભણાવતાં હતા. ગાંધીજી નૃત્ય શિખતાં હતા પણ તેમના પગમાં ક્યારેય તાલ મેળ બેસતો ન હતો. આમ ગાંધીજીના આ નવ રત્નો આશ્રમમાં હતા.

આશ્રમની નજીક જ ઈમામ સાહેબના બંગલા આગળ કૂવો ખાદવામાં આવતો હતો. ત્યારે રેતી હોવાથી તેના તળીયે ચક્ર મૂકીને તેના ઉપર ચણતર કરીને કૂવો બાંધવામાં આવ્યો હતો. રેતાળ જમીન હોવાથી કૂવાની રેતી નીચે આવી ન જાય.

સવારે શિક્ષકો અને વિદ્યર્થીઓ સાથે જ સાબરમતી નદીમાં નહાવા પડતાં હતા. ગાંધીજીના દત્તક પુત્રી લક્ષ્મી પણ નદીમાં નહાવા આવતી હતી. અહિંસાના સિધ્ધાંતથી ચાલતાં આશ્રમની સામે નદીમાં બહારના કેટલાંક લોકો માછલા પકડવા આવતાં હતા.

વિઠ્ઠલ મહારાજ સારા રસોયા હતા. દુધપાક એ મીઠાઈ હતી અને આશ્રમમાં મીઠાઈ બનાવવાના મનાઈ હતી. તેમ છતાં શિક્ષકની વિદાય વેળાએ ગાંધીજીને છેતરીને દુધપાક બનાવાયો હતો. બાળકોને કહેવામાં આવ્યું હતું કે કોઈ પૂછે તો કહેવાનું કે દૂધ આપો.

ગાંધીજીએ ખાદી રંગવા જર્મન રંગ વાપરવાની છૂટ આપી

વણાંટકામના વ્યવસ્થાપક જગન્નાથ કલ્યાણજી જોશી પોતાના નાના બે ભાઈઓ સાથે ઈમામસાહેબની બાજુમાં રહેતાં હતા  અને શાળનો ડેલો સંભાળતાં હતા. જેમનું વતન રાજકોટ પાસેનું અણીયાળી ગામ હતું. કારીગરીની સૂઝ હતી. જીવનભર કુંવારા રહ્યાં હતા. તેની યાદ રાખવાની અને શિખવાની અદભુત શક્તિ હતી. આશ્રમની કોઈ નવી વાત શિખવાની હોય તો તેમને મગનલાલ ગાંધી મોકલતાં હતા. જો તેઓ ભણેલા હોત તો સૌરાષ્ટ્ર સરકારના પ્રધાન હોત. ગાંધીજીના જમણા હાથ મગનલાલ હતા અને મગનલાલના જમણા હાથ જગન્નાથ જોશી હતી. એ જ રીતે રામજી વણકર જગન્નાથના જમણા હાથ હતા.

ગોપાલન, ખાદી, ચોપડી બાંધવાનું, છાપવાનું, મોચી કામ, સુતારી કામ, દેશી વનસ્પતિમાંથી રંગ બનાવી ખાદી રંગવામાં આવતી હતી. પણ તે આકર્ષક લાગતી ન હતી. તેથી ગાંધીજીએ આ રંગના બદલે જર્મન રંગ વાપરવાની છૂટ આપી હતી. આશ્રમમાં પૂર્વ દિશાએથી પ્રવેશતા જમણી બાજુ સાળનો ડેલો કરીને એક મકાન હતું. જેમાં સાળ અને રેંટીયા માટે કામ થતું હતું. બહાર નિવાસ સ્થાનો હતા. દક્ષિણની ઓસરીએ વિનોબા ભાવેના ગૃહપતિપદે છાત્રાલય હતું. પૂર્વ બાજુએ વ્રજલાલ વ્રજલાલ ગાંધીનાં વિધવા કાશીબહેન પોતાના બાળકો સાથે રહેતાં હતા. પછીથી તેમાં આશ્રમના મંત્રી નારણદાસ ગાંધી રહેવા આવ્યા હતા. પશ્ચિમની ઓસરીની ઓરડીમાં ઈમામસાહેબ, હાજીસાહેબા, ફાતિમાબહેન, અમીનાબહેન રહેતા હતા.

સાળના ડેલામાં પૂર્વ બાજુ હાથસાળો અને પશ્ચિમ બાજુએ ફટાકાસાળો હતી. દક્ષિણ બાજુએ તથા જ્યાં જગ્યા મળે ત્યાં સાળો માટે કોકડાં ભરનારાઓ રેંટિયો-ફાળકો લઈને બેસતા હતા. ગાંધીજીએ રેંટિયો જોયો ન હતો. સાળના ડેલામાં રેંડિયાઓ હતા. પણ કાંતણ માટે નહીં પણ કોકડાં ભરવા માટેના હતા. ત્રાકો દાતણ જેવી જાડી અને લાંબી રહેતી હતી. ત્રાકમાં મિલોમાં વપરાતાં નાના મોટા કોકડાં – બોબિન ભરાવીને તેની ઉપર ચેંડિયો ચલાવીને સૂતર વીંટવામાં આવતું હતું. રેંટિયો કાંતવાનું શાળાના વિદ્યાર્થીઓને ફરજિયાત હતું. પણ કોઈ સારી રીતે શિખવે તેવું ન હતું. તેથી ઘણાં વિદ્યાર્થીઓને શાળા છોડવી પડી હતી.

ખેતી કામ

ખેતી કામ ચોમાસામાં જ શિખવાડવામાં આવતું હતું. પહેલાં ઉત્તર ભારતના ભૂવરજી ખેતી શિખવતાં હતા. તેમના ગયા પછી ચરોતરના સોમાભાઈ પટેલ અહીં ખેતી કામ શિખવતાં હતા. જુના વિદ્યાર્થીઓને ખેતી કામ શીખવવામાં આવતું જે તેમની પાસેથી નવા વિદ્યાર્થીઓએ શિખવાનું રહેતું હતું. વિદ્યાર્થી પરંપરાથી શિખવવામાં આવતું હતું. તેથી વિદ્યાર્થીઓ ખોટું શિખતાં હતા. કપાસના બી ત્રણ ઈંટ જમીનમાં હોવા જોઈએ તેના બદલે 6 ઈંચ જમીનની અંદર રોપવામાં આવતાં હતા. તેથી કપાસ ક્યારેય ઉગ્યો જ ન હતો. આચાર્ય પણ ક્યારેય જોવા આવતાં ન હતા કે વિદ્યાર્થીઓ ખેતી કામ સીખે છે કે નહીં. આચાર્ય પુસ્તકો લખતાં રહેતાં હતા.

વિદ્યાપીઠની અને સોમનાથ છાત્રાલયની સ્થાપના

એક સદ્ગૃહસ્થના બંગલામાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી. તેથી આશ્રમના શિક્ષકોને ત્યાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં કાકાસાહેબ, નરહરિ પરીખ, કિશોરલાલ મશરૂવાળાને ત્યાં મોકલવામાં આવ્યા હતા. બીજે આવી શાળાઓ શરૂ થઈ તેથી આશ્રમના શિક્ષકો બહાર જતાં રહ્યાં હતા. જમનાલાલ બજાજે ગાંધીજીને સત્યાગ્રહ આશ્રમની એક શાખા મધ્યપ્રદેશના વર્ધામાં ઉઘાડવા માટે કહ્યું હતું. ત્યાં વિનોબા ભાવેને ગાંધીજીએ મોકલી દીધા હતા. આમ આશ્રમમાં કોઈ શિક્ષકો જ રહ્યાં નહીં. નવરત્નોમાંથી બહાર જતાં રહ્યાં હતા. તેથી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને અહીં શિક્ષક બનાવવામાં આવ્યા હતા. પછી સોમનાથ છાત્રાલય ચણવામાં આવ્યું હતું. જેમાં 108 ઓરડાઓ રખાયા હતા. છાત્રાલયની પશ્ચિમે ભોજનાલય બનાવાયું હતું. ઢાળ વાળી જગ્યાએ બન્યું હોવાથી તેની નીચે જગ્યા હતી જ્યાં પુસ્તકાલય બનાવાયું હતું. ગૃહપતિ તરીકે આપ્પાસાહેબ પટવર્ધન તથા ગ્રંથપાલ તરીકે પંડિત નારાયણ મોરેશ્વર ખરે નિયુક્ત કરાયા હતા.

આશ્રમની શરૂઆતના વર્ષોમાં આશ્રમવાસીઓ હુતાશની – હોળી પ્રગટાવતાં હતા. સ્ત્રીઓ તેની પુજા પ્રદક્ષિણા કરતી હતી. યુવાનો હોળીને કુદતા હતા.

ગાંધીજી અહીં દેશના શ્રેષ્ઠ નાગરિક બનાવવા માગતા હતા. તેથી અહીં વિદ્યાર્થીઓની કેળવણી પર તેઓ ભાર મૂકતાં હતા. તેથી સોમનાથ છાત્રાલય બનાવ્યું હતું. વિદ્યાર્થીઓને અહીં સારા અને સ્વનિર્ભર વિદ્યાર્થી બનાવવામાં આવતાં હતા.