[:gj]સાયબર ગુજરાતમાં કેવી ટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવે છે ? [:]

[:gj]‘‘આશ્વસ્ત’’ પ્રોજેક્ટ , ઇ-ગુજકોપ, પોકેટકોપ, ઇ-ગુજસીટોક, સીનીયર સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ, દ્વારા નાગરિકોને સુરક્ષા પણ પુરી પાડવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમને અંકુશમાં લેવા માટે રાજ્યકક્ષાએ રીજીયોનલ સાયબર ક્રાઇમ કોઓડિનેશન સેન્ટર છે. ચાર મોટા શહેરોમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને નવ રેન્જમાં સાયબર ક્રાઇમ સેલ છે. જીલ્લાઓમાં સાયબર પોલીસ સ્ટેશન ઉભા કરશે.
રાજય સરકારે વિશ્વાસ પ્રોજેક્ટ, સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ, ઈ-ગુજકોપ, પોકેટકોપ અને સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ છે.
સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટના કુલ-૦૫ યુનિટોની સેવાઓનો સીધો લાભ ગુજરાતના નાગરીકોને મળશે.
1. સાયબર ઇ‌ન્સીડન્ટ રીસ્પોન્સ યુનિટ(IRU)
2. એન્ટી સાયબર બુલીંગ યુનિટ(ABU)
3. સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ(CCPU)
4. સાયબર સુરક્ષા લેબ(CSL)
5. સાયબર ક્રાઇમ કો-ઓપરેશન પોર્ટલ
૮૨૨નું મહેકમ, કર્મચારીઓને તાલીમ તથા સાયબર સુરક્ષાના માળખાને વધુ મજબૂત બનાવવા અને સાયબર ક્રાઇમના ભોગ બનેલા નાગરિકોને ન્યાય અપાવવા માટે સાયબર ફોરેન્સીકને લગતા અત્યાઆધુનિક સાધનો (હાર્ડવેર અને સોફ્ટવેર) થી રૂા. ૯ કરોડ ૩૪ લાખ જેટલી માતબર રકમના ખર્ચે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો અને સાયબર ક્રાઇમ સેલને આધુનિક સાયબર લેબ છે.
ગુજરાત ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી સાયબર ક્રાઇમની ફોરેન્સીક તપાસમાં પોલીસની જરૂરી મદદ કરે છે.
સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ખાતે રીજીયોનલ સાયબર ક્રાઇમ કોઓર્ડીનેશન સેન્ટર
1. થ્રેટ એનાલીટીક યુનિટ (TAU)
2. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટીંગ પોર્ટલ (NCCRP)
3. પ્લેટફોર્મ ફોર જોઇન્ટ સાયબર ક્રાઇમ ઇન્વેશટીગેશન ટીમ
4. સાયબર ક્રાઇમ ફોરેન્સીક લેબોરેટરી ઇકોસિસ્ટમ
5. સાયબર ક્રાઇમ ટ્રેનીંગ સેન્ટર
6. સાયબર ઇકોસિસ્ટ્મ મેનેજ્મેન્ટ યુનિટ
7. રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર છે.
રૂા. ૩૨૯ કરોડના ખર્ચે VISWAS પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરાનું નેટવર્ક વધારી રાજયના ૩૪ જીલ્લા મુખ્ય મથકો અને ૬ ધાર્મિક સ્થળો ૪૧ શહેરો કે સ્થળોને આવરી લીધેલ છે. ટ્રાફિક જંકશન, પ્રવેશ-નિર્ગમન દ્વારો અને અન્ય અગત્યના ૧૨૫૬ સ્થળો/લોકેશનને આવરી લઈ આજ દિન સુધી કુલ ૬,૦૪૩ કેમેરા છે.
૩૪ જિલ્લા મુખ્ય મથકો ખાતે વીડીયો વોલ, વર્ક સ્ટેશન સાથેનો કંટ્રોલરૂમ, વીડીયો સ્ટોરેજ માટે ડેટા સેન્ટર અને કોન્ફરન્સ રૂમ સહિતની સુવિધાવાળા નેત્રમ(કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર)ની છે. કુલ-૪૧ શહેરોમાં સ્થાપિત કરવામાં આવેલ CCTV કેમેરા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પોઇન્ટ ટૂ પોઇન્ટ કનેક્ટીવીટીથી જિલ્લા કક્ષાના નેત્રમ (કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર) સાથે જોડી, તમામ જિલ્લા કક્ષાના નેત્રમ (કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર)ને ત્રિનેત્ર રાજ્યકક્ષાના કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર સાથે જોડવામાં આવેલ છે.
ઈ- ગુજકોપ ( E Guj-Cop )
ઈ-ગુજકોપ પ્રોજેક્ટ પણ રાજય સરકારનો એક મહત્વનો પ્રોજેક્ટ જે પોલીસની કામગીરીને ઈન્ફોર્મેશન ટેકનોલોજી સાથે સાંકળે છે. આ પ્રોજેક્ટ હેઠળ પોલીસ ખાતાની તમામ કચેરી તેમજ ૭૧૪ પોલીસ સ્ટેશનને ૧૦૬૮૬ કોમ્પ્યુટર, ૭૧૨૦ પ્રિન્ટર અને ૧૪૬૫ સ્કેનર થી સુસજ્જ કરેલ છે.
GSWAN મારફતે પોલીસ ખાતાની તમામ કચેરીઓ, પોલીસ સ્ટેશનો અને ૧૫૭૩ થી વધુ સ્થળોએ ૯૦,૦૦૦ કરતા વધુ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા ઈ-ગુજકોપ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. ઈ-ગુજકોપ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં અંદાજે ૧.૪ કરોડ થી વધારે ક્રાઈમ રેકર્ડસનું ડીઝીટાઇઝેશન થયેલ છે.

પોકેટ કોપ પ્રોજેક્ટમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ૪,૯૦૦ મોબાઇલ ફોન ફાળવેલા છે.
‘સીટીઝન ફસ્ટ મોબાઇલ એપ’ હેઠળ સીનીટર સીટીઝનની નોંધણી, ભાડવાત નોંધણી, ઘરઘાટી નોંધણી તથા મીસીંગ પર્શનની નોંધણી કરાઈ છે.[:]