અમદાવાદ, તા.11
દેશના પહેલાં વડાપ્રધાન અને આઝાદી સમયના ગાંધીજીના સાથીદાર જવાહર લાલ નહેરુએ મ્યુઝિયમ ખૂલ્લું મૂક્યું તેના 7 વર્ષ પછીના સંચાલકોએ ગાંધીજીના સ્મારકોની મોટા પાયે તોડફોડ કરી હતી. મનમાન્યા ફેરફારો કરી દીધા હતા. તેમનો એક ફેરફાર હતો વિનોબા ભાવે અને મીરા કુટીરનો. વિનોબા પોતે ગાંધી આશ્રમમાં 1921-22માં રહ્યાં હતા. તે મૂળ મકાન રહ્યું નથી. તે તોડી પાડવામાં આવ્યું છે. તેનાથી થોડે દૂર નકલી વિનોબા કુટીર બનાવવામાં આવી છે. જે અંગે સમાચારપત્રમાં તેનો અહેવાલ છપાયો હતો છતાં તે અંગે 47 વર્ષથી કોઈ પગલાં ભરાયા નથી.
બનાવટી વિનોબા અને મીરાબેન કુટીર
ગાંધીજીના મૃત્યુ પછી ગાંધીયનો હૃદય કૂંજ સામે વિનોબા કુટીર ઈચ્છતા ન હતા. લગભગ જૂન 1970માં તોડી પાડવામાં આવી હતી. હાલ જે વિનોબા કુટીર છે તેનું બાંધકામ આશ્રમની મૂળ 12 ઈમારતો અને કુલ 61 મિરલકો 1930 સુધીની છે તેની સાથે જરાપણ મેળ બેસતું નથી. બધી જ ઈમારતો પાયા પર ઉંચી છે. જ્યારે વિનોબા – મીરા કુટીર સાવ જમીન તળિયે છે. વળી આ કુટીર બની તો છે, પણ તેમાં વિનોબા ભાવે અને મિરાબેન કઈ રીતે રહેતાં હશે તે એક સવાલ છે. બે દરવાજા છે. પણ વચ્ચે કોઈ દિવાલ જ નથી. જે માત્ર પ્રતિકૃતી બનાવવામાં આવી છે.
આશ્રમની છેતરપીંડી
કાર્કિક સારાભાઈએ બહાર લખ્યું નથી કે આ અસલી કુટીર નથી નકલી છે. આમ તેઓ લોકો સાથે છેતરપીંડી કરી રહ્યાં છે. ખરેખર આશ્રમના સંચાલકોએ ત્યાં એક નોંધ મૂકવાની જરૂર છે કે આ મૂળ મકાન નથી. મૂળ મકાન તોડી પાડવામાં આવ્યું છે. તેના સ્થાને આ પ્રતિકૃત્તી છે. પણ તેમ નહીં કરીને 1970થી આજ સુધીના 47 વર્ષથી લોકોની સાથે ગાંધીજીના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. આમ ગાંધીજીના સ્મારકોની ઐતિહાસિક અગત્યતા અવગણવામાં આવી રહી છે. ટ્રસ્ટીઓએ અગાઉ જે ભૂલ કરી હતી તે હાલના ટ્રસ્ટીઓએ સુધીરી લઈને સત્યના પુજારી ગાંધીજીને માટે સત્ય જાળવવું જોઈએ. અહીં દર વર્ષે 7થી 8 લાખ લોકો આવે છે અને તેઓ એવું જ માને છે કે ગાંધીજીના હૃદય કૂંજની જેમ આ પણ અસલી છે. જ્યાં મૂકવામાં આવેલું લખાણ પણ લોકોને ગેરમાર્ગે દોરનારું છે.
સંચાલક કિશન ત્રિવેદીએ વિનોબા કુટીર તોડી હતી
1921-22માં બનેલું આ મકાન હતું. એક જ મકાનના બે નામ હતા વિનોબા અને મીરાબેન કુટીર. આ પવિત્ર સ્થળને તોડી પાડવાનો હુકમ આશ્રમના સંચાલક કિશન ત્રિવેદીએ આપ્યો હતો આવું કરવાનો તેમનો ઈરાદો શું હતો તે આજ સુધી રેકર્ડ પર લેવામાં આવ્યું નથી. તેઓ આશ્રમના ડાયરેક્ટર – નિયામક હતા. ત્રિવેદી પહેલાં સરકારી નોકરીમાં રાજીનામું આપવાની ફરજ પડી તે અંગે આશ્રમે ક્યારેય તપાસ કરી ન હતી. તે આશ્રમના લોકોને કહેતાં હતા કે વિનોબા ભાવેની વિનંતીને માન આપીને તેણે નોકરી છોડી હતી. પછી તેઓ સર્વોદય કાર્યકર તરીકે ભૂદાન પ્રવૃત્તિમાં જોડાયા હતા. ત્રિવેદી 1970માં રૂ.1100નો પગાર લેતાં હતા. તેમની સામે આશ્રમના અનેક કર્મચારીઓએ લેખિતમાં વિરોધ કર્યો હતો.
સૌથી મોટો પૂરાવો: નેશનલ આર્કાઈવ્ઝનું ચિત્ર
નેશનલ આર્કાઈવ્ઝમાં ગાંધી આશ્રણની ઈમારતોના કેટલાંક ચિત્રો મુકવામાં આવ્યા છે. જેમાં એક મીરા કુટીર પણ છે. 1945થી 1956 સુધીના સમય ગાળા દરમિયાન આ ચિત્રો દત્તામહા નામના ચિત્રકારે બનાવ્યા હતા. મીરાં બહેન આ નાનકડી ઝૂંપડીમાં રહેવા લાગ્યાં તે પહેલાં ત્યાં વિનોબા ભાવે રહેતા હતા. આ એક સૌથી મોટો પૂરાવો છે કે વિનોબા કુટીર મૂળ સ્થાને નથી.
ભારતના પ્રાચીનતમ સાંસ્કૃતિક વિરાસતનું અનમોલ રત્ન એટલે વિનોબા ભાવે
વિનાયક નરહરી ભાવે તેમનું મૂળ નામ હતું. 1695માં જન્મ થયો અને 1982મા મૃત્યું થયું હતું. દસ વર્ષની કુમળી વયે જ આજીવન બ્રહ્મચર્ય અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી. ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી હતા. વિનોબા નામ ગાંધીજીએ પાડ્યું હતું. ગાંધીજીએ જ્યારે ‘વ્યકિતગત સત્યાગ્રહ’ શરૂ કર્યો હતો. ત્યારે તેમની પ્રથમ પસંદગી વિનોબાજી પર ઉતરી હતી. શિક્ષણ, સમાજ સુધારણા, સર્વોદય વિચાર, ભૂદાન, સંપત્તિદાન, ગ્રામદાન અને જીવનદાન જેવી પ્રવૃત્તિઓ કરતાં રહ્યાં હતા. વિનોબાનું કાર્ય પ્રેમ અને કરૂણાના પથ પર રહ્યું હતું. વિનોબા ભાવે ભારતની પ્રાચીનતમ સાંસ્કૃતિક વિરાસતનું અનમોલ રત્ન હતા.