બાયડ, તા.01
બાયડના ગાબટ પાસે જીતપુરવાંટાના તળાવમાં ત્રણ મગરોએ વસવાટ શરૂ કરતાં હલચલ મચી છે. મગરે દિવાળીએ પાણી પીવા આવેલ પશુઓ પર હુમલો કરતાં દોડધામ મચી હતી.
જીતપુરવાંટા આવેલ તળાવમાં છેલ્લા બે દિવસથી ત્રણ જેટલા વિશાળ મગરો એ વસવાટ શરૂ કરી દેતાં આસપાસના ગામોમાં ભયનો માહોલ છવાયો છે. દિવાળીના દિવસે પશુ ચરાવવા માટે ગયેલા કોનાભાઇ પરમાર તેમના પશુઓને પાણી પીવડાવવા માટે તળાવે લઇ જતાં મગરે પશુઓ ઉપર હુમલો કરતાં પશુ ભાગી છૂટ્યા હતા.