ગામડાઓ માટે સરકારની યોજના શું છે

પંચાયતી રાજ વ્યવસ્થા ગુજરાતના આશરે ૧૮,૦૦૦ જેટલા ગામડાઓ સુધી વિસ્તરેલ છે. તેના સંચાલન માટે હાલમાં ૧૪,૨૯૨ જેટલી ગ્રામ પંચાયતોઅને ૨૪૮ તાલુકા પંચાયતો તથા ૩૩ જિલ્લા પંચાયતો છે અને તેનો વહીવટ ચૂંટાયેલ પ્રતિનિધિઓ ધ્વારા સૂચારુરૂપે ચાલે છે.

વર્ષમાં ઓછામાં ઓછી બે વાર ગ્રામસભા મળે તે માટેની વૈધાનિક જોગવાઇ છે ગ્રામસભાગ્રામ પંચાયતની સર્વોપરી સંસ્થા છે તેના દ્વારા વિકાસના કામોનું સામાજીક ઓડીટ કરવામાં આવે છે. અને  કેન્દ્ર સરકારના ૧૪મા નાણાપંચના કામોની સમીક્ષા કરી કામોનું પુર્ણતા સર્ટીફીકેટ પણ ગ્રામસભા દ્વારા લેવામાં આવે છે.

રેતી, કંકર અને ગ્રેવલની ગ્રાન્ટ ની ફાળવણી સીધી જ જિલ્લા પંચાયતના હવાલે મુકવાનો વહીવટી નિર્ણય કરેલ છે. જે વિકાસની પ્રક્રીયાને ગતિમાન કરશે.

પંચાયતી રાજ વ્યવસ્થાને બંધારણીય દરજ્જો મળેલ છે. ગ્રામ્ય વિકાસ માટે ફંડ, ફંક્શન અને ફંક્શનરી રાજ્ય સરકારના સંબંધિત વિભાગો દ્વારા જરુરી બજેટ જોગવાઇ કરીને ગ્રાન્ટો પંચાયતોના હવાલે મુકવાની સરકારે યોગ્ય વ્યવસ્થા કરેલ છે. આ રીતે ગ્રામ્ય વિસ્તારોનો અવિરત વિકાસ થાય તેના માટે આ  રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ અને કટીબધ્ધ છે.

૧૪મા નાણાપંચ અંતર્ગત ભારત સરકારશ્રી દ્વારા મળનાર રકમ વર્ષ ૨૦૧૧ ની વસ્તીના આધારે ગણી કુલ ગ્રાન્ટના ૯૦ ટકા ગ્રામ પંચાયતોની વસ્તીના આધારે અને ૧૦ ટકા ગ્રામ પંચાયતના વિસ્તારના આધારે ફાળવણી.

પીવાનું પાણી, સેનીટેશન, આંતરીક રસ્તા, પ્રાથમીક શિક્ષણમાં ખુટતી પાયાની સુવિધાઓ, આંગણવાડી કેન્દ્રોમાં ખૂટતી સુવિધાઓ, ઈ-ગ્રામની સુવિધામાં વધારો, વીજળીકરણના કામો વગેરે જેવા કામો કરવામાં આવે છે.

પાંચ વર્ષમાં કુલ રૂ.૭૭૭૧.૨૬ કરોડની ગ્રાન્ટ મળનાર છે.

ચાર વર્ષમાં રૂ.૫૮૦૦ કરોડ ગ્રાન્ટની ગ્રામ પંચાયતોને ફાળવણી અને ૨.૯૬ લાખ કામો પુર્ણ

વર્ષ ૨૦૧૮-૧૯ માં રૂા.૧૭૨૫ કરોડ બેઝિક ગ્રાન્ટ ની ગ્રામપંચાયતોને ફાળવણી

વર્ષ ૨૦૧૯-૨૦ માટે રૂ.૨૬૧૬ કરોડની જોગવાઇ તે પૈકી રૂ.૧૧૬૫ કરોડની ફાળવણી

યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકારશ્રી દ્વારા રૂ.૧૬ કરોડની જોગવાઇ  કરવામાં આવેલ છે.

ગત વર્ષની સરખામણીએ વર્ષ ૨૦૧૮-૧૯ માં લગભગ

૩૪ટકાનો વધારો કરવામાં આવેલ છે.

સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના

ગામમાં સફાઇ યોગ્ય રીતે થાય અને સફાઇ પ્રત્યે સભાનતા, જાગૃતિ કેળવી સફાઇનુ ઉંચુ સ્તર લાવી ગ્રામ્ય જીવન સ્તર ઉચુ લઇ જવા માટે પ્રોત્સાહન રૂપે સફાઇ અને સ્વચ્છતા માટે  સહાય આપવા માટે સને-૨૦૦૭-૦૮ ના વર્ષમાં સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના હેઠળ ગ્રામપંચાયતો સફાઇ અંગે જાગૃત બને તે માટે ગ્રામ પંચાયતના સફાઇકરની વસુલાતના આધારે પ્રોત્સાહક ગ્રાન્ટ માટે વર્ષ ૨૦૧૮-૧૯ માં રૂ.૯.૬૪ કરોડનો ખર્ચ.

વર્ષ ૨૦૧૯-૨૦ માં રૂ.૧૦ કરોડચાલુઅને રૂ.૩૫ કરોડની નવી બાબતમળી કુલ રૂ.૪૫ કરોડનીજોગવાઇ.

મહાત્મા ગાંધી સ્વચ્છતા મીશન

વર્ષ ૨૦૧૪-૧૫ થી અમલમાં આવેલ મહાત્મા ગાંધી સ્વચ્છતા મીશન અંતર્ગત ગામડાઓમાં  ડોર ટુ ડોર ઘન કચરાનું એકત્રીકરણ કરવા માટે રાજ્યના તમામ ગામોને આવરી લઇ વ્યક્તિ દીઠ રૂ.૨ માસિક ગ્રાન્ટ ફાળવવા માટે વર્ષ ૨૦૧૮-૧૯ માં રૂ.૭૩.૧૬ કરોડ ખર્ચ કર્યો.

ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત ગ્રામ સચિવાલય ગણાય છે.

૧૯૬૩ માં પંચાયતીરાજ અમલમાં આવ્યાથી પંચાયત ઘરના બાંધકામ અંગે કોઇ નાણાંકીય જોગવાઇ કરવામાં આવતી ન હતી. પરંતુ આ રાજ્ય સરકારે ગ્રામ પંચાયતોના મકાનો સુવિધાયુક્ત બને તેના માટે ગ્રામ પંચાયત મકાન બાંધકામ માટે  ગ્રાન્ટ વર્ષ ૨૦૧૬-૧૭ થી જે ગામડાઓમાં પંચાયત ઘર જુના પુરાણા અને જર્જરીત હોય છે. આવી ગ્રામ પંચાયતોમાં ગામની વસ્તીના પ્રમાણમાં પંચાયત ઘરમાં બેઠક વ્યવસ્થા તેમજ અન્ય સુવિધાઓની જરૂરિયાત અલગ અલગ હોય જેથી એક જ ટાઇપ ડીઝાઇનના મકાનોને બદલે વસ્તીના ધોરણે જરૂરિયાતને ધ્યાને લઇ નવીન પંચાયત ઘર કમ તલાટી આવાસ યોજના અમલમાં મુકીને સૂવિધા યુક્ત મકાન  બનાવવામાં આવે છે.

 

વર્ષ ૨૦૦૩-૦૪ થી શરૂ થયેલ ઇગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ રાજ્યની તમામ ગ્રામ પંચાયતો ખાતેથી ગ્રામજનોને વિવિધ પ્રકારની ઈ-સેવાઓ જેવી કે જન્‍મઅનેમરણનો દાખલો, આકારણી, બી.પી.એલ.યાદી, ૭/૧૨,  ૮-અના ઉતારા, કરવેરા ભર્યાની પહોંચ, વીજળી બીલ, જી.એસ.પી.સી.ના ગેસ બીલ, વિવિધ યોજનાઓ માટેના અરજીપત્રો/ ફોર્મ્સ તેમજ ધોરણ-૧૦ અને ૧ર ના રીઝલ્ટ, મોબાઇલ રીચાર્જ, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના ઓળખકાર્ડ,આર.ટી.ઓ.લર્નિંગ લાયસન્સ, ઓનલાઇન જન્મ મરણ પ્રમાણપત્ર, પી.એમ. કીસાન- આયુષ્યમાન કાર્ડ વગેરે મળી રહે તે માટે કોમ્પ્યુટર્સ તેમજ ઈ-કનેક્ટીવીટીથી સજ્જ ઈ-ગ્રામ કેન્દ્રો ઉભા કરવામાં આવેલ છે.

૧૪૦૦૬ ઇગ્રામ સેન્ટર કાર્યરત

વર્ષ ર૦૧૮-૧૯માં સિસ્ટમ અપગ્રેડ કરવાના હેતુથી ૨૦૦૦ નવા કોમ્પ્યુટરોની ફાળવણી

 

ગરીબી રેખા નીચે આવરી લેવાયેલા  કુટુ્ંબો અને વ્યક્તિઓ માટે, વચેટીયાઓનું વર્ચસ્વ નાબુદ કરવા તેમજ  ગરીબોને પુરેપુરો લાભ મળી રહે તે માટે અમલમાં મુકેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ કે જેમાં જુદા જુદા હેતુ માટે સહાય આપવાની યોજનાઓ સુનિશ્વિત કરવામાં આવી છે. તે તમામ યોજનાઓના લાભાર્થીઓને એકજ દિવસે તેમને મળવાપાત્ર સહાય ઓ સરકારશ્રીની યોજનાઓની રકમ મળી રહે તે માટે પ્રત્યેક જિલ્લામાં  ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરીને જિલ્લાના આવા તમામ લાભાર્થીઓને એક સાથે તેમને મળવાપાત્ર  સહાય આપવાના  એક નવતર પ્રયોગ એટલે ગરીબ કલ્યાણ મેળા.

અત્યાર સુધીમાં ૧૫૩૦ ગરીબ કલ્યાણમેળા માં ૧.૪૭ કરોડ લાભાર્થીને રૂા.૨૬૬૭૬.૮૨ કરોડની નાણાકીય સહાય ચુકવી.

વર્ષ ર૦૧૮-૧૯ માં ૩૯ ગરીબ કલ્યાણ મેળામાં ૧૪.૭૦ લાખ લાભાર્થીઓને રૂા.૨૭૮૭.૨૦ કરોડની સહાય.

સરદાર આવાસ યોજના

અત્યાર સુધીમાં  કુલ  ૧૧,૯૫,૭૯૫ લાભાર્થીઓને આવરી લઇ રૂા.૫૨૬૮ કરોડની સહાય આપવામાં આવેલ છે.

વર્ષ ૨૦૧૯-૨૦ માં રૂ.૧૦૦ લાખની જોગવાઇ

રૂર્બન અને  સ્માર્ટ વિલેજ યોજના

આ યોજના હેઠળ“આત્મા ગામડાનો સુવિધા શહેરની“ના મંત્ર સાથે તાલુકા મથકના ગામો તથા આદિજાતિ વિસ્તારના ૭,૦૦૦ થી વધુ અને અન્ય ગામોમાં ૧૦,૦૦૦ થી વધુ વસ્તી ધરાવતા ગામોનો સમાવેશ પ્રથમ તબક્કામાં ભૂગર્ભગટરના ૭૯ કામો શરૂ કરવામાં આવેલ તે પૈકી ૬૯ કામો પૂર્ણ અને ૧૦ કામો પ્રગતિમાં અત્યાર સુધીમાં રૂ.૬૮૨કરોડનો ખર્ચ પૂર્ણ કામો માટે વાર્ષિક રૂ. ૫ લાખ જાળવણી માટે રૂર્બન યોજના માટેવર્ષ ર૦૧૯-૨૦માં ચાલુ બાબત માટે રૂા.૮૩ કરોડની જોગવાઇ સ્માર્ટ વિલેજ યોજના માટેવર્ષ ર૦૧૯-૨૦માં ચાલુ બાબત માટે રૂ.૧૦કરોડની જોગવાઇ

તીર્થ ગામ –  પાવન ગામ યોજના

વર્ષ ૨૦૦૪-૦૫ થી શરૂ કરેલ તીર્થગામ યોજના હેઠળ છેલ્લા ૫ વર્ષમાં એકપણ ગુનો ન નોંધાયો હોય તેવા જાહેર કરેલ તીર્થગામને રૂ. ૨ લાખ નું પ્રોત્સાહક અનુદાન અત્યાર સુધીમાં રાજ્યમાં ૯૩૩ તીર્થગામ જાહેર કરવામાં આવેલ છે.

વર્ષ ૨૦૦૮-૦૯થી શરૂ કરેલ પાવનગામ યોજના હેઠળ છેલ્લા ૩ વર્ષમાં એકપણ ગુનો ન નોંધાયો હોય તેવા જાહેર કરેલ પાવનગામને રૂ. ૧ લાખ નું પ્રોત્સાહક અનુદાન અત્યાર સુધીમાં રાજ્યમાં ૨૯૧ પાવનગામ જાહેર કરવામાં આવેલ છે.

અત્યાર સુધીમાં કુલ રૂ.૮.૭૯કરોડનુંઅનુદાન

પંચવટી યોજના

વર્ષ ર૦૦૪-૦પ થી શરૂ થયેલ પંચવટીયોજનાહેઠળ, ગામમાંસુવિધાયુકતબાગ-બગીચાઓનોવિકાસથાયઅનેગ્રામ્‍યવિસ્‍તારમાંઆનંદ-પ્રમોદનાસાધનોસહેલાઇથીઉપલબ્‍ધકરાવવારાજ્ય સરકાર તરફથી રૂ.૧ લાખની સહાયતથારૂા.પ૦૦૦૦/- લોકફાળાનોઉપયોગકરીને પંચવટી બનાવવામાં આવે છે.

અત્યાર સુધીમાંકુલ૫૭૪૬ગામોમાં પંચવટીયોજનાઅમલમાં

વર્ષ ૨૦૧૮-૧૯ માં રૂ.૬૬.૫૯ લાખની ગ્રાન્ટ ફાળવણી

વર્ષ ૨૦૧૯-૨૦ માટે રૂ.૧૩૦લાખની જોગવાઈ છે.