આંખો ચાર થઈ જાય એવી વિગતો બહાર આવી છે. ગુજરાત સરકાર દાવો કરે છે કે ગામડાનો વિકાસ શહેર જેવો થયો છે. પણ વાસ્તવિકતા ઊંધી થઈ જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં બાળપણ અને વૃદ્ધ લોકોની વસતિ વધું છે. પણ યુવાનોની વસતિ શહેરોમાં ટકાવારી પ્રમાણે વધું છે. 20 વર્ષના યુવાનો થાય ત્યાં સુધી ગ્રામ્ય વિસ્તારમાં તેમની વસતી શહેર કરતાં વધું હોય છે. પણ જેવા 20 વર્ષ ઉપર થઈને રોજગારી મેળવવા જેવા થાય એટલે તુરંત ગ્રામ્ય વિસ્તારોમાં યુવાનો એકાએક ઘટવા લાગે છે. શહેરોમાં વધવા લાગે છે.
ગુજરાતની પાથેય નામની સંસ્થાના ડો.સિદ્ધરાજ સોલંકી, મહેન્દ્ર જેઠમલાણી, રમણ પંચાલ અને ચિંતન પટેલે તૈયાર કરેલાં અહેવાલમાં એવી વિગતો બહાર આવી છે કે, 15થી19 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી ગ્રામ્ય વિસ્તારોની કૂલ વસતીના 9.9 ટકા કિશોરો હોય છે. જ્યારે શહેરોમાં આ પ્રમાણ 8.9 ટકા હોય છે. પણ ગામડાના આ કશોરો જેવા યુવાન થાય છે તેની સાથે જ શહેર ભણી દોટ મૂકી રહ્યાં છે. શહેરમાં 15થી19 વર્ષની ઉંમરના કિશોરો 8.9 ટકા કૂલ વસતી પ્રમાણે હોય છે તે 20થી 24 વર્ષના યુવાન ઊંમરે એકાએક વધીને 10 ટકા થઈ જાય છે. તેનો સીધો મતલબ કે શહેરોમાં મોટા પ્રમાણમાં હિજરત કરી રહ્યાં છે. શહેરોનું અર્થતંત્ર ગામડાંના યુવાનોને આભારી વધું છે. તેનો સીધો મતલબ તે બાળક જન્મે ત્યાંથી 20 વર્ષનો યુવાન થાય ત્યાં સુધી તેનું પ્રમાણ ગામડામાં વધું હોય છે પણ પછી શહેરોમાં તે નોકરી માટે કે ધંધા માટે હિજરત કરે ત્યારે સ્થિતી ઊંધી થઈ જાય છે. શહેરોમાં યુવાનો વધવા લાગે છે અને ગામડામાં ઘટવા લાગે છે. જે બતાવે છે કે, ગુજરાત ભાજપની સરકારના તમામ મુખ્ય પ્રધાનો કહેતાં આવ્યા છે કે ગામડાંમાં રોજગારી મળે છે ગામડાનો વિકાસ થયો છે. પણ હકીકત ઊંધી છે. અગાઉ કરતાં પણ હવે શહેરોમાં હિજરત વધી છે.
18,000 ગામડાના યુવાનો મોટા ભાગે ગુજરાતના 10 શહેરોમાં કે દેશના બીજા શહેરોમાં રોજગારી માટે જઈ રહ્યાં છે. જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, ભુજ જેવા શહેરોનો સમાવેશ થાય છે. તે પ્રવાહ ઘટનાવા બદલે વધી રહ્યો છે. જે યુવાનોની વસતિ પરથી સ્પષ્ટ થાય છે. ગામડામાં જન્મતો યુવાન ભણીને શહેરમાં રોજગારી માટે આવે છે કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી આપવામાં ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને અગાઉના પાંચ મુખ્ય પ્રધાનો સદંતર નિષ્ફળ રહ્યાં છે.
વસતીનું પ્રમાણ – ટકામાં
ઉંમર – ગ્રામ્ય – શહેરી
0-4 – 9.9 – 8.4
5-9 – 10.2 – 9.5
10-14 – 10.6 – 8.8
15-19 – 9.9 – 8.9
20-24 – 9.8 – 10.0
25-29 – 8.5 – 10.5
ગુજરાત સરકારે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં જ રોજગારી મળે તે માટે પ્રયાસો કરવા જોઈએ એવું નિષ્ણાંતો માની રહ્યાં છે. જો તેમ નહીં થાય તો ગામડાના નાગરિકો યુવાનોને પેદા કરવાના સ્થળો બની રહેશે. ત્યાંથી યુવાનો હિજરત કરીને શહેરમાં આવશે. મોટા શહેર બનતાં સરકાર પર આર્થિક બોજ વધતો રહેશે. ભાજપ સરકાર પણ રાજકીય ફાયદો મેળવવા માટે ગામડાનો વિકાસ થવા દેતી નથી. કારણ કે શહેરી વિસ્તારો ભાજપને મત આપી રહ્યાં છે પણ ગ્રામ્ય વિસ્તારો ભાજપને મત આપતાં નથી. તેથી ગામડાં ભાંગે તેમાં ભાજપને રાજકીય ફાયદો મળી રહ્યો છે તેથી હવે ગામડાઓ પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી.
(દિલીપ પટેલ)