ગામલોકોએ ફાળો એકત્રિત કરીને શ્રમદાન સાથે તળાવ ઉભુ કરીને જળસંકટ દૂર કર્યું

બગસરા,તા.૦૭
ગત વર્ષે અમરેલી જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો હતો…ઓછો વરસાદ પડવાથી લોકોને પીવાના પાણી માટે ભટકવુ પડતું હોય છે…તો ખેડૂતોને પણ મોટી નુકશાનીનો સામનો કરવો પડતો હોય છે…..આજ વાતની શીખ લઈ બગસરા તાલુકાના સણોસરાના ગ્રામજનોએ ચોમાસામાં વહી જતા પાણીના સંગ્રહ માટે તળાવો અને ચેકડેમ બંધાવી પાણીનો સંગ્રહ કરવાનું નક્કી કર્યું…અને તળાવોનું નિર્માણ કર્યું…જે આ વર્ષે પડેલા સારા વરસાદને કારણે ત્રણ ત્રણ વાર છલોછલ તળાવ ભરાયું જેથી આ ગામના લોકો ખુશખુશાલ થતા…દાતાઓનું ગ્રામજનો દ્વારા સન્માન સમારોહ યોજાયો….

બગસરા તાલુકાનું સણોસરા ગામના લોકોએ ચોમાસાના સમયમાં વહી જતા જળના સંગ્રહ કરવાના હેતુથી તળાવ અને ચેકડેમનું નિર્માણ કરાવ્યું છે…ગામના લોકોએ એક વતન ચેરીટેબલ ટ્રષ્ટ બનાવ્યુ છે….અલગ-અલગ કામોની વહેંચણી કરી..સમસ્ત ગ્રામજનોની જહેમતથી રૂ.55 લાખ એકઠા કર્યા હતી. જેટલી ગ્રામજનોની રકમ એટલીજ રકમ દાતા સવજીભાઈ ધોળકીયાએ અર્પણ કરી હતી..બાદ તળાવ અને ચેકડેમનું નિર્માણ કરાવ્યું હતુ…રાત દિવસ અહીંના લોકોએ મહેનત કરી આ તળાવનું નિર્માણ કર્યું છે…છેલ્લા ઘણા સમયથી પડતર પડેલી જમીન પર તળાવનું નિર્માણ કરાવી…જળ સિચાયનું ઉમદા કાર્ય કર્યું છે…આ તળાવ આ વર્ષે ત્રણ ત્રણ વખત પાણીથી છલોછલ ભરાયું છે..આ કાર્યથી આજુબાજુના ગામોના પાણીની સમસ્યા તેમજ ખેડુતોને સિંચાઈના પાણીની સમસ્યા ઓછી થઈ છે..

આ તળાવ બનાવવા માટે ગામના લોકોએ જેટલો ફાળો કર્યો એટલોજ ફાળો ધોળકિયા ફાઉન્ડેશન તરફથી મળ્યો,દાતાઓ અને ગ્રામજનોની જાહેમતથી લોકોએ અને સરકારના સહકારથી આ તળાવના નિર્માણમાં ફાળો આપ્યો છે…જે સમગ્ર ગામ તેમજ આજુબાજુના ગામના લોકોને ખુબજ ફાયદો થઇ રહ્યો છે…સણોસરા ગામે દાતાઓનું સન્માન સમારોહ નું આયોજન થયું…

આ ગામના તળાવો આ વર્ષે સારો વરસાદ પડતા ત્રણ વાર છલોછલ ભરાઈ જતા લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી…ગામના લોકોએ આ તળાવ તેમજ ચેકડેમના નિર્માણમાં ફાળો આપનારા દાતાઓનું ફુલહાર,શાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું..તેમજ સમસ્ત ગ્રામજનોનું ધુવાળા બંધ જમણવાર કરવામાં આવ્યું હતું…

ત્યારે આ સણોસરા ગામના લોકોની પ્રેરણા લઇ અન્ય ગામના લોકો પણ આવી જ રીતે ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરેતો…ખેડૂતો તેમજ ગામના લોકોને આખા વર્ષ દરમિયાન ચોક્કસથી ફાયદો થઇ શકે તેવું ચોક્કસ છે. સણોસરા ગામના આ ઉમદા કાર્યમાંથી અન્ય ગામો પણ પોતાના વતનની સમસ્યાઓને દૂર કરવા એકત્રિત થઇ શકે છે.