પથરી
ગાયના દૂધની છાશ રોજ સવારે પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. માત્ર ચૂર્ણ છાશ સાથે લેવાય તો સારું. કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી ઓગળે. પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે. જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે. મેંદીનાં પાનનો ઉકાળો પીવાથી પથરી મટે છે. પાષાણભેદ – પથ્થરકૂટીમાં રસાયણ વગરનો ગોળ ભેળવીને ખાવાથી પથરી તૂટી જશે. જવનું પાણી અથવા પથ્થરફોડ – પાષાણભેદનો રસ પથરીને ઓગાળે – મટાડે છે કળથી, પાષાણભેદ કે જવ ખાવાથી રાહત થાય. ભાજી, કાકડી, ટામેટા, કોબી, લીંબુ, કાચા ખવાય પણ રાંધીને કે ઉકાળીને ન ખવાય તે ખાસ જોવું. પથરી નવી નવી ન થાય તે વિજ્ઞાન સમજી લો. ઓપરેશન તેનો કાયમી ઈલાજ નથી, ક્ષણિક તીવ્ર દર્દ સહન કરવું જરૂરી છે.