ગાય-ભેંસના આઉનો સોજો કેવી રીતે અટકાવી શકાય ?

દૂધાળા પશુમાં થતા રોગોમાં સૌથી મહત્વનો રોગ છે જેના કારણે પશુપાલકને આર્થિક નુકશાન બહુ થાય છે. આ રોગને અટકાવવા માટે પશુને દોહતા પહેલાં અને દોહયા બાદ આંચળ તથા બાવલું ચોખ્ખા પાણીની ધોવાનું રાખો અને ત્યારબાદ પોટેશિયમ પરમેંગેનેટના મંદ દ્રાવણથી સાફ કરવાનું રાખવું જોઈએ. દોહનારના હાથ પણ આ દ્રાવણથી ધોવા પશુને તથા રહેઠાણને સ્વચ્છ રાખવું જોઈએ. ખરાબ દૂધ ભોંયતળિયે ન ફેંકતા તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. આવા પશુને છેલ્લા દોહવાનું રાખવું. બાવલામાં કોઈપણ પ્રકારની ઈજા થાય તો તુરત તેનો ઉપચાર કરાવવો જોઈએ.

(૧) આ રોગ અટકાવવા માટે પશુને દોહતા પહેલા અને દોહયાં બાદ આંચળ તથા બાવલું ચોખ્ખા પાણીથી ધોઈ ત્યારબાદ પોટેશીયમ પરમેંગેનેટના મંદ દ્વાવણથી સાફ કરવાનું રાખવું જોઈએ.

(૨) દોહનારે પોતાના હાથ પણ આ દ્વાવણથી ધોવા જોઈએ.આંચળ-આઉ ધોયા બાદ સ્વચ્છ કપડાથી કોરા કરવા.

(૩) પશુ અને તેના રહેઠાણને સ્વચ્છ રાખવું જોઈએ.

(૪) ખરાબ દૂધ ભોંયતળીયે ન ફેંકતા તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. આવા પશુને છેલ્લા દોહવાનું રાખવું.

(૫) બાવલામાં કોઈ પણ પ્રકારની ઈજા થાય તો તુરતજ પશુ દાક્તર પાસે તેનો ઉપચાર કરાવવો જોઈએ.

(૬) વસુકેલા જાનવરોના આંચળમાં એન્ટિબાયોટિક દવા ચઢાવવી.

(૭) દોહન બાદ ગાય/ભેંસોને ૮-૧૦ મીનીટ ઉભી રાખવી. નીચે બેસી જાય નહી તે જોવું.

(૮) મૂઠ્ઠી પધ્ધતિથી દોહન કરવું જોઈએ. વીંટી પહેરી દોહન કરવું નહી.

(૯) મશીનથી દોહન વેળા પૂરતા દબાણે દોહન થવું જોઈએ.

(૧૦) દોહન સંપૂર્ણકરવુ જોઈએ.ટીપે ટીપૂ દૂધ દોહી કાઢવું જોઈએ.