[:gj]લેક્ટોપસ બેક્ટેરીયા ધરાવતી ખાટી છાશ શ્રેષ્ઠ જંતુ નાશક પુરવાર[:]

Citrus buttermilk containing lactopus bacteria proved to be the best pesticide

[:gj]ગાંધીનગર, 14 ફેબ્રુઆરી 2020

ચણા, કપાસ, ઘઉં, તુવેર, ટેટી, તરબૂચ, ભીંડા જેવા શાકભાજી પર હાલ ભારે રોગચાળો જોવા મળી રહ્યો છે. ફૂગ, કીટક અને ઈયળના નિયંત્રણ માટે બજારમાં રૂ.700થી 1000ના ભાવે જંતુનાશક દવા વેચાતી લઈને પાક પર હેવી ડોઝથી છાંટવા છતાં તેનું નિયંત્રણ થઈ શકતું નથી. છાશના લેક્ટોપસ બેક્ટેરીયાને છાશમાં ઉછેરીને તેનો છંટકાવ કરવાથી 30 જેટલા પાકમાં 20 જાતના રોગને દૂર કરી શકાયા છે. તે પણ કોઈ પણ જાતના ખર્ચ વગર દૂર કરી શકાય છે. લેક્ટોપસ બેક્ટેરીયા બીજા બેક્ટેરિયાને મારી નાંખે છે. ફૂગના બેક્ટેરિયા ખતમ થાય છે.

માનવ જાતને છાશની દવા નુકસાન કરતી નથી.

જામકા ગામમાં 15 વર્ષથી છાશ વાપરીને ખેતી કરવામાં આવે છે. મગફળી, કપાસ, તલ, ઘઉં, ડુંગળી, તુવેર, શેરડી, પાકમાં છાશ અને છાણ ગૌમૂત્રનો ઉપયોગ કરીને 20થી 50 ટકા વધું ઉત્પાદન મેળવેલું છે.

છાશને માટલામાં ભરીને લીમડાના વૃક્ષ નીચે અથવા છાણીયા ખાતરના ઢગલામાં માટલું રાખી ભરી દેવામાં આવે છે. 15થી 25 દિવસ ભરી રાખવાથી તે સડી જશે. 20 દિવસમાં જ કીટનાશક બની જાય છે.

250 થી 500 મિલી પંપમાં નાંખી પાકમાં છંટકાવ કરવાથી અનેક જાતની ફૂગ કે જે બેક્ટેરિયાથી ફેલાય છે તેનો નાશ થાય છે.

ઈયળના નિયંત્રણ માટે ઉપયોગ કરી શકાય છે.

છાશમાં લીંબોળીનું તેલનાંથી ચૂસીયાનો નાશ કરી શકાય છે.

800થી 900 લીટર દવા મળે છે.

બીજા બેક્ટેરિયાને લેપ્ટોપસ મારી નાંખે છે. પ્રાઈકોડર પાક પર છાંટી હોય તો છાશ છાંટવી નહીં.

ફૂગ અને મગફળીમાં મુંડા હોય તો લીંબોળીના તેલની સાથે છાશ વાપરીને દૂર કરી શકાય છે.  વાપરવામાં આવે છે.

મગફળીના થડના સડાના નિયંત્રણ માટે પાણીમાં આપી શકાય છે.

દક્ષિણ ગુજરાત વિસ્તારમાં તુવેરના પાકમાં સુકારાના રોગના નિયંત્રણ માટે સારીરીતે કોહવાયેલ છાણિયા ખાતરમાં વૃદ્ધિ પામેલ ટ્રાઇકોડર્મા હરજીએનમને એક લીટર છાશ દીઠ 200 ગ્રામ પ્રમાણે આપવામાં આવે છે.

ચણાના પાકમાં સુકારા રોગના નિયંત્રણ માટે વાવણી વખતે ટ્રાયકોડર્મા વીરીડી (106 સીએફયુ/ ગ્રામ) 2.5 કિલો + 250 કિલો દિવેલીનો ખોળ અથવા છાણિયું ખાતર મિશ્ર કરી છાશમાં આપવાથી સુકારો અંકૂશમાં આવે છે.

રજકો, ઝિંઝવો, જૂવાર, મકાઇના ચારાનું ઉત્પાદન બમણું મળેલ છે. જે જમીનમાં બિલકુલ લસણ થતું ન હોય ત્યાં એકર દીઠ 45 ક્વિન્ટલ થવા લાગે છે.

ગાયના ગોબર, ગૌમુત્ર, ખાટી છાશ વાપરીને જંતુનાશક ઝેરનો ઉપયોગ ન કરવાથી મધમાખી આવે છે. તેથી ફલીનીકરણ વધે છે.

ગાયના છાણ, ગૌમૂત્ર, છાશથી ટેટી, તરબૂચ, શાકભાજીનું ઉત્પાદન બમણું અને મીઠાશ ચાર ગણી થઇ છે. શાકભાજી, કેરી, ટેટીની મીઠાસ, સુગંધ અને છોડ વેલાનો વિકાસ સારો થાય છે.[:]