ગિરનાર રોપ-વેનો સામાન હેલીકોપ્ટરથી પહોંચાડાયો

જૂનાગઢમાં ગિરનાર રોપ-વેનું કામ પુરજોશમાં થઇ રહ્યું છે. રોપ-વેનો સામાન ઉપર પહોંચાડવા હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યું છે.અંબાજી મંદિર સુધી સમાન પહોંચાડવામાં આવશે. પાંચ દિવસ સુધી આ કામગીરી ચાલશે, ત્યાર બાદ મીની રોપવે તૈયાર કરવામાં આવશે.

એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેકટ

ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેકટ બનશે. તેની લંબાઇ 2230 મીટરની હશે. તેનાં અપર અને લોઅર સ્ટેશનો વચ્ચેનું અંતર 850 મીટરનું રહેશે અને ભવનાથ તળેટીથી અંબાજી સુધી પહોંચવામાં રોપ-વેને 9 મિનિટ અને 28 સેકન્ડ જેટલો સમય લાગશે. તેની એક ટ્રોલી એક સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપશે, સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી આ સેવા ચાલુ રહેશે, ઉપરાંત એક કલાકમાં 1 હજાર જેટલા પ્રવાસીઓ રોપવે પરથી વહન કરી શકશે.

નરેદ્ર મોદીએ 2 માર્ચ 2002 નાં રોજ રોપ-વેની કામગીરી ફરીથી શરૂ કરવાની સુચના આપી હતી, 1 મે 2007 નાં રોજ ગુજરાત ગૌરવ દિનની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં કરતી વખતે તત્કાલિન મુખ્યમંત્રી નરેદ્ર મોદીએ રોપ-વે યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું.

4 સપ્ટે. 2009 નાં રોજ ગિરનાર રોપ-વે યોજના તાત્કાલિક શરૂ કરવા સંતોનાં માર્ગદર્શન હેઠળ એક સર્વપક્ષીય આંદોલન પણ શરૂ કરાયું હતું.ગિરનાર રોપ-વે રોજ 6 હજાર યાત્રિકોને ગિરનાર પર્વત પર લઇ જઇ શકશે. આમ જૂનાગઢમાં વર્ષે 20 લાખ યાત્રાળુઓ વધશે.