મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા જિલ્લાના ડભોઇ નજીક એક ખાનગી હોટલનો ખાળકૂવો સાફ કરવા ઉતરેલા ૭ શ્રમિકોના થયેલા અપમૃત્યુ અંગે શોકની લાગણી વ્યકત કરી છે. મૃતક શ્રમજીવીઓના વારસદારને ૪ લાખ રૂપિયાની
સહાય આપવાની જાહેરાત કરી છે.
તેમણે આ ખાનગી હોટલ સંચાલક સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના જિલ્લાતંત્રને આપી છે. નીતિ આયોગની બેઠક માટે દિલ્હીની મુલાકાતે ગયા છે ત્યાં તેમને આ દુર્ઘટનાની જાણ થતાં જ સંવેદનશીલતા દાખવી તેમણે ત્વરિત વિગતો મેળવી આ આદેશો કર્યા છે અને જરૂરી સુચનાઓ આપી છે.